પાકી કેરી નું શાક (Ripe Mango Subji)

કેરી ની સીઝન છે તો ચાલો બનાવીએ સૌને ભાવે તેવી લગભગ દરેક નાં ઘર માં બવતી વાનગી..

પાકી કેરી નું શાક (Ripe Mango Subji)

સામગ્રી :

૨ નંગ.. મોટી પાકી કેરી (રેસા વગર ની)
૧ ટે સ્પૂન.. તેલ
જીરૂ
હલદી
લાલ મરચું
મીઠુ
૨-૩ ટે સ્પૂન.. ખાંડ (જરૂર મૂજબ)
૧ ગ્લાસ પાણી

રીત :

૧. કેરી ને ધોઇ મોટાં કટકા કરી લો.
૨. પેન માં તેલ લઇ જીરૂ નો વઘાર કરી કેરી નાં કટકા ઉમેરો.
૩. તેમાં હલદી, લાલ મરચું, મીઠુ ઉમેરી ૨ મિનિટ કુક કરો.
૪. હવે પાણી, ખાંડ ઉમેરી મિક્સ કરી મિડિયમ તાપ રાખી રસો થોડો ઘટ્ટ થાય ત્યાં સધી કુક કરો. ૫-૭ મિનિટ માં થઇ જશે.
૫ રોટલી કે ભાખરી સાથે સર્વ કરો. તૈયાર છે એકદમ ઇઝી અને ટેસ્ટી પાકી કેરી નું શાક.

નોંધ :

ખાંડ નું માપ કેરી ની ખટાશ પ્રમાણે લેવું.

રસોઇ ની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી કોમેન્ટમાં અચૂક જણાવજો !!

ટીપ્પણી