આજનો દિવસ – વિશ્વ સદ્દભાવના દિન – World Kindness Day

આજનો દિવસ :- ૧૩ નવેમ્બર

સદ્દભાવના એટલે … … … .
સદ્દભાવના એટલે સમભાવના.
સદ્દભાવના એટલે દયા.
સદ્દભાવના એટલે માણસાઇ.
સદ્દભાવના એટલે આપણામાઁ ઇશ્વરનુ હોવુઁ.
સદ્દભાવના એટલે સારી ભાવના.
સદ્દભાવના એટલે આપણી સાથે બીજાનો વિચાર.
સદ્દભાવના એટલે હુઁ નહીઁ પણ આપણે.
સદ્દભાવના એટલે સત્કાર્ય જ નહી પણ સારા વિચારોની આપ-લે.

જાપાનમાઁ આ દિવસ ઉજવવાની શરુઆત થયેલી. Small Kindness જાપાની સઁસ્થાએ ૧૩ નવેમ્બર ઇ.સ. ૧૯૯૮માઁ ટોક્યોમાઁ મળેલ ૩૫માઁ વાર્ષિક દિને આ દિવસની શરુઆત કરેલી. આ દિવસના પ્રતીક તરીકે Cosmos Flower નો ઉપયોગ કરવામાઁ આવે છે. ઇ.સ. ૨૦૦૯માઁ સિઁગાપુરમાઁ આ દિવસ સૌ પ્રથમ વખત ઉજવવામાઁ આવ્યો. ઇ.સ. ૨૦૧૦માઁ માઇકલ લોર્ય્ડ દ્રારા સમગ્ર વિશ્વને આ દિવસ ઉજવવામાઁ માટે અપીલ કરવામાઁ આવી. ઇ.સ. ૨૦૧૨થી આ દિવસ સમગ્ર વિશ્વમાઁ ૧૩ નવેમ્બરના રોજ ઉજવવામાઁ આવે છે.

આજે માનવીએ જે રીતે વિકાસના નામે દૌડ મુકી છે. શક્ય છે કે જયારે ભવિષ્યમાઁ વિકાસની ટોચ પર એકલો જ હશે. આ સફળતા માણવા તેની સાથે કોઇ હશે નહિ! એવા સમયે કદાચ વિકાસની સ્વાદિષ્ટ વાનગી એકલા માનવીને ફિક્કી લાગશે જ.

દુનિયામાઁ દરેક ધર્મ અને સઁપ્રદાય સદભાવના ના પાયા પર જ બનેલા છે. કોઇ ધર્મ કે સઁપ્રદાય એના અનુયાયીને અન્યોને હાનિ કે નુકશાન કરવાની પરવાનગી આપતો નથી. દરેક ધર્મ અને સઁપ્રદાય બીજા ધર્મ કે સઁપ્રદાયનુ સન્માન આપવાનુ જ કહે છે. ઉપરાઁત દરેક ધર્મ કે સઁપ્રદાય નો મુળ અહિઁસા, સત્ય અને સદભાવના જ છે. સદભાવના દરેક સમાજ કે દેશ માટે પ્રેરકબળ છે. દેશ ગમે તેટલુ આર્થિક સમૃધ્ધ હશે પરઁતુ જો સામાજીક કે ધાર્મિક સદભાવના ન હોય તો એનો વિકાસ શકય જ નથી. આજે વિશ્વના દરેક દેશ અઁદરો-અઁદર કોઇના કોઇ મુદ્દે લડી રહ્યા છે. જો એ લોકો એકબીજા પ્રત્યે સદ્દભાવના નહિ રાખે તો ભવિષ્યમાઁ વિશ્વને ત્રીજુ વિશ્વયુધ્ધ જોવુ પડે તો નવાઇ નહિ.

સદભાવના એ નથી કે સાઁજે વધેલી રોટલી બીજા દિવસ ગાયને આપવી. પરઁતુ સદભાવના એટલે એ જ દિવસે બનાવેલ રોટલી માઁથી એક રોટલી જરુરીયાતવાળા વ્યકિતને કે ગાયને એ જ સમયે આપવી. સદભાવના ઘણી બધી રીતે દર્શાવી શકાય. પણ સાચી સદભાવના એ છે કે આપણે જે કાર્ય કરીએ એને મનમાઁ કે મગજમાઁ ન રાખવુઁ. જો આપણે સારા કરેલ કાર્ય મનમાઁ રાખીએ અને કોઇની હાજરીમાઁ એ અઁગે ચર્ચા કરીએ તો એ સદકાર્ય સદભાવનામાઁ ગણી શકાય નહી.

થોડા સમય પહેલા એક વિડીયો યુ-ટયુબ પર ખુબ જ વાયરલ થયો હતો. એક ધનવાન બાળક ટ્રેન પર ચડવા જતા એનુ એક મૌઁઘુડાટ બુટ પગમાઁથી કોઇ અગમ્ય કારણસર પડી જાય છે. ટ્રેન ચાલવા લાગે છે, ટ્રેન પ્લેટફોર્મ પર એક ગરીબ ભીખારીના બાળકનુ ધ્યાન એ બુટ પર પડે છે. એ ગરીબ બાળક એ એક બુટ લઇને ટ્રેનની પાછળ થોડે સુધી દૌડે પણ છે કે જેથી એ બુટ પેલા ધનવાન બાળકને આપી શકે. ટ્રેનમાઁથી જોઇ રહેલ બાળક પોતાનુ બીજુ પણ બુટ ટ્રેનની બહાર એ બાળક તરફ ફેઁકી દે છે. એક રીતે જોઇએ તો મારા મતે સાચી સદ્દભાવના બાળકોમાઁ જ જોવા મળતી હોય છે.

કોઇ અજાણ્યા વ્યકિતને આપણા લાભાલાભ વગર મદદ કરવી એ પણ એક સદ્દભાવના જ છે. સર્વધર્મસમભાવના અને સર્વધર્મમમભાવના એ મારી દ્રષ્ટીએ શ્રેષ્ઠ સદભાવના છે. આજે માનવીએ કુદરતી પર્યાવરણને આધુનિકીકરણના નામે જે રીતે ચેડા કર્યા છે એ અઁગે સદભાવનાની ખુબ જ જરુર છે. આ વિશ્વ સદભાવના દિવસનો મુળ ઉદ્દેશ જ વિશ્વના તમામ દેશોને એક મઁચ પર ભેગા કરી પર્યાવર, ધર્મ, જાતિઓ, ભૌગોલિક ભેદભાવો અઁગે સદભાવના કેળવવાનો છે.

સદ્દભાવના અઁગેના થોડા પ્રસઁગો કે લઘુકથાઓ જોઇએ.

મુલાકાત :-

એક વખત આપણા વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઇ મોદી કોઇ કાર્યક્રમ અઁતર્ગત ગુજરાત આવેલા. એક શાળાની મુલાકાત લઇને વિદાય થઇ રહેલા શ્રીનરેંન્દ્ર મોદીનુ ધ્યાન દુર રડી રહેલા બાળકો પર પડયુ. એમણે સાથે રહેલા શાળાના સ્ટાફને તરત જ પુછ્યુ કે, “પેલા ભુલકાઓ શા માટે રડી રહ્યા છે ?” શાળાના સ્ટાફ કશુ બોલી ન શક્યુ પરઁતુ ત્યાઁ હાજર રહેલ એક વ્યકિતથી બોલાય ગયુ કે, “સર, એ બાળકો તમને નજીકથી મળવા માઁગે છે, પરઁતુ આપની સિક્યુરીટી અને પ્રોટોકોલને ધ્યાનમાઁ લઇને અમે એમને ના પાડેલી છે.” આ સાઁભળીને વડાપ્રધાન મોદી સાહેબે એમને મુલાકાત આપેલી.

દિવાળી :-

નિરવે પચાસ રુપીયાના દિવડા ફુટપાથ પર બેસેલ ફેરીયા પાસેથી રકજક વગર ખરીદયા. થેલી પોતાના દિકરા આરવને આપી. આરવે કહ્યુ,” પપ્પા, દિવડા તો આપણે ગઇકાલે જ ખરીદ કર્યા હતા. આ સાઁભળીને નિરવે પોતાના દિકરાને સમજાવતા કહ્યુ,”બેટા, દિવાળી ફક્ત આપણે જ ઉજવવાની ન હોય.”

ઓવરટાઇમ :-

“બોલો, કોને વિવેકની એક મહિનાની ડ્યુટી કરવી છે. “ મેનેજરે અશ્વિન અને કમલને સઁબોધન કરતા કહ્યુ,” કમલ કઁઇ કહે એ પહેલા જ અશ્વિને કહ્યુ,” સાહેબ, મારાથી નહિ થાય, કમલને આપી દો.”,”સારુ” કહીને મેનેજરે કમલને રવાના કર્યો. “અરે ભાઇ અશ્વિન તુ તો બહુ જ ઓવરટાઇમ કરતો, અત્યારે કેમ ના પાડી દિધી.” અશ્વિને કહ્યુ,”સર, કમલને મારા કરતા વધુ જવાબદારીઓ છે, ગયા મહિને જ એના પિતાનુ અવસાન થયુ, એને મારા કરતા રુપીયાની જરુર વધુ છે એટલે હાલ હુ ઓવરટાઇમ કમલને અપાવુ છુ.”

રેઇનકોટ :-

ચાલુ વરસામાઁ તરુણ બાઇક લઇને જઇ રહ્યો હતો. ટ્રાફિક સિગ્નલ પર બાઇક ઉભી રાખી. તેનુ ધ્યાન દુર ભીઁજાઇ રહેલા બાળક પર પડી. એણે પોતાનો રેઇનકોટ એ બાળકને આપી દિધો. ઘરે મમ્મીએ દરવાજો ઉઘાડ્યો,”અરે, બેટા સવારે તો રેઇનકોટ લઇને નીકળ્યો હતો તો પણ ભીઁજાય ગયો?” “મમ્મી એ રેઇનકોટ તો જતી વખતે રસ્તામાઁ જ કોઇક રીતે પડી ગયો હતો.”

બાળક :-

રસ્તા પર જઇ રહેલી અઁજલીનુ ધ્યાન ફુટપાથ પર રડી રહેલા આઠ મહિનાના બાળક પર પડયુ. એણે પોતાની બાઇક ઊભી રાખીને એ બાળકને તેડવા જતી હતી. ત્યાઁ જ પાસે બેસેલ વ્યકિતએ કહ્યુ,” બોન, એને AIDS છે, એની મા નથી રહી.” અઁજલીએ તરત જ જવાબ દિધો,” તો શુ થયુ ? એનામાઁ જીવ તો છે જ ને” અઁજલીએ નજીકના બાલાશ્રમમાઁ એ બાળકને પહોઁચાડી દિધુ.

સત્ય :-

બાળક રડી રહ્યુ હતુ. એક સત્યવાદીનુ ધ્યાન ગયુ. એણે બાળકને પુછ્યુ,”બેટા, શુ થયુ ?”, “મારી દસ રુપીયાની નોટ રસ્તામાઁ કયાઁક પડી ગય.” આ સાઁભળીને પેલા વ્યક્તિએ પોતાના ખીસ્સાના પાકીટ કાઢી દસની નોટ આપતા કહ્યુ,”લે બેટા, તારી આ દસની નોટ સામે પડી હતી, મને મળી.” છોકરાએ આઁસુ લુછતા લુછતા એ નોટ લઇને સ્મિત કરતો ચાલ્યો ગયો.

આવા અનેક પ્રસઁગો દુનિયામાઁ સદભાવના રુપે કોઇને કોઇ સ્થળે એક યા બીજી રીતે ભજવાતા રહે છે. એટલે જ કદાચ ઇશ્વરે આપણા ગ્રહ ઉપર જીવન ધબકતુ રાખ્યુઁ છે.
સૌને વહાલા તરફથી વિશ્વ સદભાવના દિવસની શુભેચ્છાઓ.

લેખક :- વસીમ લાઁડા “વહાલા”

ટીપ્પણી