“રોસ્ટેડ બૈંગન મસાલા” હવે બનાવો રીંગણની એક અલગ વેરાયટી …

“રોસ્ટેડ બૈંગન મસાલા”

સામ્રગી:

–ગોલ મોટા બૈંગન(રિગંણ)….1નંગ,
–ડુંગરી મોટી ….1નંગ,
–ટામેટા…1નંગ,
–બાફેલા વટાણા…5ચમચી,
–લીલા લસણ,2ચમચી,
–કોથમીર…2 ચમચી,
–સૂકા લસણ…4કળી,
–સુકી આમોળિયા..2ચીરી,
–મીંઠુ…સ્વાદાનુસાર,
–હલ્દી પાવડર…1/4ચમચી,
–‘લાલ મરચુ પાવડર..1/4 ચમચી,
–તેલ…જરૂર મુજબ,

રીત:

* બૈંગન ને ધોઇ લુછી ને કાણુ પાડી એક કળી લસણઅને આમોળિયા ની ચીરી મુકી દો,આ રીતે બીજુ કાણુ કરી લસણની કળી,આમોળિયા નાખી ઉપર તેલ લગાવી ગેસ પર રોસ્ટ (શેકવા) મુકો.
* ડુંગરી ને ગેસ પર રોસ્ટ કરી ચૉપ કરી લો
* ટામેટા ને ગેસ રોસ્ટ કરી છોળી ચૉપ કરી લો
*વટાણા ને બાફી લો
*હવે કઢાઇ માં તેલ ગરમ કરી જીરા ના વઘાર કરી ડુંગરી ,ટામેટા નાખો ,રોસ્ટેડ બૈંગન ને છોળીચૉપ કરી મિકસ કરો,હલ્દી પાવડર,મરચુ પાવડર, લીલા લસણ કોથમીર,મીઠ નાખી ચલાવો , પ્લેટ માં કાઢી સર્વ કરવુ.. ..

નોધ:

1..બૈંગન ની અંદર ના લસણ,અને આમોળિયા સાથે રોસ્ટ થઇ જાય છે અને સ્મોકી ફલેવર આપે છે…
2.લીલા શાક થી ભરપૂર
રોસ્ટેડ બૈંગન મસાલા વિન્ટર ની મજેદાર ,સ્વાદિષ્ટ ,ચટાકેદાર સબ્જી છે..

રસોઈની રાણી: સરોજ શાહ (આણંદ )

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી