ક્રિસ્ટિઆનો રોનાલ્ડો દ્વારા એક બોધપાઠ. લાઇક કરો શેર કરો…

જયારે ક્રિસ્ટિઆનો રોનાલ્ડોને હમણાં એક એવોર્ડ મળ્યો, રોનાલ્ડોએ તેને એક ચોક્કસને સમર્પિત કર્યો…આલ્બર્ટો ફન્ટ્રો. અને પછી કહ્યું: “હા હું એક સારો ફૂટબોલર છું અને મારી બધી સફળતાઓ મારા મિત્ર આલ્બર્ટો ફન્ટ્રોને આભારી છે”
લોકોએ એકબીજા સામે જોયું અને કહ્યું, “કોણ છે આ શ્રીમાન ફન્ટ્રો?”

અને પછી રોનાલ્ડોએ કહેવાનું ચાલુ રાખ્યું: “અમે એક યુથ ટિમમાં સાથે રમ્યા છીએ. જયારે લિસ્બનના સ્પોર્ટીંગ રીકરુટર્સ અમારું અવલોકન કરવા આવ્યા, તેઓએ કહ્યુંકે એવો સ્ટ્રાઈકર કે જે સૌથી વધુ ગોલ કરશે તેની સ્પોર્ટસ એકેડેમી માટે પસંદગી થશે.

તે દિવસે અમે ૩- ૦ થી જીત્યા. મેં પહેલો ગોલ કર્યો અને આલ્બર્ટોએ બીજો ગોલ કર્યો પોતાના માથાથી. અને જે ત્રીજો ગોલ થયો જેણે સૌ કોઈનું મન જીતી લીધું. આલ્બર્ટોએ વિન્ગથી શરૂઆત કરી, પછી તે અને કીપર સામ સામે આવ્યા, તેણે ગોલકીપરને દબાવીને બોલને ખાલી જગ્યામાં નાખવાનો હતો. તે દરમિયાન હું તેની બાજુએ દોડી રહ્યો હતો. અને તે ખાલી ગોલ કરવાને બદલે, આલ્બર્ટોએ બોલને મારી તરફ ફેંક્યો અને ગોલ મેં કર્યો. અને આ રીતે મેં મારી જાતને સ્પોર્ટીંગ લિસ્બન એકેડેમીમાં પહોંચાડી. ગેમ પુરી થયા પછી હું તેની પાસે ગયો અને પૂછ્યું “કેમ તે એવું કર્યું?” અને તેણે કહ્યું, “કેમકે મને ખબર છે કે તું મારાથી વધુ સારું રમે છે”

વધુ જાણવાની આતુરતા સાથે, પત્રકારે શોધખોળ ચાલુ કરી અને આ આલ્બર્ટો ફન્ટ્રો સાથેની મુલાકાત કરવા સફળ થયા અને તેને પૂછ્યું કે રોનાલ્ડોએ જે કિસ્સો કહ્યો તે સાચો છે કે શું, અને આલ્બર્ટોએ તે વાતની પુષ્ટિ કરી, તેણે ઉમેર્યું કે તેનું ફૂટબોલર તરીકેનું કેરીઅર ત્યારબાદ પૂરું થઇ ગયું કેમકે તે તેની માટેનો આખરી મોકો હતો એક પ્રોફેશનલ બનવા માટે અને તે સમય બાદ અત્યાર સુધી તે નોકરી વગરનો રહ્યો છે.

છતાંયે, પત્રકારે, જોયું કે તેની પાસે આલીશાન ઘર અને મરસિડીઝ છે જે ગેરેજમાં પાર્ક કરેલી હતી, તેણે આલ્બર્ટોને પૂછ્યું “પણ તમારી પાસે નોકરી ના હોવા છતાં તમારી પાસે આવું ઘર અને ગાડી કઈ રીતે છે અને તમે કઈ રીતે આવી આલીશાન જિંદગી જીવો છો? તમે ભૌતિક રીતે ખુબ આરામદાયક જીવતા હો તેવું લાગે છે”
આલ્બર્ટોનો જવાબ: ” તે બધું…..રોનાલ્ડોને કારણે”

કિસ્સાનો સાર:

ચાલો આપણે આપણી જાતને આ સવાલ કરીએ: આપણામાંથી કેટલાએ ક્યારેય રોનાલ્ડો અને આલ્બર્ટો જેવું કાંઈ કર્યું હશે? પણ ઉલ્ટું, આપણામાંથી ઘણાએ આ કિસ્સાથી તદ્દન વિપરીત પોતાના મિત્ર સાથે સ્વાર્થપણા અને અનુચિતતાનો દેખાવ કર્યો હશે.

મિત્રો! ચાલો એકબીજાને મદદ કરતા રહીએ જેથી આપણે આપણા ભાઈ / બહેનો / મિત્રો અને સબંધીઓની સફળતા પર ગર્વ કરી શકીએ.

અને જયારે આપણે એક વ્યક્તિને સફળ થવામાં મદદ કરીએ, તો અંતે તેણે ક્યારેય ના ભૂલવું જોઈએ કે તેના સફળ જીવન માટે કોણે કોણે શું શું કર્યું.

અને આ બધાથી ઉપર, આપણે તે ક્યારેય ના ભૂલવું જોઈએ કે ભગવાન બધું જ જોઈ રહ્યાં છે અને ન્યાય કરી રહ્યાં છે.

સંકલન : ભૂમિ મેહતા

ખુબ સુંદર વાત કહી છે, શેર કરો તમારા મિત્રો સાથે. લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી