આજે સાંજે વધેલી રોટલીમાંથી બનાવો ટેસ્ટી ટેસ્ટી રોટી નુડલ્સ.

રોટી નૂડલ્સ

નૂડલ્સના નામથી જ નાના અને મોટા બધાના મોમાં પાણી આવી જાય છે.. ખાસ કરી ને બાળકો ને તમે બહારની નૂડલ્સ રોજના આપી શકો ..એટલે હવે આજથી આ હેલ્થી ઝટપટ નૂડલ્સ જરૂરથી ટ્રાય કરો અને બાળકો ને નાસ્તામાં આપો.

આપણા ઘરે જ્યારે રોટલી વધે ત્યારે આપણે શું નવું કરવું એવું જ વિચારતા હોય છે.

આજે હું રોટી નુડલ્સની રીત લાવી છું. જે જોઈ ને બાળકોને તો મજા પડી જશે અને મોટા ને પણ બહુ ભાવે એવી સ્વાદિષ્ટ નૂડલ્સ બનાવો આ રીત જોઈ ને.

10 મિનીટ પણ નથી લાગતી બનાવવામાં એટલે આજે જ બનાવો.

રોટી નૂડલ્સની સામગ્રી:-

3-4 નંગ રોટલી,
1/4 કેપ્સિકમ લાંબા સમારેલા,
1/4ગાજર લાંબા સમારેલા,
1/4 ડુંગળી ની રિંગ કરી ને કટકા કરેલી,
1ચમચી સોયા સોસ,
1/2 રેડ ચીલી સોસ,
1 ચમચી તેલ,
1/4 ચમચી જીરું,
ચપટી હિંગ અને હળદર,
મરચું અને મીઠું સ્વાદાનુસાર,

રીત:-

સૌ પ્રથમ રોટલી ને રોલ કરી ને ફોટા માં દેખાડ્યા મુજબ લાંબી કાપી લો.


હવે એક કડાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે જીરું, હિંગ અને હળદર ઉમેરો. પછી તેમાં સમારેલા કેપ્સિકમ, ગાજર, ડુંગળી ઉમેરો. તેજ આંચ પાર 1 મિનિટ માટે સાંતળો.

 

પછી તેમાં સોયા સોસ અને રેડ ચીલી સોસ નાખી ને મિક્સ કરો.

પછી રોટી ની નૂડલ્સ નાખી મીઠું અને લાલ મરચું ઉમેરો અને હળવા હાથે બધું મિક્સ કરી ને કોથમીર થઈ ગાર્નિશ કરી ને ગરમ ગરમ સર્વ કરો.

નોંધ:-

તમને ગમતા કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો.  મારી પાસે રેડ કેપ્સિકમ હતું એટલે ઉમેર્યું છે એ ના હોય તો પણ ચાલે. રોટી ને બહુ ધ્યાન થી મિક્સ કરો જેથી તૂટી ના જાય.

મરચું જોઈ ને ઉમેરો કેમકે રેડ ચીલી સોસ પણ તીખો હોય છે.

તમે સોયા સોસ અને ચીલી સોસ ના હોય તો તમે તીખો કૅચઅપ પણ નાખી શકો છો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી