ખુબ જ સ્વાદિષ્ટ ,મસાલાથી ભરપુર ગરમ ગરમ રોટલી સાથે માણો “રીંગણા બટેટાનું ભરેલું શાક”

રીંગણા બટેટાનું ભરેલું શાક તો આપણા બધાજ ગુજરાતીઓ ના રસોડે બનતુ જ હશે આજ પણ આપણે રીંગણા બટેટા ના ભરેલા શાક જેવુ જ કાઇક બનાવશુ પણ અલગ જ રીત મા તો ચાલો બનાવીએ સ્ટફ્ડ વેજિટેબલ વિથ બનાના

સામગ્રી:

• બે રીંગણા,
• ચાર નાના બટેટા,
• બે નાની ડુંગરી,
• બે મોળા મરચાં,
• દૂધીના મોટા ત્રણ પીસ(જો દૂધી નાખવી હોય તો),
• એક પાકુ કેળુ,

સ્ટફીંગ તેમજ વઘાર માટે:

• કોથમીર ઝીણી સમારેલી એક મોટો વાટકો
• આદૂની પેસ્ટ હાફ ટીસ્પૂન,
• લસણની ચટણી હાફ ટીસ્પૂન,
• બે મોટી ચમચી ધાણાજીરુ,
• ગરમ મસાલો એક ચમચી,
• લાલ મરચું એક ચમચી,
• હળદર એક ટીસ્પૂન,
• મીઠું સ્વાદઅનુસાર,
• હિંગ હાફ ટીસ્પૂન,
• ટોમેટો પ્યુરી એક કપ,
• લીંમડાના ત્રણ ચાર પાન,
• 1 ચમચી રાઇ જીરુ મિક્સ,
• વઘાર માટે તેલ.

રીત:

૧ એક ઊંડા બાઉલમાં ઝીણી સમારેલી કોથમીર,આદૂની પેસ્ટ,લસણની ચટણી,ગરમમસાલો,મીઠું,મરચું,હળદર,ધાણાજીરુ અને હીંગ બધુ મિક્સ કરી લેવુ.

 

૨ ડુંગરી,બટેટાં અને કેળાની છાલ ઉતારી લેવી મરચાંના ડીટીયા અને અને બી કાઢી લેવા
બધા શાકને વચ્ચે થી કાપા પાડીને મસાલાથી સરખા ભરી લેવા.

૩ વધેલા મસાલામા ટોમેટો પ્યુરી મિક્સ કરી દેવી.

૪ એક કુકરમા ત્રણ ચમચા તેલ મુકી રાઇ-જીરુનો વઘાર કરી તેમા લીંમડાના ત્રણ ચાર પાન નાખવા.

૫ લીંમડો તતડે એટલે તેમા ટોમેટો પ્યુરી વાડો મસાલો નાખીને બે મિનિટ ચડવા દઇ ને એક ગ્લાસ પાણી ઉમેરવું.

૬ રીંગણા,બટેટા અને દૂધી(જો નાખવી હોય તો) કુકર મા નાખી દેવા અને કુકર નુ ઢાંકણુ બંધ કરીને ૩ સીટી કરવી.

 

૭ કુકર ખોલી ને કેળા અને ડુંગરી નાખીને પાછું કુકર નુ ઢાંકણુ બંધ કરીને એક સીટી કરવી.

*આ શાક રોટલા,રોટલી કે પરોઠા સાથે પીરસવુ.

નોંધ: આ શાક ને પંજાબી ટચ આપવા માટે ગરમ મસાલાની જગ્યાએ પંજાબી મસાલો વાપરવો અને કેળા અને ડુંગરી ઉમેરીએ ત્યારે સાથે-સાથે ‍એક કપ શિંગનો ભુક્કો અને એક કપ મોળુ દહીં ઉમેરવું.

રસોઈની રાણી : યોગીતા વાડોલીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી