જીવ્યા – પિતા પુત્રી નો પ્રેમ, સાયન્સ ફિક્સન સ્ટોરીનું મિશ્રણ વાળી વિષય પર લખાયેલ વાર્તા..

જીવ્યા 

પ્રકરણ : 1

“ગ્રેસ, ઇટસ ઓલ રાઇટ નાઉ. હવે આપણે ઉતરણ કરવુ યોગ્ય રહેશે.” ઘણાં મહિનાઓ બાદ આજે પૃથ્વી પર વરસાદ બંધ થયો હતો. ઉડતી રકાબીમાં રહેલા પરગ્રહવાસીઓને લાગ્યું કે ઉતરણ કરવું ઠીક રહેશે. છેલ્લા કેટલાય સમયથી ત્રણ ઉડતી રકાબીઓ પૃથ્વી પર ચક્કર મારતી હતી. ચારે બાજુ બસ વિનાશ જ દેખાતો હતો. કોઇ સજીવોના અવશેષો કયાંય પણ દેખાતા ન હતા. બસ વિનાશ જ વિનાશ. પાણી જ પાણી અને તેમા મનુષ્યો, પ્રાણીઓના મૃતદેહો તરતા હતા. મોટા મોટા વૃક્ષો પણ પાણીમાં તણાતા હતા. બિલ્ડીંગ, મકાન, થાંભલા જેવુ કંઇ પણ હતુ જ નહીં. એટલુ બધુ પાણી હતુ કે જોઇને ડર લાગતો હતો. ત્રણ ચાર દિવસ થી પરગ્રહવાસી ચક્કર મારી રહ્યા હતા તેને કયાંય જમીન દેખાયી ન હતી. ઉડતી રકાબી ચક્કર લગાવતી હતી અને તેમાં ગોઠવાયેલા ઓટોમેટિક કેમેરા આ વિનાશના ફોટા પાડતા હતા. પરગ્રહવાસીઓને કોઇ પણ જીવતુ હોવાની જરાય આશા ન હતી. પરંતુ વિનાશનુ કારણ અને તેમાં થયેલી હાનિ જાણવા તેઓ સતત પૃથ્વીને ફરતે ચક્કર લગાવી રહ્યા હતા. તેઓ એક ખાસ મિશનથી આવ્યા હતા. અચાનક કયાંય સળવળાટ જણાતા તેઓએ પોતાનુ યાન જરાક નીચે લીધુ તો તેઓને એક ઉંચા પર્વત પર કોઇ મનુષ્યોની ટોળી હોવાનો અહેસાસ થયો. દુરથી કંઇક નાનુ નાનુ દેખાતુ હતુ. ઓટોમેટિક કેમેરાથી ઘણા ફોટા પાડયા અને ફોટા પર થોડી મનુષ્ય આકૃતિઓ હોય તેવુ લાગતુ હતુ.


“પાર્દ, લાગે છે કોઇ જીવિત છે.” ગ્રેસ નામના પરગ્રહવાસીએ કહ્યુ. “ઇમપોસીબલ, આટલા ભયાનક વિનાશ બાદ કોઇ બચી જ ન શકે?” પાર્દને આટલા વિનાશ જોઇને વિશ્વાસ આવતો ન હતો કે કોઇ જીવિત પણ હોય શકે છે. એટલે તેને ફોટો જોઇને પણ વિશ્વાસ ન આવતો હતો.

“ચાલો, આપણે ત્યાં ચેક કરી લઇ?” ગ્રેસે ફરીથી કહ્યુ. “હા, ચાલો જોઇ આવીએ તે કોઇ પહાડ જેવુ લાગે છે જયાં જીવિત હોય તેવુ લાગે છે.” પાર્દની વાત સાંભળી ગ્રેસેએ યાનને ઉતરણ માટે નીચે લીધુ અને તેમનુ એક યાન નીચે ઉતર્યુ અને બાકી બધા ફરતે ચક્કર લગાવી આગળ તપાસ કરવા ગયા. યાન ધીરે ધીરે ઉતર્યુ. પહાડ પર રહેલા લોકો કુતુહલવશ એકઠા થયા અને થરથર ધ્રુજવા લાગ્યા કે વિનાશ બાદ આ કઇ આપત્તિ આવી પડી? તે વિચારે જ તેમને ભયભીત કરી મુક્યા ત્યાં તો યાનનો દરવાજો ખુલ્યો. તેમાંથી વિચિત્ર યાંત્રિક મનુષ્યો નીચે ઉતર્યા. અત્યંત આધુનિક મનુષ્ય આકૃતિ જેવા રોબોટો ધીરે ધીરે નીચે ઉતરી એકઠા થયેલા મનુષ્યો પાસે આવ્યા.

“કેમ છો?” ગ્રેસે નીચે ઉતરીને બધા પાસે આવીને કહ્યુ. એક રોબોટ જેવી વ્યક્તિએ મનુષ્ય જેવા અને ગુજરાતી ભાષા બોલતા જોઇ બધા આશ્ચર્યમાં મુકાય ગયા. અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા.

થોડીવાર થઇ એટલે નીરંજનાથી રહેવાયુ નહિ અને તેને “તમે કોણ છો? કયાંથી આવ્યા છો? શુ કરવા આવ્યા છો? તમને ગુજરાતી કેમ આવડે છે? તમને કેમ ખબર પડી કે અમે ગુજરાતી છીએ?” જેવા એકસામટા પ્રશ્નોનો મારો ચલાવ્યો. બધા હજુ તેઓને જોઇ ખુબ જ ડરી રહ્યા હતા અને તેમનાથી દુર દુર જઇ રહ્યા હતા. એક યાંત્રિક મનુષ્યે પાર્દે, “શાંત થા બેટા” એવા ઉષ્માભર્યુ સંબોધન કર્યુ ત્યારે ટોળાનો ભય થોડોક ઓછો થયો.

બીજા યાંત્રિક મનુષ્યે ગ્રેસે નીરંજનાના પ્રશ્નનના જવાબમાં જણાવ્યુ કે, “તમારી આકાશગંગાથી હજારો પ્રકાશ વર્ષ દુર આવેલા યેલ નામના ગ્રહ પરથી અમે આવ્યા છીએ. અમને પૃથ્વી પર થયેલા ભયાનક વિનાશની ખબર પડી આથી તેની તપાસ માટે આવ્યા છીએ. અમારા ગ્રહ પર રહેલા વૈજ્ઞાનીઓએ અમને બનાવ્યા છે અને અહીં મોકલ્યા છે. અમારી રચના એવી રીતે કરવામાં આવી છે કે બ્રહ્માંડમાં વસતા કોઇ પણ સજીવના દેખાવ અને વર્તણુક પરથી તેની ભાષા કઇ છે તે જાણી શકીએ છીએ અને તે બોલી પણ શકીએ છીએ.” એકદમ શાંતિપુર્ણ અને ઉષ્માપુર્ણની તેમની વાતચીત પરથી ટોળાનો ભય સદતર દુર થઇ ગયો. તેઓ થોડીકવાર માટે વિનાશને પણ ભુલી ગયા અને એકદમ શાંત થઇ તેઓની વાત સાંભળવા લાગ્યા. યાંત્રિક મનુષ્ય ગ્રેસે પોતાની વાત આગળ ચલાવતા જણાવ્યુ કે અમે ઘણા મહિનાથી પૃથ્વીથી દુર ચક્કર લગાવી રહ્યા છીએ. ભયંકર વરસાદ અને તોફાન લગભગ ઘણા મહિનાથી પડી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ આ બધુ શાંત થયુ. આથી અમે પૃથ્વીની નજીક આવ્યા અને અમે જોયુ કે બધે વિનાશ જ છે. વિકસિતમાં વિકસિત રાષ્ટ્રો નાશ પામ્યા છે. વિશાળ અને મજબુત જહાજો, વિમાનો, વહાણો, બિલ્ડીંગ બધુ જ નાશ પામ્યુ. તમે થોડાક ગુજરાતી કેવી રીતે બચી ગયા તે વાત અમને આશ્ચર્યમાં મુકી રહી છે. કૃપા કરીને અમને તમારા બચી જવા પાછળનુ રહસ્ય જણાવશો?” નીરંજનાએ ઓચિંતા વચ્ચેથી પુછ્યુ, “અમે તમને જણાવીશુ પહેલા અમને કહેશો કે આજે તારીખ કઇ છે? વિનાશની ત્રાસદીમાં અમે સમય, સ્થળ, તારીખનુ ભાન ભુલી ગયા છીએ.” “તમારા કેલેન્ડર મુજબ આજે 10મી એપ્રિલ 2058ની સાલ છે.” યાંત્રિક મનુષ્ય ગ્રેસે કહ્યુ. નીરંજના તારીખ સાંભળી એકદમ અચંબિત બની ગઇ અને બોલવા લાગી કે, “દસ મહિના વિતી ગયા!!!!!!!!!!!! બાપ રે ! ખરેખર અમને પણ આશ્ચર્ય થાય કે અમે જીવિત છીએ. દસ મહિના સુધી સતત વરસતા વરસાદ અને પાણીના વિરાટ પુર વચ્ચે અમે જીવિત છીએ.” “હા, એ ખુબ જ આશ્ચર્યની વાત છે. તમે લોકો આવી ત્રાસદી બાદ પણ જીવિત છો.” પાર્દ નામના યાંત્રિક માનવે કહ્યુ.

“કોઇ પણ બચી શક્યુ નથી ત્યારે તમારા જીવિત હોવાનુ કારણ અમને જણાવશો?” ગ્રેસે પણ પુછ્યુ. “ઓહ, પણ તમે શા માટે બધુ જાણવા માંગો છો? પૃથ્વી પર શા માટે આવ્યા છો?” ચંદને પુછ્યુ.

“અમે પૃથ્વી પર થયેલી વિનાશ અને તેના કારણો અને તેના બચવાના ઉપાયો જાણવા માટે આવ્યા છીએ. તમારી પાસે હોય તેવી માહિતી અમને આપશો?” યાંત્રિક મનુષ્યો ખુબ જ ઉષ્માપુર્ણ રીતે વાત કરી રહ્યા હતા અને આજે તેઓને તેમની મદદની જરુર હતી. હવે તે જ તેમની આશા હતી. આથી તેમને બધુ કહેવાથી ફાયદો હતો. જેથી તેઓ તેમને કોઇ મદદ કરી શકે. બધા આ વસ્તુ સમજી શકતા હતા. તેઓ માત્ર દસ લોકો હતા. દુનિયામાં બીજુ કોઇ હોય તેવુ લાગતુ ન હતુ.

“હા, ઘણો લાંબા સમય બાદ પણ અમે જીવિત છીએ. આનો બધો શ્રેય એક નિર્મળ, સુંદર, બુધ્ધિશાળી, ચકોર અને બહાદુર એવી જીવ્યાને જાય છે. જીવ્યા જેનુ નામ લેતા જ રોમાંચ અને અહોભાવ પ્રગટી ઉઠે છે.” ચંદન એકદમ બોલી ઉઠયો.

“જીવ્યા!! કોણ જીવ્યા? અને તેણી એકલીએ કંઇ રીતે તમને બધાને બચાવી લીધા અમને વિસ્તાર પુર્વક જણાવશો. ખુબ જ આશ્ચર્યજનક છે કે કોઇ એક વ્યક્તિના હિસાબે તમે બચી ગયા. અમને બધુ જાણવુ છે.” ગ્રેસે આશ્ચર્યચકિત થઇને પુછ્યુ. વડીલ એવા કૃપ્તાબહેન બોલ્યા કે, “જીવ્યા વિશે હું તમને સંપુર્ણ હકીકત જણાવીશ. તે મારી ખાસ સખી હતી અને તેમની જીવનકથની વિશે મેં પુસ્તક પણ લખ્યુ હતુ. આથી હું તમને જણાવીશ કે ખરેખર શુ બન્યુ હતુ.”

“વાહ, તમે આખી વાત જાણાવો.” પાર્દે કહ્યુ. “ઇ.સ. 2016માં એક પંજાબી યુવાનને ગુજરાતના રાજકોટ શહેરમાં બેંક ઓફ બરોડા માં બેન્ક મેનેજર તરીકે નોકરી મળી. તે પોતાનુ વતન અને ઘર છોડીને રાજકોટમાં એક પરિવારમાં ઘરે ભાડે રહેવા આવ્યો. તે યુવાનનુ નામ મિત કૌર હતુ. જે પરિવારમાં તે ભાડે રહેતો હતો. તેમાં પતિ- પત્ની અને બે બાળકો હતા. પતિને પોતાની ઘરની દુકાન હતી. પત્ની હાઉસવાઇફ અને તેનો દીકરો એમ.બી.એ ભણે અને દીકરી રચના સાયન્સ કોલેજ પુર્ણ કરી પી. એચ.ડીનુ ભણતી હતી. ભાડે રહેતી મિત કૌર સાથે રચનાની આંખ મળી ગઇ અને લગ્ન કરવાનુ નક્કી કર્યું. સમજુ માતા પિતાએ બંન્નેના ફૈસલા પર સંમતિ આપી દીધી અને 18મી સપ્ટેમ્બર 2018ના રોજ બંન્નેના લગ્ન થયા. લગ્ન બાદ બે મહિના પછી રચનાને સુરતની વી.બી.શાહ સાયન્સ કોલેજમાં નોકરી મળી. આથી રચના ત્યાં રહેવા ગઇ અને છ મહિના બાદ મિત કૌરને પણ બઢતી મળતા તે સૂરત રહેવા ગયો. આમ બંન્ને પતિ પત્ની સુરત સ્થાયી થઇ ગયા. બંન્ને પતિ પત્ની સુખેથી રહેવા લાગ્યા. આ સુખી પરિવારમાં 28મી માર્ચ 2020ના રોજ જીવ્યાનો જન્મ થયો. પ્રતિભાવાન માતા અને બુધ્ધિશાળી પિતાએ જીવ્યાના જન્મ પછી બીજુ બાળક ન કરવાનો નિર્ણય લીધો અને જીવ્યા એક માત્ર સંતાન બની રહી અને લાડકોડ અને સમજદારી સાથે જીવ્યા મોટી થવા લાગી. નાની ઉંમરમાં જ તેનામાં જીજ્ઞાસા અને ધગશના ગુણ દેખાવા લાગ્યા. નાનપણમાં જ તેની પ્રતિભા દેખાવા લાગી. શિક્ષકને અટપટા પ્રશ્નો પુછી તે મુઝંવી દેતી. અભ્યાસ ઉપરાંત નેટ પરથી પણ તે વિવિધ જ્ઞાન મેળવતી અને તે પોતાની વય કરતા કયાંય આગળ પ્રતિભા ધરાવતી હતી. જીવ્યા નાનપણથી ખુબ જ બુધ્ધીશાળી હતી. હજારોમાં એક હતી. લોકો તેને ગિફટેડ ચાઇલ્ડ કહેતા હતા. આમને આમ તે ધીરે ધીરે તે મોટી થવા લાગી. *************************** ઓહ, પૃથ્વીનો વિનાશ! વિનાશક પુરમાં કેટલાક લોકો બચી. કેમ બની શક્યુ? આ જીવ્યા કોણ છે? તેને કંઇ રીતે બધાને બચાવ્યા? અને તે કયાં ગઇ અત્યારે? શું બન્યુ? કાંઇ ખબર પડતી નથી.

16 વર્ષની ઉંમરે તો જીવ્યા નવી નવી શોધો કરવા લાગી. કમ્પ્યુટરમાં તેને એક નવો સોફટવેર બનાવ્યો. જેના દ્રારા તમારા મનમાં ખાલી વિચાર કરો અને તેની એક માહિતી બની જાય. તે ઉપરાંત સ્માર્ટ ફોનમાં પણ ખુબ જ લાંબો સમય ચાલે તેવી બેટરી બનાવી, પાણીમાં ચાલી શકે તેવી મોટરકાર બનાવી. આમ નાની મોટી અનેક શોધો કરી. તે સદા એકટિવ રહેતી. નવી નવી શોધો કરતા કરતા પણ તે ભણવામાં પણ અગ્રેસર રહેતી હતી. ધોરણ 12 સાયન્સ પછી તેના માતા પિતાની ઇચ્છા હતી કે તે વિદેશ જાય. પરંતુ જીવ્યા જેનુ નામ તેના માતા પિતાને કહી દીધુ કે વિદેશ ભણવાથી કાંઇ પ્રતિભા આવી જતી નથી. ગામડામાં ભણેલ વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ સ્થાન મેળવી શકે છે. આથી તેને અમદાવાદ જઇ એંજિનિયરીંગ ભણવાનુ નક્કી કર્યુ. લાડલી દીકરીના વિચારો જાણી માતા પિતા પ્રભાવિત થઇ ગયા અને તેને અમદાવાદ મોકલવા રાજી થઇ ગયા. જીવ્યા અમદાવાદ ભણવા જતી રહી. અભ્યાસમાં ખુબ જ તેજ જીવ્યા સરળતાથી આગળ વધવા લાગી. અભ્યાસ પુર્ણ થતા ઘરે આવવાનો સમય થયો એટલે તેના માતા પિતા ખુબ જ રાજી હતા. દીકરીના આગમનની તેઓ એ ખુબ જ તૈયારી કરી રાખી હતી.

“રચુ, આજે જીવ્યા ઘરે આવવાની છે. તે હવે આપણી સાથે જ રહેશે એટલે મેં આજે એક ગ્રાંડ પાર્ટી રાખી છે સાંજે.” મિત કૌરે સવારમાં જ ઉઠતા જ કહ્યુ. “અરે તમે બહુ ખુશ છો. પણ તે કયારે આવશે અહીં?” “બે દિવસ પહેલા જ આપણે તેની સાથે વાત કરી ત્યારે તેને કહ્યુ હતુ ચાર વાગ્યા સુધીમાં આવી જશે.” “આજે તે ખુબ જ થાકેલ હશે. શું યાર તમે આજે જ પાર્ટી ઓરગેનાઇઝ કરી લીધી. દીકરીને શ્વાસ તો લેવા દો ઘરમાં થોડો ટાઇમ. ભારે ઉતાવળા તમે.” “અરે યાર, આપણી દીકરી કોઇ સામાન્ય નથી. તેનુ અત્યારે જ સોશિયલ ગ્રુપ બહુ મોટુ છે. તેના ફ્રેન્ડસ અને આપણા રિલેટીવસ એંડ ફ્રેન્ડસ બધા તેને વેલકમ પાર્ટી આપવા માંગે છે. સો આજે જ રાખી છે.” મિત કૌરે ખુબ જ હરખાતા કહ્યુ. પતિ પત્ની આજે ખુબ જ ખુશ હતા. તેને પોતાની એકની એક લાડકી દીકરી સાથે અઠવાડિયા સુધીના બધા પ્રોગ્રામ બનાવી લીધા હતા. તેનો હરખ સમાતો ન હતો. મિત કૌરે તો ખાસ આજે રજા રાખી હતી. તેની લાડકીના વેલકમ માટે. તે તો અમદાવાદ તેને તેડવા પણ જવાના હતા. પરંતુ, જીવ્યાએ જ ના પાડી કે તે પોતાની ફ્રેન્ડસ સાથે આવી જશે.

નવ વાગ્યે તૈયાર થઇ રચના કોલેજે જવા નીકળી ત્યારે અચાનક તેના ફોનમાં રીંગ વાગી. તેને ઘરમાં જ ઉભા રહીને ફોન પીક અપ કર્યો. “હેલો, મમા પ્લીઝ ગીવ મી અ ફેવર. તમે કાલે મુંબઇ આવજો ને.” “મુબંઇ!!!! બટ વાય જીવ્યા? તું આજે અહીં આવવાની છો ને?” જીવ્યાનુ નામ સાંભળી મિત કૌર પણ રચના પાસે આવ્યા. “મમા, પ્લીઝ તમે આવો ને પછી હું બધુ સમજાવી દઇશ.” હજુ આટલુ બોલી ત્યાં મિત કૌરે રચનાના હાથમાંથી મોબાઇલ લઇને સ્પીકર પર રાખીને કહ્યુ. “બેટા, મુબંઇ શુ કામ છે? તુ પહેલા અહીં આવ ને. પછી આપણે બધા સાથે જ મુબંઇ જઇશું.” “પપ્પા, તમે એકવાર અહીં આવોને પછી સાથે જ બધા આવી જ્ઇશું” “ઓ.કે. અમે કાલે સવારની ફલાઇટમાં આવી જઇશુ.” દીકરી જીદ સામે કોઇનુ ચાલતુ નથી.

“આ છોકરી પણ યાર કમાલ છે. બહુ જ સરપ્રાઇઝ આપવાની ટેવ છે. હવે શું હશે નવુ?” રચનાએ ફોન કટ કરીને કહ્યુ.

“રચુ, તુ કોલેજ પર જા. તારે મોડુ થાય છે. હુ સવારની ફલાઇટની ટિકિટ બુક કરાવુ છુ એન્ડ પાર્ટી પોસ્ટ પોંડ કરાવુ છુ.” “ઓ.કે. બાય.” કહીને રચના નીકળી ગઇ. ********************************
બીજે દિવસે સવારે તેઓ ફલાઇટમાં મુબંઇ પહોંચી ગયા. અને જીવ્યાએ કહ્યા અનુસાર “હોટેલ બ્લુ ડાયમંડ”માં આવી ગયા. જ્યાં જીવ્યાએ તેના માટે અગાઉથી જ રૂમ બુક કરાવી રાખ્યો હતો. તેઓ થોડી વાર ફ્રેશ થયા ત્યાં જ ડોર બેલ વાગ્યો. દરવાજો ખોલતા જ જીવ્યા સાથે કોઇ એકદમ યંગ અને હેન્ડસમ છોકરો હતો. બંન્ને અંદર આવ્યા. “મમા પપા, સોરી તમને એકદમથી અહીં બોલાવી લીધા એકચ્યુલી તમને એક સરપ્રાઇઝ આપવાની હતી.” જીવ્યાએ પલંગ પર બેસતા કહ્યુ. તેની સાથેનો તેનો ફ્રેન્ડ ચેર પર બેસી ગયો. “સરપ્રાઇઝ!!” રચનાએ આશ્ચર્યથી કહ્યુ.

“હા, મોમ મીટ માય બોય ફ્રેન્ડ અધ્યય. હું અને અધ્યય અમદાવાદ સાથે સ્ટડી કરતા હતા. વી લવ ઇચ અધર.” “લવ!” હવે આશ્ચર્યનો વારો મિત કૌરનો હતો. પિતા ગમે તેવા સ્ટ્રોગ હોય દીકરીના લગ્ન વખતે ફુલ જેવા નરમ બની જાય છે અને જયારે નાની વયની દીકરી પ્રેમની વાત કરે છે. ત્યારે પિતા તેમા હજારો ખામી શોધીને પોતાની દીકરીને વધારે સમય પાસે રોકી રાખવા પ્રયાસો કરતા હોય છે.

“હા, પાપા હું અમદાવાદ આઇ. આઇ. એમમાં એમ.બી.એનુ સ્ટડી કરતો હતો અને જીવ્યા એન્જીયર કોલેજમાં. ઘણાં બધા સ્ટુડન્ટ પ્રોગ્રામમાં અમે મળતા હતા અને તેમાંથી અમે બંન્ને ફ્રેન્ડસ બની ગયા અને આ ફ્રેન્ડસીપ કયારે પ્રેમ પરિવર્તિત બની ગઇ અમને ખબર જ ન પડી.” અધ્યયએ કહ્યુ. “ઓ.કે બટ અત્યારે કેમ ઓંચિતા અમને અહીં બોલાવ્યા?” રચનાએ પુછ્યુ. “મોમ, અધ્યય મુબંઇમાં રહે છે અને તેના પેરેન્ટ્સ આજે યુ. એસ.એ. જવાના છે. સાંજની ફલાઇટમાં. તો તેની ફેરવેલ પાર્ટીમાં અમારી એગ્જેમેન્ટ રાખી છે. સો ઓચિંતા બોલાવ્યા.” જીવ્યાએ કહ્યુ. “બેટા, તે પહેલા અમને કેમ કાંઇ જણાવ્યુ નહિં? તો અમે પણ થોડી પ્રિપેરેશન કરી શકત.” મિત કૌરે કહ્યુ.

“પપા, અમને પણ ખબર ન હતી આ બધી. અમારા માટે પણ સરપ્રાઇઝ છે અને તમારી જેમ અધ્યયની ફેમિલિને પણ અમે કાંઇ કહ્યુ ન હતુ. પરંતુ તેના મોટા ભાઇ વિકાસે બધુ જાણી લીધુ અને અમારા માટે સરપ્રાઇઝ રાખી દીધુ. કાલે જ અમને ખબર પડી એટલે તમને ફોન કર્યો.” “બેટા કાલે તો કહી દેવાય ને તો અમે કાંઇક સરખી તૈયારી કરી શકત.” રચનાએ કહ્યુ.

“મમા એમા શુ તૈયારી કરવાની હોય. તમારા માટે ડિઝાનર ક્લોથ અને બધુ પાર્ટીમાં રેડી જ છે. ખાલી આપણે ત્યાં જવાનુ જ છે. અમારી સાથે તમને પણ સરપ્રાઇઝ આપી દીધી.” “ઓ.કે બેટા. અધ્યય તારી ફેમિલી વિશે તો અમને કહે. હવે આપણા રિલેશન બનવા જઇ રહ્યા છે.” મિત કૌરે કહ્યુ.

“અમે મુબંઇ બોરીવલીમાં રહીએ છીએ. ફેમિલીમાં અમે મમી પપ્પા અને હું જ છીએ. મોટા ભાઇ ભાભી ડોકટર છે અને તેઓ બાન્દ્રામાં રહે છે. મમ્મી પપ્પા યુ.એસ. જઇ રહ્યા છે અને બહુ જલ્દી ભાઇ ભાભી પણ ત્યાં શિફ્ટ થઇ જશે.” “અને બેટા તારે પણ યુ.એસ.એ જવાનો પ્લાન છે?” રચનાએ પુછ્યુ. “ના, હું અને જીવ્યા અહીં જ રહેવા માંગીએ છીએ. મુબંઇમાં જ. મને વિદેશનો જરાય મોહ નથી મારા માટે તો અહીં જ બધુ છે.”

“વાહ, ગ્રેટ થિકિગ.” મિત કૌરે કહ્યુ. “પપા, અધ્યયને જરાય દેખાદેખી અને ખોટા નો શોખ નથી. હી ઇઝ એસ સિમ્પલ એઝ અવર ફેમિલી.” “નાઇસ ચોઇસ.” રચનાથી અનાયાસે બોલી જવાયુ.

**********************************

સાંજે અધ્યયના મમ્મી પપ્પાના વિદેશ જવાની ખુશીમાં ગ્રાન્ડ પાર્ટી રાખવામાં આવી. જેમાં જ જીવ્યા અને અધ્યયની એન્ગેજમેન્ટ પણ થઇ ગઇ. અધ્યય ખુબ જ સંસ્કારી અને સુશીલ છોકરો હતો અને તેનુ ફેમિલી પણ રીચ અને સંસ્કારી હતુ. તેના પરિવારને મળીને મિત કૌર અને રચનાને તેની દીકરીની પસંદગી પર ખુબ જ ગર્વ થયો. પાર્ટી ખુબ જ ગ્રાન્ડ હતી. આવી ભવ્ય પાર્ટી મિત કૌર અને રચનાએ કયારેય જોઇ ન હતી. તેઓ નોકરીયાત વર્ગ અને તેને આવા રીચ ફેમિલીનો કોંટેક ન હતો. શાનદાર હોટેલનુ ડેકોરેશન જ લાજવાબ હતુ. મોટા હોલમાં પાર્ટી હતી અને દરેકને પર્સનલ રૂમ આપવામાં આવ્યા હતા. જેમાં સૌનો ચેન્જિંગ અને કમફર્ટ માટેનો સામાન હતો. બહાર ખુલ્લા મેદાનમાં જમવા માટેની લોટસ ઓફ આઇટમસ હતી. ખુબ જ ગ્રાન્ડ પાર્ટી હતી.

**********************

“લેડીસ એન્ડ જેન્ટલ મેન આજકી ઇઝ શાનદાર પાર્ટીમે એક સરપ્રાઇઝ ભી હે આપ સબ કે લિયે.” અધ્યયના મોટા ભાઇ વિકાસે માઇક પર એનાઉન્સ કર્યુ ત્યારે બધા તાળીઓથી વધાવી લીધુ. “યસ્સ, વન બિંગ સરપ્રાઇઝ.”
“બસ બતાભી દો યાર.” અધ્યયના કઝિન બ્રધર સોહમે નીચેથી કહ્યુ. “યા, આજ મેરે એક લોટે ભાઇ અધ્યય કી એગજેમેન્ટ હે. મિત એન્ડ રચના કૌરકી એક લૌટી બેટી જીવ્યા કે સાથ હૈ.”
“વાઉ” કહેતા બધાએ તાળીઓના ગળગળાડ સાથે વિકાસના એનાઉન્સમેન્ટને વધાવી લીધુ.
સગાઇ વિધિ પુરી કરીને મિત કૌર અને રચના હોટેલ રૂમ પર આવી ગયા. જીવ્યા થોડી વાર બાદ આવવાની હતી. “રચુ, દીકરીઓ કેટલી ઝડપથી મોટી થઇ જાય છે.” “હા, હમણાં પા પા પગલી કરતી આપણી દીકરીને કયારે પાંખો આવી ગઇ કાંઇ ખબર જ ન પડી.” “આપણી ચકલી હમણાં ઉડીને જતી રહેશે.” મિત કૌરને વાત કરતા કરતા આંખમાં પાણી આવી ગયા. ત્યાં જ દરવાજો ખોલીને જીવ્યા આવી. “પાપા, તમારી ચકલી કયાંય ઉડીને જવાની નથી. સદાય તમારી પાસે જ રહેશે.” રચના અને મિત કૌર જીવ્યાને વળગી પડયા.

****************************************

બીજે દિવસે જીવ્યા થોડા સમય માટે મુબંઇ રોકાય ગઇ અને જીવ્યાના માતા પિતા બીજા દિવસે રવાના થઇ ગયા. ઘરે આવીને દરવાજો ખોલીને સોફા પર બેસતા મિત કૌરની આંખ ભીની થઇ ગઇ, “મારી લાડલી કયારે મોટી થઇ ગઇ મને તો કાંઇ ખબર જ ન પડી?”

“મિત, તે કયાં હમેંશા માટે જાય છે? મન થાય ત્યારે તેની પાસે જતા રહીશુ. વધારે યાદ આવશે તેની પાસે જ રહેવા જતા રહીશુ. દીકરીને ખુબ જ સારુ સાસરુ મળ્યુ છે તેના માટે આપણે ખુશ થવુ જોઇએ. તેને હવે ત્યાં પોતાના કામ માટે ઘણી સ્વતંત્ર્તા મળી રહેશે. આપણે હવે ખુશ થવુ જોઇએ.” “હા, રચુ તારી વાત સાવ સાચી છે. પરંતુ દીકરીની વિદાય ખુબ જ કપરી હોય છે.” “હજુ વિદાય ક્યાં કરી છે? ચાલો સરપ્રાઇઝ પાર્ટીની તૈયારી કરો કાલે તો જીવ્યા આવી જશે.”
“હા, એ તો સાવ ભુલાય ગયુ.” ઓચિંતા પાર્ટીની યાદ આવતા મિત કૌર ઉભા થયા અને ફોન લઇને પાર્ટી માટેની તૈયારી કરવા લાગ્યા.

************************

સગાઇ બાદ એક દિવસ તેના ફ્રેન્ડ કમ ફિયાંસ અધ્યય સાથે ફરીને બીજે દિવસે બપોરે જીવ્યા સુરત આવવા નીકળી ગઇ. તે બસમાંથી ઉતરીને સીધી પોતાના ઘરે આવી ત્યારે ઘરનો દરવાજો બંધ હતો. થોડીવાર ઘર પાસે ઉભી ત્યાં તો બાજુવાળા રંજન માસી ચાવી આપી ગયા. ચાવી લઇને દરવાજો ખોલી જીવ્યા અંદર ગઇ. “મમા પાપા કેવા છે? ઘણા સમયે હું ઘરે આવી તો પણ ક્યા જતા રહ્યા? એવુ શુ જરૂરી કામ હશે?” બબડતી સોફા પર બેસી રિમોટથી ટી.વી. ઓન કરી ટી.વી. જોવા લાગી ત્યાં મોબાઇલમાં રીંગ વાગી, “હાય, જાનુ પહોંચી ગઇ?” “યા, બટ તારી યાદ ખુબ જ આવી રહી છે.” બંને પ્રેમી પંખીડા કયાંય સુધી વાતો કરતા રહ્યા સમયનુ ભાન જ ન રહ્યુ. સાંજે સાડા સાત વાગ્યે ઘરના ટેલિફોનમાં રીંગ વાગી એટલે જીવ્યાએ અધ્યય સાથે વાત ટુંકાવીને ઘરનો ફોન ઉપાડયો.

“બેટા, તારો ફોન કયારનો બીઝી આવે છે. ચાલ હવે તૈયાર થઇ જા અને હોટેલ બ્લુ મુન પર આવી જા.’ “મમા, અત્યારે હોટેલ પર?” “હા, તું આવી જા ને યાર બધા સવાલ જવાબ પછી કરજે.”

વધુ આવતા અંકે…………………………………………

લેખક : રૂપેશ ગોકાણી

આગળનો પાર્ટ વાંચવા કેટલા આતુર છો કોમેન્ટમાં જરૂરથી જણાવજો..

ટીપ્પણી