જીવ્યા – પરિવારનો પ્રેમ, સાયન્સ ફિક્સન સ્ટોરીનું મિશ્રણ વાળી વિષય પર લખાયેલ વાર્તા..

વાંચો નવલકથાનો પ્રથમ પાર્ટ – 1

જીવ્યા

નવલકથા, પ્રકરણ : 2

જીવ્યા હોટેલ પર પહોંચી એટલે મેનેજરે તેને પાછળના હોલ પર જવા કહ્યુ. તે ફટાફટ હોલ તરફ ગઇ તો ત્યાં સાવ અંધારુ હતુ. “મોમ, પાપા વેર આર યુ?” જીવ્યાએ કહ્યુ ત્યાં એકાએક લાઇટો ચાલુ થઇ ગઇ અને તેના ફુલોની વર્ષા થઇ અને બધા એકસાથે “વેલકમ જીવ્યા” બોલી તાળીઓ પાડવા લાગ્યા. સુમધુર ધ્વનિથી હોલ આખો ગાજી ઉઠ્યો. હોલની સજાવટતો જીવ્યા જોતી જ રહી ગઇ. ચારેબાજુ લાઇટિંગથી જીવ્યાની તસવીરો બનાવી હતી અને વેલકમ બેક જીવ્યા લખેલુ હતુ. તેના બધા ફ્રેન્ડસ, રિલેટીવસ બધાથી હોટેલનો આ મોટો હોલ ભરેલો હતો. સૌ પહેલા તેના મમ્મી અને પપ્પા જીવ્યા પાસે આવીને વેલકમ કરી તેની પાસે ઉભી ગયા ત્યારબાદ બધા મહેમાનો એક પછી એક આવીને વેલકમ કરીને જીવ્યાને ગિફટસ આપવા લાગ્યા. જીવ્યા એકદમ ખુશ થઇ ગઇ. મહેમાનોના વેલકમ બાદ હોટેલના થિયેટરમાં જીવ્યા માટે એક ખાસ શો રાખવામાં આવ્યો હતા. તે જોવા માટે બધા ગયા.

આ શોમાં જીવ્યાની આજ સુધીની જીંદગીની સફર અને તેને કરેલી અવનવી શોધો અને તેને જાતે બનાવેલ સાયન્સ થ્રી ડી શો બતાવવામાં આવ્યો. શો જોતા જોતા જીવ્યા સાથે તેના માતા પિતાની પણ આંખો ભીની થઇ ગઇ. તેઓને જીવ્યાની વિદાય યાદ આવી ગઇ. બધાએ શો ખુબ જ એન્જોય કર્યો. શો બાદ ડાન્સ પાર્ટી અને ડિનર બધાએ ખુબ જ એન્જોય કર્યુ. જીવ્યા માટે આ ખુબ જ મોટી સરપ્રાઇઝ હતી. સાંજે તે ઘરે આવીને હેતથી માતા પિતાને વળગી પડી. “થેન્ક્યુ સો મચ મોમ પાપા” “જીવ્યા, તુ ખાલી અમારી પુત્રી જ નહિ. સેલિબ્રિટી છો. બધા તને વેલકમ કરવા માંગતા હતા. વી આર પ્રાઉડ ઓફ યુ બેટા. તારા જન્મ બાદ બધા અમને એક પુત્ર માટે કહેતા હતા. અમારા માટે તુ જ એક પુત્ર સમાન હતી અને આજે તે સાબિત કરી દીધુ કે તુ એક પુત્રથી કમ નથી. આજે અમને નહિ પુરા ગુજરાતી સમાજને તારા પર ગર્વ છે બેટા.” તેના પિતા ગળગળા થઇ બોલી ઉઠયા. “બેટા, થોડા સમયમાં તુ લગ્ન કરીને જતી રહીશ. પરંતુ એક યાદ રાખજે ગમે તેવી જવાબદારી આવે અને ગમે તેવી મુશ્કેલી આવે આપણે આપણા લક્ષથી નજર ન હટાવવી જોઇએ અને પુરી તાકાતથી આપણુ કાર્ય કરતા રહેવુ જોઇએ. એક વાર વિતી ગયેલો સમય કયારેય પરત આવતો નથી. બસ ભુતકાળને જોઇને હાથ ઘસીને બેઠા રહેવા કરતા મળેલા સમયનો પુરતો ઉપયોગ કરવો જોઇએ.” રચનાએ જીવ્યાને માથે હાથ ફેરવતા કહ્યુ. “હા, મા આજે હું જે કાંઇ છુ તે તમારા બંન્ને ને કારણે છું. તમે બંન્ને એ મારા ઉછેરમાં બહાદુરી અને નીડરતાના સંસ્કાર આપ્યા અને હમેંશા આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યુ. મારી અવનવી શોધખોળ માટે કયારેય પૈસા અને સમય વિશે વિચાર્યુ અને ડગલે અને પગલે મારી સાથે રહ્યા છો. મને યાદ છે ચાર વર્ષ પહેલા હું મારી પાણીથી ચાલતી બેટરીની શોધ માટે સફળતા મળતી ન હતી ત્યારે આખા દેશના બધા વૈજ્ઞાનિકોને મળવા મારી સાથે આવ્યા હતા અને રાત રાત ભર જાગીને દુનિયાના અનેક વૈજ્ઞાનિકો સાથે મારી વાતો કરાવી. કોઇ એક વ્યક્તિની દરેક સફળતા પાછળ તેના આખા પરિવારની મહેનત હોય છે. મારા માટે તમે ખુબ જ મહેનત કરી છે. મારી બધી સફળતાનો યશ તમને જાય છે.” “ઓહ જીવ્યા, તારા ડાઉન ટુ અર્થ સ્વભાવને કારણે ઇશ્વરના આર્શીવાદ હમેંશા તારી સાથે જ રહેશે. વી આર રીઅલી મચ પ્રાઉડ ટુ યુ.”
“પાપા, લવ યુ યાર.” કહેતા હેતભરી જીવ્યા વળગી પડી.

સરપ્રાઇઝ પાર્ટીથી જીવ્યા ખુબ જ ખુશ હતી. તેની અસર બીજે દિવસે પણ રહી. તે ખુબ જ ખુશ હતી. હવે તેની સ્ટડી તો પુરી થઇ ગઇ હતી હવે લગ્ન પહેલાનો આ સમય તેને એંજોય કરવાનો હતો. બીજે દિવસે તે પોતાની ખાસ સખી લોપા સાથે શોપિંગ માટે નીકળી ગઇ. જીવ્યાનુ માઇંડ એકદમ ફ્રી હતુ. તેને જે મગજમાં આવે તે પ્રવૃતિ પુરા દિલથી એંજોય સાથે કરતી. શોપિંગ, મુવી અને પરિવાર સાથે ત્રણ ચાર દિવસ એન્જોય કરીને તે ફરીથી પોતાની રિર્સચ અને પોતાની શોધોમા ડુબી ગઇ.

**************************

સમય વિતતા જરાય વાર લાગતી નથી. સગાઇ બાદ બંન્ને પરિવારે જીવ્યા અને અધ્યયના લગ્ન છ માસ બાદ કરવાનુ નક્કી કર્યુ હતુ. તે છ મહિના સરળતાથી વિતી ગયા. લગ્નનો સમય આવી ગયો. મિત કૌર અને રચનાની એક જ મુડી હતી તેની દીકરી જીવ્યા તેના લગ્નમાં કોઇ કસરના રહે અને યાદગાર બની રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યુ હતુ.
લગ્ન સમારંભ પણ સરપ્રાઇઝ રીતે મમ્મી અને પપ્પાએ આયોજીત કર્યુ હતુ. ખાસ વિવિધ વૈજ્ઞાનિકોને બોલાવી અવનવા ગેજેટસ અને પ્રયોગો દ્રારા લગ્ન હોલને સજાવવામાં આવ્યો હતો. લોકો માટે આ અવનવા લગ્ન ખુબ જ આકર્ષક સમાન હતા. ખાલી બધુ જોવા માટે ઘણા બધા લોકો ઉમટી પડયા હતા.
જીવ્યાના લગ્ન ખરેખર યાદગાર બની ગયા હતા. લગ્ન બાદ રિસેપશન પણ સિંગાપોરમાં અંડર વોટર પાર્કમાં રાખવામાં આવ્યુ હતુ.
**************************


લગ્ન બાદ થોડા જ સમયમાં જીવ્યા અને અધ્યય પણ નવા ફલેટમાં શિફટ થઇ ગયા. તેઓએ પોતાનુ લગ્ન જીવન આ નવા ફલેટમાં શરૂ કર્યું. ફલેટ ખુબ વિશાળ હતો. અધ્યય તરફથી જીવ્યાને પોતાની રીતે જીવવાની સંપુર્ણ છુટ હતી. છતાંય જીવ્યાએ કયાંય પણ નોકરી ન કરવાનુ નક્કી કર્યુ. અધ્યય જીવ્યાને ખુબ જ ચાહતો હતો. તેની રિલેશનશીપમાં જવાબદારીથી વધારે સમજદારી વધુ હતી. અધ્યય સવારે પોતાની જોબ પર જતો અને સાંજે આવે. આખો દિવસ ઘર પર જીવ્યા એકલી રહે. આ સમયનો ઉપયોગ જીવ્યા નવુ નવુ જાણવા માટે અને નવી નવી શોધ કરવામાં કરતી. તેને ઘરમાં જ પ્રયોગશાળા બનાવી હતી. આખો દિવસ તે નવુ નવુ શીખ્યા કરે.
અધ્યય કયારેય તેના કામમાં દખલગીરી ન કરે. આમ અન્ડર સ્ટેડીંગથી બંન્નેનુ લગ્નજીવન ચાલ્યા કરતુ હતુ. બંન્ને ખુબ જ ખુશ હતા. જીવ્યાને પારકી નોકરી કરતા સ્વતંત્ર્ય કામ કરવાનો વધારે આનંદ આવતો હતો.


અધ્યય નો પગાર ખુબ જ સારો હતો. આથી જીવ્યાને બહુ ઘરકામ કરવુ પડતુ ન હતુ. હતુ. ઘરમાં નોકર ચાકર બધુ કાર્ય કરતા હતા. આથી જીવ્યા પોતાના પ્રયોગ કાર્યમાં જ ગળાડુબ રહેતી હતી. કલાકોના કલાકો પ્રયોગશાળામાં કયારે વિતી જાય એ પોતાને પણ ખબર પડતી ન હતી. કયારેય અધ્યય આવી જાય તો પણ જીવ્યા પોતાના કાર્યમાં જ મશગુલ હોય. અધ્યય ને જીવ્યાની ખુશી જ ગમતી હતી. આથી તે કયારેય તેને રોકટોક કરતો નહિ. ઉલટાનુ જીવ્યાના કાર્ય, લગન અને ધગશથી ગુમાન અનુભવતો હતો. જીવ્યા પણ અધ્યય જેવા સમજુ, પ્રેમાળ પતિ મેળવીને તે ખુબ જ ખુશ હતી. બે વર્ષના લગ્નજીવન બાદ ફુલ સ્વરૂપે તેઓના ઘરે એક નાનકડી દીકરીનો જન્મ થયો. દીકરીના જ્ન્મ બાદ પણ બાળઉછેર સાથે તે પોતાની પ્રયોગકાર્યમાં પણ ધ્યાન આપતી. તેની લાડલી દીકરીનુ નામ વાશ્વી રાખ્યુ હતુ. લગ્ન બાદ પણ જીવ્યાએ અનેક નાની મોટી શોધો કરી હતી અને અનેક વિષયો પર અભ્યાસ કર્યો હતો. તેના પોતાના આ કાર્યમાં તેના પતિ અધ્યયનો હમેંશા સાથ રહેતો હતો. તેનો આ વિષય ન હતો છતાંય તે પોતાનાથી બનતી મદદ કરતો રહેતો. તે ખુબ જ નસીબદાર હતી કે અધ્યય જેવો તેને જીવનસાથી મળ્યો હતો. વર્ષોથી તેનુ સપનુ હતુ કે તે કોઇ મોટી એક શોધ કરે જેનાથી લોકોની મદદ થઇ શકે અને તેનુ નામ તેના બાદ પણ આ દુનિયામાં રહી શકે. પરંતુ તેની પાસે ખાસ કોઇ આઇડિયા ન હતા. એક દિવસ તેની પુત્રી વાશ્વીની તબિયત ખુબ જ ખરાબ હતી. જીવ્યાએ અનેક વિષયો પર ખુબ જ ઉંડો અભ્યાસ કર્યો હતો. તેમાં મેડીકલ ક્ષેત્ર અછુતુ ન હતુ. તે પોતાનો તથા પોતાના પરિવારનો ઇલાજ મોટે ભાગે પોતાની જાતે કરી લેતી હતી. પરંતુ આ વખતે તેની પુત્રી વાશ્વીના લુઝ મોશનમાં બે દિવસથી કોઇ ફરક પડતો ન હતો. તેને ખુબ જ ચિંતા થઇ આવી. અધ્યય પોતાની ઓફિસે હતો. ચોમાસાના દિવસો બહાર ખુબ જ જોરથી વરસાદ પડી રહ્યો હતો છતાંય તે વાશ્વીને લઇ કારમાં દવાખાને નીકળી ગઇ. બાળકોના ડોકટરની કિલનિક નજીકમાં જ હતી. પરંતુ મુંબઇનો વરસાદ એટલે કહેવુ ન પડે એકદમ જોરદાર પડી રહેલા વરસાદથી બધા રસ્તા જામ થવા લાગ્યા હતા અને ઠેર ઠેર પાણી ભરાય ગયા હતા. સવારના વાશ્વીને લઇને ગયેલી જીવ્યા સાંજે માંડ ઘરે પહોંચી શકી. મોટે ભાગે લોકો આ પરિસ્થિતિમાં લોકો થાકી જાય અને કંટાળી જાય. પરંતુ જીવ્યા ખુબ જ અલગ હતી. તેનુ માઇન્ડ બધા કરતા અલગ રીતે કાર્ય કરતુ હતુ. તે રાત્રે જીવ્યાને આખી રાત ઉંઘ આવી નહિ. તેની બેડરૂમની બારીમાંથી વરસાદની તીવ્રતા નિહાળતી રહી. ખુબ જ તીવ્રતા પુર્વક વરસાદ આખી રાત વરસતો રહ્યો. વાશ્વીને તો ડોકટરની દવાથી ઉંઘ આવી ગઇ. પરંતુ જીવ્યાને ચેન ન હતુ. તેના મનમાં અવનવા વિચારો અને આઇડિયા આવન જાવન કરવા લાગ્યા. બારી પાસે જ ખુરશીમાં વહેલી સવારે તેને ઝોકુ આવી ગયુ. સવારે અધ્યયે ઉઠીને ખુરશીને લાંબી કરી દીધી અને તેને ઓઢાળી તે જાતે તૈયાર થઇ ઓફિસે નીકળી ગયો. જીવ્યાને આગલા દિવસનો થાક હતો. આથી તેને વહેલી ના ઉઠાડી. અધ્યય તો જતો રહ્યો પોતાની ઓફિસે. મોડેથી વાશ્વી રડી ત્યારે જીવ્યાની ઉંઘ ઉડી.


આજે પણ વરસાદ પુરજોશમાં હતો. તે ફ્રેશ થઇને તૈયાર થવા જ જઇ રહી ત્યાં અધ્યય પરત આવી ગયો. “બધા રસ્તા બ્લોક થઇ ગયા છે. આજે તો ઓફિસે જવુ શક્ય જ નથી.” ભીનો થઇને આવીને અધ્યયએ કહ્યુ. “તમે કારમાં ગયા હતા તો પણ ભીજાય ગયા?” “અરે કાર પાર્ક કરી હું ટેકસીમાં જવા ગયો તેમાં ભીજાય ગયો. પરંતુ ટેકસી પણ આગળ ન જઇ શકી. આથી પરત આવી જવુ પડ્યુ. અહીંથી પાંચ કિલોમીટર માંડ ગયો હતો તો પણ ચાર કલાક થઇ અહીં પરત આવવા માટે.” “આ વરસાદ અને મુંબઇના રસ્તા, મ્યુનિશિપલની પ્રી મોન્સુન કામગીરીના દર વખતે આવુ જ હોય છે.” “હા, કાલે હું પણ વાશ્વીને લઇ હોસ્પિટલ ગઇ ત્યારે ખુબ જ હેરાન થઇ હતી. તમે આ ભીના કપડાં બદલી ફ્રેશ થઇ જાઓ અને આજે ઘરે છે તો જરાક વાશ્વીને રમાડ પ્લીઝ તો હું એક પ્રેઝનટેશન બનાવી લઉં” “ઓ.કે. હું આજે ફ્રી જ છુ. આજે વાશ્વીને હું સાચવુ છુ તુ નિરાંતે તારું કામ કર. આજે વરસાદમાં કામવાળી ન આવે તો પણ ચિંતા ન કરજે. હું કામને હેન્ડલ કરી લઇશ. ડોન્ટ વરી. ડુ યોર વર્ક વીથે પેશન એન્ડ ઓન યોર ટાઇમ.” “ઓ ડાર્લિગ યુ આર સો સ્વીટ.” જીવ્યાએ અધ્યયને વળગી પડતા કહ્યુ. “હવે ઝડપથી જા હું મારી ડાર્લિગ ડોટર સાથે ટાઇમ સ્પેન્ડ કરી લઉ.” જીવ્યા આખો દિવસ પોતાના રિર્સચ રૂમમાં અવનવા રિસર્ચ અને પ્રોજેકટ પર કામ કરતી રહી. સાથે સાથે તે ઘરકામ અને વાશ્વીને સાચવવા માટે પર અધ્યયને હેલ્પ કરતી રહી. સાંજે ફરી જોરથી વરસાદ પડવા લાગ્યો. તે દિવસે 15મી માર્ચ 2044નો દિવસ હતો. જીવ્યાએ અધ્યયને કહ્યુ કે તે એક વહાણ( જહાજ) બનાવવા માંગે છે. ઘડીવાર તો અધ્યય આશ્ચર્યચકિત બની ગયો. જીવ્યાએ કહ્યુ, “અધ્યય તારે કોઇ જહાજ કંપની સાથે ઓળખાણ હોય તો મારો પરિચય કરાવ મારે એક જહાજ બનાવવુ છે.” “જહાજ બનાવવુ છે જીવ્યા તારે? આ વળી નવો બિઝનેશ આઇડિયા કયાંથી આવ્યો?” અધ્યયે આશ્ચર્ય સાથે પુછ્યુ.


“હા, હું થોડા દિવસથી યુનિક વર્ક માટે વિચારતી હતી અને આ ચોમાસાનો પ્રકોપ જોઇ મને એક આઇડિયા આવ્યો.” “આઇડિયા?” અધ્યય ધ્યાનપુર્વક ચર્ચામાં ભાગ લઇ રહ્યો હતો. તેનો મુખ્ય વિષય મેનેજરીગ હતો. પરંતુ જીવ્યા સાથે જોડાયા બાદ તેને જીવ્યાનું કામ પણ ખુબ જ ગમવા લાગ્યુ હતુ. તે ઘણીવાર તેણીને રિસર્ચમાં મદદ કરાવતો રહેતો.
“હા, એક એવુ જહાજ કે જયારે ખુબ જ વરસાદ વધી જાય તો ચાલુ વરસાદે તે અનેક માઇલો સુધી ચાલી શકે એક દેશ પર ભયંકર પુરની આપત્તિ આવે તો આવા જહાજમાં સ્થળાંતર આસાનીથી થઇ શકે. તેના નાના મોડેલ દ્રારા ખલાસીઓને અતિ વરસાદમાં આસાનીથી દરિયાઇ મુસાફરી થઇ શકે.” “વાહ, તારો આઇડિયા સુપર્બ છે. તારો તેના માટે કોઇ પ્લાન તૈયાર છે?” “હા, કાલે આખી રાત તેના પર વર વિચારીને રિસર્ચ કાર્ય કર્યુ હતુ અને આજે હું સવારથી તેનુ જ પ્રેઝનટેશન બનાવતી હતી.” આમ કહી જીવ્યાએ પોતાનુ પ્રેઝનટેશન અધ્યયને બતાવ્યુ. તે ખુબ ઇમ્પ્રેશ થઇ ગયો. “વાઉ, ઇટસ સો ગ્રેટ. યુ આર અમેઝિંગ.” “થેન્ક્યુ, બટ મારે આમા થોડી હેલ્પ જોઇએ છે. તારી કોઇ જહાજ બનાવતી કંપની સાથે ઓળખાણ હોય તો કહેજે. મારે તે લોકોની મદદ લેવી પડશે.”


“ઓ.કે. જીવ્યા હુ વાત કરીશ પછી આપણે તેને મળવા જઇશુ. બાન્દ્રા પાસે એક મારો મિત્ર રહે છે અતુલ વ્યારા. તેની ઓળખાણ “બ્રાન્દ્રા સી ફેન્સ” જહાજ કંપનીના માલિક સાથે છે. હુ તેને વાત કરીશ.” જીવ્યાએ ખુશ થઇને અધ્યયને ભેટી પડતા કહ્યુ, “થેન્ક્યુ વેરી મચ માય લવ. યુ આર સો સ્વીટ.” “અરે યાર તુ મને હુકમ કરે અને હુ ના પાડુ એ કેમ બની શકે. તુ મારી જાન છો યાર.” થોડા દિવસ બાદ જીવ્યા અને અધ્યય “બાન્દ્રા સી ફેન્સ” ની ઓફિસે ગયા. તેનો માલિક જય વિશ્વાસ ઓબેરોય યંગ અને વેલ મેનર્ડ હતો. તેને લોકો સાથે મિત્રતા રાખવી અને નવુ નવુ શીખવાની ધગશ હતી. તેની જહાજ કંપની જહાજના સ્પેર પાર્ટ જોડીને આખુ જહાજ બનાવવાનુ કાર્ય કરતી હતી. જયવિશ્વાસ ઓબેરોય ખુદ બધુ દેખરેખ રાખતો અને સદાય બધાને પ્રોત્સાહન આપીને કામ કરાવતો. ગુસ્સા નામની ચીજ તેમની જીંદગીમાં જ ન હતી. જીવ્યા અને અધ્યય તેમની ઢીંગલી વાશ્વીને લઇને જયવિશ્વાસને મળવા આવ્યા ત્યારે જય વિશ્વાસ મિટિંગમાં વ્યસ્ત હતો. દસેક મિનિટ તેઓ વેઇટિગ રૂમમાં બેસ્યા. વેઇટિગ રૂમ પણ ખુબ જ આરામદાયક હતો. વાશ્વી તો કુમળા સોફા પર આરામથી સુઇ ગઇ. દસ મિનિટ બાદ પટ્ટાવાળો બોલાવવા આવ્યો ત્યારે સુતેલી વાશ્વીને લઇને જીવ્યા અને અધ્યય જયવિશ્વાસની કેબિનમાં ગયા. કેબિન નાનકડી પરંતુ ખુબ જ સુંદર હતી. ખુબ જ સ્વચ્છ કેબિનમાં બધી ફાઇલો વ્યવસ્થિત રીતે ગોઠવેલી હતી. જીવ્યા અને અધ્યય આવ્યા ત્યારે જય વિશ્વાસ કોઇ ફાઇલ જોવામાં વ્યસ્ત હતો. જીવ્યાના હાથમાં સુતેલી વાશ્વી જોઇને જયવિશ્વાસે તેને સોફા પર સુવડાવવા કહ્યુ. જય વિશ્વાસે ઉષ્માભર્યુ સ્વાગત કરીને તેઓને બેસવા માટે ખુરશીઓ આપી. જય વિશ્વાસના આત્મીયતાપુર્વકના વર્તનથી જીવ્યાના આત્મવિશ્વાસમાં ખુબ જ વધારો થયો.


જીવ્યાએ બેસીને કહ્યુ, “હેલો જયસર, મારું નામ જીવ્યા છે. હુ એક એન્જીનીયર છુ. પરંતુ જોબ કરતી નથી. મને નવુ નવુ જાણવાનો શોખ છે. હુ અત્યાધુનિક સુવિધાઓથી ભરપુર અને ટેકનોલોજીથી ભરપુર એક જહાજ બનાવવા માંગુ છુ. પુર જેવી આપત્તિઓથી બચવા અને પુરમાં પણ સલામત રહી શકે તેવુ શાનદાર વહાણ બનાવવા માંગુ છુ. પરંતુ મને જહાજ કેવી રીતે બનાવવુ તેનુ પુરતુ જ્ઞાન નથી હુ તમારી મદદ ઇચ્છુ છુ.” જયવિશ્વાસે,”કેવા પ્રકારની મદદ જીવ્યાજી?” જીવ્યાએ જવાબ આપ્યો, “સર, જહાજ બનાવવાના જ્ઞાન સાથે તેનુ લાયસન્સ અને પુરતા પૈસા પણ નથી. માટે હુ તમારી સાથે પાર્ટનરશીપ કરવા માંગુ છુ. આપણે પાર્ટનર બનીને એક વિશાળ જહાજ બનાવીશુ. જેથી આપત્તિ વખતે અનેક લોકોના જીવનને બચાવી શકાય.” “મેડમ તમારી વાત હુ સમજી ગયો. પરંતુ મારે શુ કરવાનુ છે એમા જરાક વિસ્તાર પુર્વક સમજાવોને.” “સર, આપના લાયસંસ હેઠળ આપણે જહાજ બનાવીશુ. તમારે મને થોડુક જ્ઞાન આપવાનુ છે અને થોડુ રોકાણ કરવાનુ છે અને આપની શાખ હેઠળ થોડીક ફાયનાન્સની વ્યવસ્થા કરી આપવાની છે. હુ સરકારને કાગળ લખી થોડાક ભંડોળની વ્યવસ્થા કરીશ. તમને થોડો ટાઇમ હોય તો હુ આપને મારુ પ્રેઝનટેશન બતાવવા માંગુ છુ. પછી તમે નિર્ણય લેજો.”જીવ્યાએ કહ્યુ. “ઓ.કે. હુ જરૂરથી પ્રેજનટેશ જોવા માંગીશ પરંતુ અત્યારે નહિ. મારે હજુ એક મિટિગ લેવાની છે. પછી સાઇટ પર જવાનુ છે. કાલે સવારે દસ વાગ્યા સુધીમાં હુ તમને કોલ કરીશ. તમે આવી જજો.” જયવિશ્વાસે કહ્યુ. “થેન્ક્યુ સર, કાલે હુ તૈયાર રહીશ. તમે કહેશો ત્યારે હુ આવી જઇશ.” જીવ્યાએ કહ્યુ.

****************************

“જીવ્યાજી, તમારા પ્રેઝન્ટેશન ખુબ જ યુનિક અને બેસ્ટ છે. પરંતુ તમને ખબર જ છે કે બિઝનેશ ને બે બાજુ હોય છે. પ્રોફિટ એન્ડ લોસ. આપણી આટલી મહેનત અને રોકાણ બાદ સકશેસ ન મળે કે કોઇ ખરીદનાર ન મળે તો મારા જેવાની કંપની બેસી જાય. યુ ક્નો વોટ આઇ મીન ટુ સે” બીજે દિવસે સવારે નવ વાગ્યે જયવિશ્વાસનો ફોન આવતા જીવ્યા નાનકડી વાશ્વીને બાજુમાં રહેતી સખીના ઘરે મુકી આવીને તેને મળવા આવી ત્યારે જય વિશ્વાસે શાંતિ પુર્વક વાત કરી. “સર, તમારી વાત હું સમજી શકુ છુ. પરંતુ મારો બેસ્ટ પ્રોજેકટ છે. તેમાં લોશના કોઇ ચાન્સ જ નથી. તમારી કંપની તો તરી જ જશે. આવા જહાજમાં અનેકની જીંદગીઓ તરી જશે.” “તમારા કોન્ફિડન્શ પર મને પુરતો વિશ્વાસ છે. પરંતુ આ ઇન્ડિયા છે. અહીં બધા મની મેઇકિંગમાં માને છે. આ રિસર્ચ અને બેસ્ટ પ્રોજેકટ પાછળ કોઇ પોતાના પૈસા નહિ રોકે. મારી એડવાઇસ તમને એ જ છે કે ગર્વરમેન્ટ રિસર્ચ સેન્ટર પર જઇ ત્યાં આનુ નાનુ મોડેલ બનાવો અને ગર્વરમેન્ટને ઇન્ટરેસ્ટ પડે તો ફાયનાંસ આપશે.” “તમને ગર્વમેન્ટના વર્ક વિશે તો ખબર જ હશે. અને મારે તેમાં વર્ક કરવુ હોત તો હું અહીં આવત પણ નહિ. તમને હજુ રિસ્કી લાગતુ હોય તો તને નોર્મલ જહાજ તરીકે તેને વેંચી શકો છો.” “વેંચનાવી વાત પછી પહેલા તે બનાવવા માટેના ફાયનાન્સની વાત છે. આવા પ્રોજેકટ પર કોણ પૈસા રોકશે? તમે ગર્વમેન્ટ સહાયની એક્સેપેટશન રાખતા હોવ તો તે આટલુ આસાન નથી.” “તમારી પુરી વાત હું સમજી ગઇ તો ફાયનાંસની વ્યવસ્થા થઇ જાય તો તમે આ પ્રોજેકટ પર કામ કરવા માંગશો?” “વાઇ નોટ હું મારી પુરેપુરી હેલ્પ કરીશ. બસ એક પ્રોબ્લેમ સોલ્વ થઇ જાય એટલે.” “ઓ.કે. તો તે પ્રોબ્લેમ સોલ્વ થઇ ગઇ સમજો.” “ઓ.કે. ગ્રેટ તો આપણે જરુર સાથે કામ કરીશુ. તમારી સાથે કામ કરવાની મને મજા પડશે.”

***********************

અધ્યય અને તેનો પરિવાર ખુબ જ રીચ હતો અને તેને ઘણા મોટા બિઝનેશમેન અને ઇટરનેશનલ લેવલ પર ઉંચી ઓળખાણ હતી એટલે જીવ્યાને બિઝનેશ માટે ફાયનાન્સ ઉભુ કરવુ એ કોઇ મોટી વાત ન હતી. પંદરેક દિવસમાં તે વ્યવસ્થા થઇ ગઇ.
“વાહ, ગ્રેટ જીવ્યા આપણી પાસે હવે ઇનફ ફાયનાન્સ છે. આપણે કાલથી જ કામ શરૂ કરી દેવાનુ છે.” જીવ્યા જય વિશ્વાસને મળવા આવી ત્યારે તેને ખુશ બનીને કહ્યુ.
“થેન્ક્યુ સો મચ સર.” “સર નહિ. જય જ કહેજો તો મને વધારે ગમશે. હવે આપણે ઘણો સમય સાથે કામ કરવાનુ છે. આ બધી ફોર્માલીટિ ન રાખીએ તો મજા આવશે.”
“ઓ.કે. શ્યોર.”

*************************

ફાયનાન્સની વ્યવસ્થા થઇ ગઇ એટલે જીવ્યા અને જય વિશ્વાસ સાથે મળીને કામ પર લાગી ગયા. અધ્યય પણ તેઓને બનતી મદદ કરવા લાગ્યો. સાત વર્ષની સખત મહેનત અને અનેક વિધ એકપરિમેન્ટ બાદ જહાજ આખરે તૈયાર થઇ ચુક્યુ હતુ. જીવ્યા અને અધ્યય અને જય વિશ્વાસ ખુબ જ ખુશ હતા.
જહાજના ફિચર્સ જ એટલા સારા હતા કે જય વિશ્વાસ હવે તે કોઇને વેચવા માંગતો ન હતો. તેમાં દરિયાના પાણીને ફિલ્ટર થઇ શકે તેવી વ્યવસ્થા હતી, ઇમર્જંસીમાં ફુડ સાચવી શકાય અને જરુર પડે તો નેચરલ ઓર્ગાનિક રીતે લેબમાં ખોરાક બની શકે અને આ બધુ બેટરીના જોરથી થઇ શકે અને તે બેટરી પણ એટલી પાવરફુલ કે વરસાદ અને વાવાઝોડામાં જહાજને સ્થિર રાખી શકે અને જરૂર પડે ત્યારે આખુ જહાજ સબમરિન બનીને દરિયાના પેટાણમાં આરામથી તરી શકે તેટલુ પાવરફુલ જહાજ આખરે તેઓએ બનાવી લીધુ હતુ. ****************************** “જીવ્યા આઇ એમ સો હેપી. આખરે આપણી મહેનત સાકાર બની છે. હવે આપણે એક લોગ ચક્કર આમાં સાથે મળીને મારી લઇએ.” “હા, ટેસ્ટિંગ તો કરવુ જ પડશે નહિ તો અંત સમયે દગો મળશે.” “યા તારી વાત 100% સાચી છે. આપણે જીવ દઇ મહેનત કરી છે. પરંતુ આપણો આ પ્રથમ પ્રયાસ કેટલો સકસેસ થશે તે રાઇડ કરીને જ ખબર પડશે. તો લેટસ ગો. તારા અને અમારા ફ્રેન્ડશ અને ફેમિલી મેમ્બર્સને ઇન્વાઇટ કરીને આપણે મુબંઇ ટુ લંદનની ટુર પ્લાન કરીએ.” “મુબંઇ ટુ લંડન!!” “હા, જીવ્યા ફસ્ર્ટ રાઇડિગ ટ્રીટ મારા તરફથી એન્ડ લંડન પાંચ દિવસની ફુલ ટુરનો ખર્ચો પણ મારા તરફથી.” “ઓહ, ધેસ્ટ ગ્રેટ. બીગ ટ્રીટ.” *************************** નક્કી કરેલા સમયે બધા “બાન્દ્રા સી ઓફિસ” પહોંચી ગયા. જીવ્યા તેના માતા પિતા, સાસુ સસરા અને તેના બધા ફ્રેન્ડસ, અધ્યયના કલિગ્સ અને ફ્રેન્ડસ, જય વિશ્વાસનુ પુરુ ફેમિલી અને ફ્રેન્ડસ બધા આ અનોખા જહાજમાં સફર કરવા માટે આવી ગયા. બધા ચિઅર્પ કરતા પોતાની આ અનોખા જહાજમાં સવાર થઇ ગયા અને મોટા વ્હીસલ સાઇન સાથે તે ઉપડી ગયુ. બધા ખુબ જ એંજોય કરતા લંડન પહોંચી ગયા અને ત્યાં પાંચ દિવસ એંજોય કરીને પરત આવી ગયા. જીવ્યા અને જય વિશ્વાસને થોડી ટેકનિકલ ખામી દેખાયી હતી. તે પરત આવીને તેઓએ સુધારી લીધી.
2057ની સાલ હતી. ઉનાળામાં ગરમી ખુબ જ વધી ગઇ હતી. આખો દેશને રેડ એલર્ટ જાહેર કરી દીધો હતો ત્યારે કોઇને ખબર ન હતી કે આ પૃથ્વીના વિનાશના પાયા બેસી ગયા છે. ચોમાસાની શરૂઆત થતા જ વરસાદે માઝા મુકી દીધી. એકવાર શરૂ થયો પછી બંધ જ ન થયો. આજે દસ મહિના બાદ તે બંધ થયો છે. વરસાદે વિનાશ વરસાવાની શરૂઆત કરી એટલે જીવ્યાને ખબર પડી ગઇ અને તેને પોતાનાથી સમાવેશ થઇ શકે એટલા લોકોને લઇને સફર શરૂ કરી દીધી. વરસાદ પુરજોરથી વરસી રહ્યો હતો. જીવ્યાના જહાજમાં બેસીને અમે નીકળી પડ્યા. મુબંઇના દરિયા કિનારેથી અમે નીકળ્યા ત્યારે એક આશા હતી કે દુનિયાના કોઇક ખુણે અમે બચી જઇશુ. પરંતુ આ તો વિનાશ હતો વિનાશ. પૃથ્વીનો વિનાશ. વરસાદે રોદ્ર રુપ ધારણ કરી લીધુ હતુ. અમે જહાજની વોટરપ્રુફ કેબીનમાં ડરતા ડરતા ધ્રુજી રહ્યા હતા. જીવ્યાએ બચવાની આશાએ પુરતો ખોરાક લીધો હતો. પરંતુ અમને તો સામે મોત જ દેખાતુ હતુ તેથી ભુખ તરસ હરામ થઇ ગયા હતા.


દિવસે દિવસે મોત નજીક આવી રહ્યુ હતુ. અમે 150 લોકો નીકળ્યા હતા. આજે 10 જ જીવિત બચ્યા છીએ. વરસાદથી હાલક ડોકલ થતી નાવના હિલોળા આજે પણ અમને ભયભીત કરી રહ્યા છે. સબમરીન બનાવીને ઉછળતા દરિયા વચ્ચેથી પસાર થતા કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા.અંતે જીવ્યાએ પોતાનો અને પોતાના પરિવારનો જીવ આપીને અમારા બધાની રક્ષા કરી છે. જીવ્યાના મૃત્યુ પર જાણે પરમાત્માના પાષાણ બની ગયેલા દિલને પીગળાવી દીધુ. જહાજ તુટતા જ અમને આ પહાડનો સહારો મળી ગયો અને દુનિયાના નાશ બાદ વરસાદ રોકાય ગયો.” કૃપ્તાબહેને પોતાની વાત પુરી કરી. “તમે લોકો ખરેખર નસીબદાર છીએ કે તમે આવી પરિસ્થિતિમાં બચી ગયા અને હવે..” પાર્દે કહ્યુ. “હવે શુ?” નીરંજના બોલી ઉઠી. “હવે તમારી પૃથ્વી તો રહેવાલાયક રહી નથી. હવે તમે અમારી સાથે અમારા ગ્રહ પર આવો તો તમારો જીવ બચી શકે.” “તમારો ખુબ ખુબ આભાર. પરંતુ અમે કેવી રીતે આવી શકીશુ?” કૃપ્તાબહેને પુછ્યુ. “તમે ચિંતા ન કરો અમે બીજા યાન બોલાવીએ છીએ અને તેમાં બેસીને તમને અમારા ગ્રહ પર સુરક્ષિત રીતે લઇ જઇશુ.” ગ્રેસે કહ્યુ. પાર્દ અને ગ્રેસે યાનમાં જઇને બીજા યાનોને સંદેશો મોકલાવ્યો અને થોડી જ વારમાં બીજા યાન આવી ગયા અને તેમાં બધાને બેસાડીને તેઓ લઇ ગયા. જીવ્યાની કુરબાની વ્યર્થ ના ગઇ. તેની હિમ્મત અને અનોખી વિચારધારાને કારણે પૃથ્વીના ભયાનક વિનાશ બાદ પણ 10 લોકો બચી ગયા હતા. ધન્ય છે આવી જીવ્યાને જેણે પોતાના નામને સાર્થક કર્યુ અને વિનાશક પરિસ્થિતિમાં પણ પૃથ્વી પરથી મનુષ્યજાતિને નામશેષ થતા બચાવી લીધી.

લેખક : રૂપેશ ગોકાણી

દરરોજ અવનવી વાર્તાઓ વ્વાચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી