“સાબુદાણા ડોનટ્સ” – બહુ ટેસ્ટી છે આ વાનગી ક્યારે ટ્રાય કરવાના છો??

“સાબુદાણા ડોનટ્સ”

સામગ્રી :

250 ગ્રામ સાબુદાણા,
3 બાફેલા બટેટા,
1 વાટકી પનીર,
2 ટે સ્પૂન સિંગદાણા ભૂક્કો (ઓપ્સ્નલ),
2 ટી સ્પૂન આદું મરચાની પેસ્ટ,
1 લીલુ મરચું,
કોથમીર,
સિંધવ મીઠુ,
તેલ,

રીત :

-સાબુદાણાને 5-6 કલાક પલાળીદો (સાબુદાણા ડૂબે તેટલું જ પાણી નાખવું જેથી સાબુદાણા છુટ્ટા રહે)
-હવે પલળેલા સાબુદાણાને કોરા કરીલો (પેપર ટોવેલ પર રાખો) હવે અડધા સાબુદાણાને મિક્ષચર જારમા પીસીલો અને બટેટાના માવામા મિક્ષ કરો.તેની સાથે બાકીના સાબુદાણા પણ ઉમેરો .
-પનીરને ખમણી તેને પણ ઉમેરો .
-આ મિશ્રણમા સિંગનો ભૂક્કો ,આદું મરચાંની પેસ્ટ,જિણુ સમારેલુ લીલુ મરચું ,કોથમીર અને સ્વાદ અનુસાર સિંધવ ઉમેરો.
-આ મિક્ષચરને 30 મિનીટ્સ ફ્રીજમા રાખીદો .
-એક કડાઇમા તેલ ગરમ કરવા મૂકીદો ત્યાંસુધી રેડી મિક્ષચર માંથી મોટો ગોળો કરો .પ્લાસ્ટિક પર તેલ લગાડીને આ ગોળા માંથી જાડો રોટલો વણો.તેના ગોળાકાર ડોનટ્સ કાપીલો અને વચ્ચે નાનુ ગોળ કાપી શેપ આપીદો .
-ગરમ તેલમા આ ડોનટ્સને સાચવીને મુકો અને બંને બાજુ ગોલ્ડન થાય ત્યાંસુધી તળીલો .પેપર ટોવેલ પર બધા ડોનટ્સ કાઢીને ગ્રીન ચટણી સાથે સર્વ કરો .

#ડોનટ્સ માટે રોટલો જાડો રાખવો નહીંતો પ્લાસ્ટિક પરથી ઉપાડતા તૂટી જશે.
#પનીરથી ડોનટ્સ સોફ્ટ અને ટેસ્ટી થશે.
#તેલમા જ્યારે ડોનટ્સ મુકો તો તરત જ જારો નહીં અડાડ્વો.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી