“રોસ્ટેડ ભાખરવડી” ઘરમાં દરેક વ્યક્તિને પસંદ આવશે.. એકવાર ટ્રાય તો કરો..

“રોસ્ટેડ ભાખરવડી”

સામગ્રી:

2/3 કપ મેંદો,
1 કપ ચના નો લોટ,
1/2 ટીસ્પૂન હળદર,
1 સ્પૂન તેલ,
મીઠું સ્વાદમુજબ ,
પાણી લોટ બાંધવા.

ફિલિંગ માટે :

1/4 કપ ખસખસ ,
5-6 લસણ વાટેલું ,
1/4 કપ તલ,
1/2 કપ ,
છીણેલું દ્રાય કોકાનત,
2 સ્પૂન,
મિક્સ ગરમ મસાલા,
1/2 ટેબલસ્પૂન આદુ છીણેલું ,
1 ટીસ્પૂન લાલ,
મરચું, મીઠું સ્વાદમુજબ,
1 ટેબલસ્પૂન સમારેલી ગ્રીન ચીલી,
1/2 ટેબલસ્પૂન ધlનl પાવડર,
1 ટીસ્પૂન હળદર પાવડર,
1 ટીસ્પૂન જીરું પાવડર,
1/4 ટીસ્પૂન હિંગ,
1 ટેબલસ્પૂન સમારેલા,
ધlનl ,2 સ્પૂન ખાંડ,
લીંબુ નો રસ હાલ્ફ સ્પૂન.

રીત-

સો પ્રથમ બોલ માં લોટ બાંધવા માટે જે સામગ્રી છે એ લઇ લોટ બાંધો .એક પેન માં ત્તલ, ખસખસ,છેણેલું સૂકું કોપરું લસણ ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે ગેસ ઑફ કરી ફિલિંગ માટે ની બાકી રહેલી સામગ્રી મિક્ષ કરો ઓવન ને 180 ડિગ્રી પર પ્રિ હિટ કરો હવે લોટ લઇ ગોળ રાઉન્ડ રોટલી ના જેમ વળો .

1/3 જેટલું ફિલિંગ રોટલી માં મૂકી આજુ બાજુ લીંબુ નો રસ લગાવી રોલ વાળો ચકુ થી 1/4 ઇંચ ટુકડા કરી હાથ થી સેટ કરો .ઓવન માં બેક ડીશ માં વેક્સ પેપર મૂકી તેલ સ્પ્રે કરી 200 ડિગ્રી માં 30 મીનીટ્સ બેક કરો .

રસોઈની રાણી – રાની સોની (ગોધરા)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી