રીંગણાંનો ઓળો – આજે બનાવો આ ટેસ્ટી રીંગણનો ઓલો, ઘરના સૌને ભાવે એવો તીખો તીખો ટેસ્ટ છે…..

રીંગણાંનો ઓળો(Ringna no olo)

શુ તમે રીંગણાં બટાટાનું એકને એક શાક ખાઈને કંટાળી ગયા છો તો હવે બનાવો રીંગણાંનો ઓળો

સામગ્રી

 • રીંગણ૨ મોટા નંગ,
 • ડુંગળી1/2 કપ, બારીક સમારેલી,
 • ટામેટા2 કપ, બારીક સમારેલા,
 • આડું1 ચમચી પેસ્ટ,
 • લસણ1 ચમચી પેસ્ટ,
 • તેલ1 ચમચી,
 • રાઈ1 નાની-ચમચી ઈચ્છા મુજબ,
 • જીરું1 નાની-ચમચી,
 • લાલ મરચું પાવડર1/2 નાની-ચમચી,
 • ધાણાજીરું2 નાની-ચમચી,
 • હળદળ1/2 નાની-ચમચી,
 • ગરમ મસાલા1 નાની-ચમચી,
 • કોથમીર1/2 કપ, સમારેલી,
 • મીઠું2 નાની-ચમચી સ્વાદ પ્રમાણે.

બનાવાની રીત:

રીંગણ ને શેકવા માટેરીંગણ ને પાણી થી ધોઈ ને સાફ કપડા થી લુછી લો.

રીંગણ ને ચપ્પુ થી આકા પાળી તેલ લગાવી લો અને ગેસ ઉપર શેકવા મુકો.

રીંગણ ને ધીમે ધીમે ફેરવતા ગેસ ઉપર 3 થી 5 મીનીટ માટે સારી રીતે શેકી લો.શેકેલા રીંગણ માંથી સરસ સુગંધ આવવા લાગશે. રીંગણ ને હવે એક પાણી ભરેલી તપેલી માં ઠંડુ થવા મુકો.

ઠંડા થયા પછી રીંગણ ની ઉપર ની પરત છોલી કાઢી લો. છીલેલા રીંગણ ને પ્લેટ માં કાઢી નાના ટુકડા કરી લો.રીંગણનો ઓરો બનાવા માટે

કઢાઈ માં તેલ ગરમ કરો અને તેલમાં રાઈ જીરું અને હિંગ નાખો.બારીક સમારેલી ડુંગળી, આડું અને લસણ તેલ માં નાખી સાંતળોહવે કાપેલા ટામેટા નાખી ૪ થી ૫ મિનીટ માટે ટામેટા નરમ પડે ત્યાં સુધી થવા દો. સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્ષ કરો.રીંગણ ના ઓરા માં મસાલા નાખી લો: લાલ મરચું, થોડી હળદળ, ધનાજીરું અને ગરમ મસાલા નાખી મિક્ષ કરો અને 2 મિનીટ માટે મસાલા ટામેટા પ્યાજ ની ગ્રેવી માં મિક્ષ થવા ડો.

ટામેટા ડુંગળી ની ગ્રેવી તૈયાર છે. હવે શેકેલા રીંગણ ગ્રેવી માં મિક્ષ કરી લો અને 3 થી ૪ મિનીટ માટે પાકવા ડો.

રીંગણ નો ઓરો તૈયાર છે. ઉપર થી કોથમીર છાંટી હલાવી લો. સ્વાદિષ્ટ રીંગણનો ઓરો તૈયાર છે. ગરમા ગરમ રોટલી અને છાસ સાથે ઓરા ને પીરોસો.

રસોઈની રાણી : કોમલ બાલત(વેરાવળ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી