“રોટી નાચોઝ વીથ સાલસા” માણો મેક્સિકન-વાનગીની-મજ્જા!

રોટી નાચોઝ વીથ સાલસા

* સામગ્રી :

* ટ્રાયગલ શેપ મા કાપેલી રોટલીઓ
* ચાટ મસાલો
* સાલસા માટે
* એક કપ બારીક સમારેલા ટામેટા ( બીયા કાઢી નાખવા )
* અધૉ કપ બારીક સમારેલા કેપ્સિકમ
* ૨ બારીક સમારેલા લીલા મરચા
* ૧/૨ ટી સ્પૂન લાલ મરચુ
* ૩ ચમચા ટામેટો સોસ
* ૧ ચમચો રેડ ચીલી સોસ
* કોથમીર બારીક સમારેલી
* છીણેલુ ચીઝ ( ૨ ક્યુબ )
* તેલ

* રીત :

– સો પ્રથમ રોટલી ઓને કડક તળી લેવી અને તેના પર ચાટમસાલો છાટી દેવો.
– હવે એક બાઉલ મા સાલસા ની બધી સામગ્રી ભેગી કરી તેને થોડીવાર ફીઝ મા મૂકવુ.
– ત્યારબાદ એક પ્લેટ લઇ તેમા પહેલા નાચોઝ મુકવા પછી તેના પર સાલસા સ્પેડ કરવુ છેલ્લે ચીઝ નાખવુ.આજ રીતે ફરી તેના પર એવુજ લેયર કરવુ .અને આ પ્લેટ ને ૨ મિનિટ માટે માઇક્રોવેવ મા મૂકી માઇક્રો કરવુ.
– હવે આ રોટલી નાચોઝ વીથ સાલસા સવૅ કરવુ.

નોંધ : આ ડીશ માટે રોટલી સવાર ની હોય તો ચાલે.

રસોઈની રાણી – કાજલ શેઠ (મોડાસા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી

 

ટીપ્પણી