“રોઝ તલ ચીક્કી” – ઉતરાયણ આવી રહી છે તો આજે જ ટ્રાય કરો..

“રોઝ તલ ચીક્કી”

સામગ્રી:

1 કપ તલ ,
3/4 કપ ખાંડ ,
1 ટે સ્પૂન મધ,
1 ટે સ્પૂન રૂઅફસા (રોઝ શરબત),
રોઝ એસેન્સ (ઓપ્સ્નલ),
રેડ ફૂડ કલર,
ચપટી સોડા,
ઘી,

રીત:

-એક કડાઇમાં તલને શેકીને કાઢીલો(આછા શેકવા)
-એક બોર્ડ અથવા થાળી અથવા પ્લટ્ફોર્મ ઘી થી ગ્રીસ કરી તૈયાર રાખો.
-હવે કડાઇમાં ખાંડ નાખીને ઓગાળો( ખાંડ ફક્ત ઓગાળવી અને સતત હલાવતા રહો)
-પછી તેમાં મધ,રેડ ફૂડ કલર,શરબત, રોઝ એસઁસ અને સોડા ઉમેરીને તરત જ શેકેલા તલ ઉમેરીને મિક્ષ કરીલો.
-ફટાફટ તેને ગ્રીસ કરેલા બોર્ડ પર ઢાળીલો અને ગ્રીસ કરેલા વેલણથી વણીલો(વાર કરવી નહીં)
-તરત જ ચાકૂથી કાપાના નિશાન કરીલો અને ઠંડી થતા પીસ કાઢીલો.

#મધથી ચીક્કીનુ ગ્લોસી લૂક આવશે.
#સોડાથી ચીક્કી ખાવાથી સોફ્ટ થશે.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી