સાબુદાણા અપ્પમ – આ વખતે અગિયારસનાં દિવસે ફરાળમાં ખાવા બનાવજો આ ટેસ્ટી ને સ્વાદિષ્ટ અપ્પમ….

સાબુદાણા અપ્પમ

ઉપવાસ છે પણ કંઈક તળેલું નથી ખાવું એમ વિચાર આવે પણ ઉપવાસ માં તો વધારે એવી જ વાનગી યાદ આવે જે તેલ માં ફ્રાય થતી હોય.

હવે આજે આપણે બનાવીએ જે એકદમ ઓછા તેલ માં અને તેમાં સામગ્રી પણ બધા ને પસંદ પડે તેવી ઉમેરાય છે તો હવે જ્યારે પણ ઉપવાસ હોઈ ત્યારે બનાવો આ

આપણે ઉપવાસ માં સાબુદાણા ના વડા,સાબુદાણા ની ખીચડી,બી બટાટા ની ખીચડી આવું તો બનાવતા જ હોઈએ પણ આ અપ્પમ તો ક્યારેય નહીં બનાવ્યા હોઈ સાચી વાત ને નીચે આપેલ નોંધ ખાસ વાંચવી.

સામગ્રી

  • 4 બાફેલા બટાકા
  • 1કપ પલાડેલ સાબુદાણા
  • 1સ્પૂન આદુ મરચા ની પેસ્ટ
  • 1 ટી સ્પૂન આમચૂર પાવડર
  • 2સ્પૂન કોથમીર
  • 1/2સ્પૂન ખાંડ
  • 1/2સ્પૂન લાલ મરચું પાવડર
  • 1/2જીરુ
  • 1 વાટકી શેકેલા શીંગ દાણા નો ભુક્કો
  • મીઠુ જરૂર મુજબ

બનાવાની રીત

એક બાઉલ મા સાબુદાણા ને 30મિનિટ પલાડી ને પાણી કાઢી નાખી ડ્રાય કરી લેવા.

બટેકા ને સ્મેશ કરી તેમા સાબુદાણા ઉમેરવા .

અને આદુ મરચા ની પેસ્ટ ,કોથમીર ,લાલ મરચું પાવડર ,ખાંડ ,આમચૂર પાવડર,જીરુ ,મીઠુ ,શેકેલા શીંગ દાણા નો ભૂકો ઉમેરી ..મસાલો તૈયાર કરવોતૈયાર કરેલ મસાલા માંથી નાના બોલ વાળી લેવા.

અપ્પમ મેકર પેન મા થોડુ તેલ લગાવી નાની ટિક્કિ એમા શેકવી.

ઉપર નીચે સાઈડ માં એમ 4 બાજુ 2 થી 3 મિનિટ ધીમા તાપે શેકવી. ટોટલ 8 થી 10 મિનિટ લાગશે બધી બાંજુ શેકતા. 2 કે 3 મિનિટ પછી ચમચી વડે સાઈડ ફેરવી.ગરમ અપ્પમ ને કોથમીરની ચટણી સાથે સર્વ કરવી.

નોંધઃ આ અપ્પમ પર ઘાટું દહીં ઉપર થી નાખી અને તેમાં આમલી ની ચટણી ગ્રીન ચટણી શેકેલા જીરા નો ભુક્કો આ બધું ઉપર થી નાખો તો સાબુદાણા ના દહીં વડા પણ કહી શકાય. મારા ઘર માં તો બધા ને આ અપ્પમ ખૂબ જ પસંદ પડ્યા કારણ કે ટેસ્ટી જ એટલા હતા તો હવે તમે પણ આ અપ્પમ જરૂર બનાવજો.

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી