“સચિન – એ બિલીયન ડ્રીમ” પહેલા દિવસ નું કલેક્શન જાણી આશ્ચર્ય થશે !

સચિન રમેશ તેંદુલકર, કરોડો ભારતીયો જેને ક્રિકેટ ના ભગવાન ગણે છે ત્યારે આવા ખેલાડી પર એક સ્વતંત્ર ફિલ્મ ગઈ કાલે રીલીઝ થઇ હોય ત્યારે આખા વિશ્વમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે…છેલ્લા ઘણા દિવસો થી આ ફિલ્મ વિષે આખા વિશ્વમાં ચર્ચા ચાલે છે…આમ જોઈએ તો ફિલ્મ નો વિષય સચિન ના લાઈફ અને કરિયર અણી આજુ બાજુ ફરે છે…ફિલ્મ બહુ જ ઈમોશનલ અને પ્રેરણાદાયી છે…!

આ ફિલ્મ ગઈ કાલે જ રીલીઝ થઇ છે, બાહુબલીની જવલંત સફળતા અને શુક્રવાર વર્કિંગ ડે હોવા છતાં ૪૦% ઓક્યુંપેન્સી સાથે આખો દિવસ લોકો એ આ ફિલ્મ માણી હતી. જે રીતે ફિલ્મ આગળ વધી રહી છે લાગે છે આ મુવી ફરી ઈતિહાસ રચી શકે…સચિન ના કોચ રમેશ બાલા એ કરેલું એક ટવીટ !

રીલીઝ થવાના પ્રથમ દિવસે જ આ મુવીએ ૯ કરોડ ની કમાણી કરી હતી જે ખુબ જ સરાહનીય વાત છે. જો MS Dhoni – Untold Story સાથે તુલના કરીએ જેના પ્રથમ દિવસે ૨૧ કરોડ ની કમાણી કરી હતી તો એના કમ્પેર માં ઘણી ઓછી છે..પણ હજુ તો એક જ દિવસ ગયો છે…આવનારા દિવસો માં શું થાય અને શું નહિ કઈ કહી ના શકાય. ભલે, ૯ કરોડ ની કમાણી કરી હોય પણ તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ૨૦૧૭ ની Top 10 Highest ઓપનર મુવી માં આવી ગઈ છે…નીચે અમે આ વર્ષમાં પ્રથમ દિવસે કમાણી કરેલી ફિલ્મોના આંકડા આપેલા છે, તમને વાંચી ને આનંદ થશે !

આશા રાખી કે આ શાની અને રવિ માં ફિલ્મ ભુક્કા બોલાવે અને બીજા જુના રેકોર્ડ્સ પણ તોડી બતાવે…પહેલા દિવસ ના કલેક્શન વિષે તમારું શું કેવું ?

Photo : Rvcj

ટીપ્પણી