રોટલાનું વઘારીયું – જો જમ્યા પછી રોટલો વધ્યો છે તો છોડો ચિંતા ને બનાવો આ ટેસ્ટી વધારીયું

રોટલાનું વઘારીયું

જમ્યા બાદ રોટલી કે રોટલા જો વધી પડે એટલે આપણે ગૃહિણીઓને ટેન્સન કે હવે આ વધેલા ખોરાકનું શું કરવું?
જો જમવા સમયે રોટલા વધ્યા હો યતો આ રીતે બનાવો રોટલાનું વઘારીયું ઘરના બધાં આંગળા ચાટતા રહી જાસે.
તો ચાલો બનાવીએ,

અહીં મે એક રોટલાનું વઘારીયું બનાવ્યું છે.

સામગ્રી:

• ઠંડા રોટલા,
• ૧ ટમેટુ મોટું,
• ૧/૨ કળી લસણ,
• ૧ વાટકી દહીં,
• ૩/૪ મીઠા લીંબડાનાં પાન,
• થોડીક ઝીણી સમારેલી કોથમીર,
• ૧ ચમચી લાલ મરચું,
• અડધી ચમચી હળદર,
• પા ચમચી હિંગ,
• મીઠું સ્વાદઅનુસાર,
• થોડાક રાઇ-જીરું,
• વઘાર માટે તેલ,

રીત:
૧ એક લોયામાં તેલ ગરમ મુકીને રાઇ-જીરુંનો વઘાર કરવો અને અંદર હિંગ તતડાવવી.

૨ હિંગ તતડે એટલે તેમાં ઝીણુ સમારેલુ ટમેટુ,લીંબડો અને લસણની પેસ્ટ એડ કરવી.

૩ ટમેટા સ્હેજ ચડે એટલે તેમા હળદર,મીઠું અને મરચું એડ કરવા.

૪ મસાલા સરખા મિક્ષ કરીને તેમા દહીં અને જરૂર મુજબ પાણી એડ કરવું.

૫ થોડુંક ઉકાળીને તેમા રોટલાનાં ઝીણા ઝીણા બટકા કરીને એડ કરવા.


લ્યો તૈયાર છે ગરમા ગરમ રોટલાનું વઘારીયું ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

રસોઈની રાણી : યોગિતા વાડોલીયા 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી