‘ગાંધી’ ફિલ્મ પહેલા કસ્તુરબા વિષે હું કશું જ નહોતી જાણતી: રોહિણી હટ્ટંગડી

રોહિણી હટ્ટંગડી સાથે મુલાકાત

વર્ષ ૧૯૮૨માં આવેલી રિચાર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મમાં ગાંધીજી બેન કિંગસ્લે બન્યા હતા અને કસ્તુરબા બન્યા હતા રોહિણી હટ્ટંગડી. એ પહેલા રોહિણીજીએ શઈદ અખ્તર મિર્ઝાની બે ફિલ્મો કરી હતી, પરંતુ તેમાં તેમના સાવ નાના રોલ હતા. ‘ગાંધી’ ફિલ્મ બાદ તેમને માતાના રોલ માટે ઘણી ઓફર્સ આવવા માંડી. એ ચાહે જીતેન્દ્રની માતા હોય કે બચ્ચનજીની! તેમણે સ્વીકારી પણ ખરી! રોહિણી હટ્ટંગડી એવા એકમાત્ર ભારતીય અભિનેત્રી છે જેમને(‘ગાંધી’ ફિલ્મ માટે) બાફ્ટા એવોર્ડ મળ્યો હોય. ગોવિંદ નિહલાનીની ‘પાર્ટી’ ફિલ્મ માટે તેમને નેશનલ એવોર્ડ મળ્યો હતો તથા મહેશ ભટ્ટની ‘અર્થ’ અને બચ્ચનસા’બવાળી ‘અગ્નિપથ’ માટે તેઓ ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

FilmiTadka, the Big Daddy to tame all the bitches and pompous assess has arrived. We are about the bluntest journalism Indian Film Industry has ever seen. We will reveal every secret of Indian stars, their scandals, all the goods and bads of the world of cinema.
We are not about dumbass journalism, where Kal se lekar Aaj Tak all have shown how Aishwarya is pregnant at least 100 times every day as ‘breaking news’, NO, Never. But yes, we will be asking questions like why it happens that scandals never leave our stars why it happens that they all condemn it still become a part of it every time? After all it is showbiz, they like it, they won’t be paid if their faces are not out here in the media.
Well they want it, right? We will give them what they want, but the rules are not set out by them this time it is the other way around. From their waste sizes to their sexual fantasies and career fears, from Rakhi Sawant to Aishwarya Rai, from Emraan to Amir, no one’s safe now, watch out kids run to mommies, FilmiTadka is here.

રોહિણી હટ્ટંગડીએ મરાઠી નાટકોથી અભિનયની શરૂઆત કરી હતી. ત્યાર બાદ હિન્દી ફિલ્મો અને નાટકો ઉપરાંત મરાઠી, તમિલ, મલયાલમ, તેલુગુ ભાષાઓમાં ફિલ્મો કરી. હવે તેઓ એક ગુજરાતી ફિલ્મ કરવા જઈ રહ્યા છે. જેનું નામ છે ‘ઓક્સિજન’. થોડા સમય પહેલા તેમની લીધેલી મુલકાત અહીં રજૂ કરું છું.

તમે મરાઠી, તમિલ, મલયાલમ, તેલુગુ જેવી ભાષાઓમાં કામ કર્યું છે. આ તમારી પહેલી ગુજરાતી ફિલ્મ છે. શું કહેશો?

મેં ગુજરાતી નાટકોમાં કામ કર્યું છે. પરંતુ ગુજરાતીમાં આ ફિલ્મ પહેલી છે. જોકે, આમાં પણ એક કેમિયો રોલ જ કરી રહી છું. ૧૦-૧૨ મિનિટનો મારો દર્શન જરીવાલા સાથેનો રોલ છે. પણ મને ઇચ્છા છે કે હું વધારે ગુજરાતી ફિલ્મો કરું.

તમે આ બધી ભાષા ફ્લૂઅન્ટ બોલી શકો છો.. રાઇટ?

ના. આઇ મીન હું ગુજરાતી સ્પષ્ટ બોલી શકું છું, પરંતુ સાઉથની ભાષા તો કામ પૂરતી જ આવડે છે મને! (હસતાં હસતાં) ગોખી ગોખીને બોલું છું..! તમિલ, મલાયાલમ, વગેરેની સ્ક્રિપ્ટ દેવનાગરી લિપિમાં મંગાવી લઉં અને પછી તૈયારી કરું. હું ગુજરાતી વાંચી શકું છું. પણ ખાલી સ્ક્રિપ્ટ જ, હેન્ડ રાઇટિંગ નહીં!

તમે ગાંધી ફિલ્મમાં કસ્તુરબાનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મ બાદ કરિયરમાં શું બદલાવ આવ્યો?

ગાંધી ફિલ્મ બાદ મને પહેલો જ રોલ ટુટુ શર્માની ફિલ્મ ‘ઝખમી શેર’નો ઑફર થયો હતો. તેણે મને ઑફિસ બોલાવી. મને જોઈ અને તે મૂંઝાઇ ગયા. મને કહે કે, આઇ એમ સોરી પણ હું તમને માનો રોલ ઑફર કરવાનો છું! મને જીતેન્દ્રની માનો રોલ ઑફર થયો હતો. ત્યારે મને નવાઇ લાગેલી. મેં એ વખતે એવું વિચાર્યું હતું કે હમણાં આ એક રોલ કરી લઉં. લોકોને ખબર પડશે કે હું યંગ છું, પછી મને હીરોઈનનો નહીં તો બહેનનો રોલ તો આપી જ દેશે. ત્યારે હું ૩૦ વર્ષની હોઇશ. પણ એવું ન થયું.. એ વખતે નિરુપમા રોયજીએ કામ કરવાનું ઓછું કરી નાખ્યું હતું. એટલે એ સ્લોટ ખાલી હતો. ને મને માના રોલ મળતા ગયા..

(રોહિણીબેન આગળ કહે છે) પાછા ફિલ્મમાં માના ચારેક સિન જ મને મળતા હતા! જેમાં પતિ ન હોય અને એક સ્ત્રી બાળકોને કઈ રીતે મોટા કરે છે તે વાત હોય..(હસે છે..)

કસ્તુરબાના પાત્ર માટે શું શું તૈયારી કરી હતી?

જ્યારે મને કસ્તુરબાનો રોલ કરવાનો છે તે ખબર પડી ત્યારે સૌથી પહેલા મેં ‘સત્યના પ્રયોગો’ લીધી. ગાંધીજીની ઓટોબાયોગ્રાફી મરાઠીમાં વાંચી. એ વખતે મેં પહેલી વખત ગાંધીજી વિશે વાંચ્યું. ત્યાં સુધી ગાંધીજી વિશે ખબર હતી પણ એ બધું સ્કૂલમાં ભણ્યા હતા તે જ, આઝાદી વખતનું. તેમના પત્ની- કસ્તુરબા વિશે તો બહુ જ ઓછી ખબર. ગાંધીજીએ પૈસા ચોર્યા હતા કે નોનવેજ ખાધું હતું એ બધાને ખબર છે, પણ ઊંડાણમાં કોઇને ખ્યાલ નથી. વાંચ્યા પછી ખબર પડી કે તેઓ કેટલા મહાન હતા. કસ્તુરબા વિશે ખરેખર ખબર મને સ્ક્રિપ્ટ હાથમાં આવી ત્યારે ખબર પડી. કેમ કે, ગાંધીજી વિશેની બહુ મોટી મોટી પુસ્તિકાઓ છે. એમાં કઈ જગ્યાએ કસ્તૂરબાનો રેફરન્સ શોધવો?

કસ્તુરબા વિશેની ઘણી બૂક શોધી પણ ન મળી. અમારું શૂટિંગ સ્ટાર્ટ થઈ ગયું. વચ્ચે અમે દિલ્હી ગયેલા. ત્યાં અમને ચરખો કેમ ચલાવવો તે શીખવાડવા માટે એક ભાઈ આવતા. મેં તેમને કસ્તુરબા વિશેના પુસ્તકની પૂછા કરી. તેમણે મને રસ્તો બતાવ્યો. દિલ્હીમાં મને કસ્તુરબા વિશેના બે પુસ્તક મળ્યા. જેમાની એક હતું: ‘હમારી બા’. જે સંપૂર્ણપણે બા-કસ્તુરબાને અર્પણ કરાયેલી છે. તેના લેખિકા છે: વનમાળાબેન પરીખ. દિલ્હીમાં હું વનમાળાબેન પરીખને મળી પણ ખરી. તેમને મેં અમુક વસ્તુ પૂછી. જેમકે, કસ્તુરબા સાડી કઈ રીતે પહેરતા? ચાલ્લો મોટો કરતા કે નાનો? તેઓની વાત કરવાની લઢણ કેવી હતી, વગેરે..

તમે છેલ્લે સરકાર-૩માં દેખાયા હતા. અગાઉ તમે બચ્ચન સાથે શહેનશાહ અને અગ્નિપથમાં કામ કર્યું છે. બેઉમાં તમે બચ્ચનજીના મા બન્યા છો. એ બે ફિલ્મોની યાદગાર પળો..

શહેનશાહ તો ફન ફિલ્મ હતી. જોકે એમાં પણ એક સિન છે જેમાં મારે બચ્ચનજીને ડંડાથી મારવાના છે. એ શોટ માટે અમારે ઘણું સ્ટ્રગલ કરવું પડ્યું હતું!(જોરજોરથી હસે છે) કેમ કે જો હું સાચા ડંડાથી મારત તો તેમને લાગત અને તેમણે ટૂંકી બાંયનો શર્ટ પહેર્યો હોવાથી પેડિંગ પણ ન લગાવી શકાય. બચ્ચન કહેતા રહ્યા કે, ‘મારીએ.. ગભરાઇએ મત, મારીએ!’ પણ હું દર વખતે ડંડો તેમના ખભા સુધી લાવીને અટકી જતી! અમે થર્મોકોલનો ડંડો બનાવ્યો તે પણ તૂટી ગયો. આખરે અમે નક્કી કર્યું કે તેઓ ત્રાંસા ઊભા રહે અને હું સ્હેજ ઉપર મારું ધીમેથી… અંતે આ રીતે શોટ પૂરો થયો ખરો!

અને… અગ્નિપથ?

‘અગ્નિપથ’નું પાત્ર બચ્ચનજીએ બહુ જ ગંભીરતાથી લીધું હતું. અગ્નિપથનું શૂટિંગ પૂરી થયા પછી મેં તેમને પૂછ્યું હતું કે, તમે કેમ આ ફિલ્મને લઈને આટલા સિરીયસ કેમ છો? એમણે કહ્યું કે ‘શહેનશાહ’ તો મનોરંજક ફિલ્મ હતી. પરંતુ મને લાગે છે આ ફિલ્મ લોકો ખુરશી પરથી જરાક આગળ આવીને, ટટ્ટાર બેસીને જોશે. અમારો લાસ્ટ સિન હતો જેમાં વિજય જુનું યાદ કરીને, બડબડ કરતો તેની માને ખેંચીને લઈ જાય છે. એ સીન પર પણ તેમણે ઘણું કામ કર્યુ હતું. એમાં લોહીલુહાણ હાલતમાં તેમને જે બોલવાનું હતું તે બધું જ સ્ક્રિપ્ટેડ હતું. બચ્ચનજીએ કહ્યું કે, આ બધી વાત હું આ રીતે સ્ટ્રેટ નહીં બોલું. વિજયને બે ગોળી લાગી છે, તે મરવાનો છે. મરનાર વ્યક્તિ આટલી સરળ રીતે આરામથી ન બોલી શકે! માટે તે બધું હું આડુંઅવળું બોલીશ. એટલે લખાયેલા એ જ ડાયલોગ બચ્ચનજી પોતાની રીતે ટુકડાઓમાં બોલ્યા હતા!

તમારો ડ્રીમ રોલ?

આમ તો ઘણા છે ડ્રીમ રોલ!  પણ આજ સુધી મેં શેક્સપિયરના નાટક નથી કર્યા. એમાં પણ મારે લેડી મેકબેથનો રોલ ભજવવાની ઈચ્છા છે.

તમારા ખુદના ફેવરિટ રોલ..

આમ તો મને મારા તમામ રોલ ગમે છે. એમાં પણ ચાલબાઝ, સારાંશ અને (ભલે નાનો હતો પણ)મુન્નાભાઇની માનો રોલ મને બહુ ગમે છે.

અભિનયમાં અઘરું શું છે? કોમેડી કે ટ્રેજેડી?

મને લાગે છે કે કોમેડી વધારે અઘરી છે. લોકોને રડાવવા સહેલા છે. કેમ કે તેમાં લેખકનો પણ સાથ હોય છે. પરંતુ હસાવવા અઘરા છે. કેમ કે તેમાં પંચિસ, ટાઇમિંગ અને સાથી-કલાકારો સાથેનું ટ્યુનિંગ ખૂબ જરૂરી છે.

ક્યારેય એવું લાગ્યું છે કે માના રોલમાં ટાઇપકાસ્ટ થઈ ગયા હોવાથી તકો ઓછી મળી હોય?

હા.. ક્યારેક લાગે છે. હું ૩૦ વર્ષની હતી ત્યારે ઇન્ડસ્ટ્રીમાં આવી. મને હિરોઇનના રોલની તો અપેક્ષા જ નહોતી, પરંતુ બહેનના રોલ પણ ન મળ્યા!(હસે છે..) મને કામની જરૂર હતી; માટે પૈસા મળતા અને જે રોલ ઓફર થતાં તે કરતી ગઇ… મને મહેશ ભટ્ટની ‘સારાંશ’ ઓફર થઈ, એમાં તો હું અને અનુપમ (ખેર), અમે બેઉ મોટા હતા. અમે મસ્તીમાં કહેતા કે અમે લીડ પેર છીએ. તમે સપોર્ટિવમાં છો!

તમે હજુ પણ થિએટર કરો છો. વધારે શેમાં મજા આવે છે?

થિએટરમાં વધારે મજા આવે છે. મને લાગે છે કે હું થિએટર માટે ટ્રેન્ડ થયેલી છું..

પેક અપ:

ઇન્ટરવ્યુ પૂરો થવા પર હતો. રોહિણીજી ઊભા થવા જઈ રહ્યા હતા ત્યાં જ સાથીપત્રકાર-મિત્રએ પૂછ્યું કે, તમે સૌરાષ્ટ્ર વિશે કંઈ કહેવા માગો છો?

મારી અંદરનું કચ્છીપણું જાગ્યું, પણ ચુપ રહ્યો!  રોહિણીજીએ જવાબ આપ્યો કે, ‘હા હું વર્ષો પહેલા જૂનાગઢ ગઈ હતી. પણ એ તો હવે યાદ પણ નથી. હું સૌરાષ્ટ્ર બાજુ ગઈ જ નથી.’

અને રોહિણીજીનું છેલ્લું વાક્ય હતું: ‘પણ… મારે કચ્છ જવું છે…’

આપણા ચહેરા પર મણમણની સ્માઈલ હતી.

ઈન્ટરવ્યુ by : પાર્થ દવે 

બોલીવુડ સીને સ્ટાર સાથે થયેલી મુલાકાતના અંશ કે સંવાદ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ : ” જલ્સા કરોને જેંતીલાલ”

 

ટીપ્પણી