સચિન ના કરિયર માં આજે બનેલી આ ઘટના કોઈ ને ખબર નહિ – આમ આપ્યો તો જવાબ !!!

- Advertisement -

5મી ઓકટોબર 2007નો એ દિવસ હતો. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ કિકેટ સ્ટેડીયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની એકદિવસીય ક્રિકેટ મેચ ચાલી રહી હતી. ઓસ્ટ્રેલીયાએ પોતાના પ્રથમ દાવમાં 290 રન કર્યા હતા.

ભારતીય ટીમ પોતાના જીતના લક્ષ્યાંકને પહોંચવા મથામણ કરી રહી હતી અને જેના પર જીતનો આધાર હતો એવા સચિન તેંડુલકરને 43 રનમા ક્લીન બોલ્ડ કરીને બ્રેડ વોગે સચિનની વિકેટ લીધી.

ભારતીય ટીમ 47.4 ઓવરમાં માત્ર 243 રન કરીને ઓલ આઉટ થઇ ગઇ અને ભારત એ મેચ હારી ગયુ. બ્રેડ વોગ પોતાની આ સફળતાથી ખુબ ખુશ હતો. જ્યારે મેચ પુરી થઇ ત્યારે બ્રેડ હોગ સચિન તેંડુલકર પાસે ગયો અને જે બોલથી વિકેટ લીધી હતી તે બોલ સચિનના હાથમાં આપીને બોલ પર ઓટોગ્રાફ આપવા માટે વિનંતી કરી.

સચિને આ સમયે પોતાની મહાનતાનો પરિચય આપ્યો. ગુસ્સે થયા વગર બહુ પ્રેમથી બોલ પોતાના હાથમાં લીધો. સચિને આ બોલ પર પોતાના ઓટોગ્રાફ આપ્યા અને એક વાક્ય લખ્યુ ” This will never happen again Hoggy ” ( હોગી ભવિષ્યમાં હવે આવું ક્યારેય નહી બને)

ઓસ્ટ્રેલિયન બોલર બ્રેડ હોગીએ તા. 2 માર્ચ 2008ના રોજ વન-ડે અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ લીધી ત્યાં સુધીમાં 7 વન-ડે અને 3 ટેસ્ટમાં સચિન તેંડુલકર સામે તેને બોલીંગ કરી. ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે બ્રેડ હોગને એકપણ વખત સચિનની વિકેટ નથી મળી.

સાઈબ, આમ જ કોઈ ક્રિકેટ ના ભગવાન નો બને….કરો શેર આજ ના દિવસે આ પોસ્ટ “સચિન તેંદુલકર” માટે !!! કારણ આ ઘટના ને આજે  Exact ૧૦ વર્ષ થાય છે !!

માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

Post :— Vasim Landa ☺️The Dust of Heaven ✍️

ટીપ્પણી