‘હું ફક્ત એના માટે જ જીવું, દુન્યવી પ્રલોભનો માટે નહીં.’ રિક વોરન( એક પ્રસિદ્ધ લેખક, પ્રવક્તા)નો ઇન્ટરવ્યૂ.

ધ્યાનથી વાંચજો:

આ એક અહીં મહત્વનો, ટૂંકો ઇન્ટરવ્યૂ છે.
આ ઇન્ટરવ્યૂ પૉલ બ્રેડશૉએ લીધેલ.

રિક: લોકો મને પૂછે છે કે આપણા જીવનનો ઉદેશ્ય છે ? અને હું કહું છું-જીવન એક અનંતની યાત્રા છે. આપણે હંમેશ માટે જીવિત રહેવાના નથી. ઈશ્વર આપણને પોતાની પાસે, સ્વર્ગમાં બોલાવી લેશે.
એક દિવસ મારું હૃદય બંધ પડી જશે અને તે સાથે જ ‘મારું શરીર’ મૃત્યુ પામશે. હા, પણ તે ‘મારો અંત’ નહીં હોય.
હું ૬૦ થી ૧૦૦ વર્ષ આ પૃથ્વી પર વીતાવીશ.પણ અનંતની યાત્રા પર તો હું કરોડો વર્ષો સુધી જઇ શકીશ.એટલે જ અત્યારે આપણને ઈશ્વરે તાલીમ લેવા મોકો આપ્યો છે.પૃથ્વી પર મેળવેલા અનુભવો આપણને અનંતની યાત્રા વખતે કામ લાગશે.
ઈશ્વરે આપણી રચના કરી છે અને ઈશ્વર કાજે જ કરી છે. અને જ્યાં સુધી આ વાત ન સમજાય ત્યાં સુધી બધું નિરર્થક છે.

જીવન મુશ્કેલીઓની ઘટમાળ છે.
કાં તો તમે હાલ મુશ્કેલીમાં છો અથવા તો હજુ હમણાં જ તેમાંથી બહાર આવ્યાં છો. નહીં તો નજીકના ભવિષ્યમાં મુશ્કેલીમાં મુકાવવાના છો.
આનું કારણ માત્ર એટલું જ છે કે ઈશ્વર તમને એશોઆરામમાં નથી જોવા માંગતા પણ તમારી ક્ષમતા ચકાસવા માંગે છે.
તમારા જીવનમાં સુખ કરતાં પવિત્રતા કેટલી વધુ છે તે જાણવામાં ઈશ્વરને વધુ રસ છે.

પૃથ્વી પર રહીને આપણે થોડેઘણે અંશે ખુશ રહી શકીએ. પણ જીવનનો ઉદેશ્ય એ નથી. ધ્યેય તો છે આપણી ક્ષમતા, ચારિત્ર્યનો વિકાસ.
તમારી જિંદગીમાં ગમે તેટલી સારાઈ ભરી હોય, થોડી તો ત્રુટીઓ હશે જ, જેના પર કામ કરી શકાય.
અને ગમે તેટલી ખરાબ જિંદગીમાં પણ કેટલીક સારી વાતો પણ હશે જેના માટે ઈશ્વરનો આભાર માનવો ઘટે.

તમે તમારા ધ્યેય પર ધ્યાન આપો, મુશ્કેલીઓ પર નહીં.
જો તમે મુશ્કેલીઓ પર ધ્યાન આપશો તો સ્વકેદ્રીત બનશો. એટલે કે ‘મારી મુશ્કેલીઓ, મારા પ્રશ્નો અને મારું દુઃખ’. પણ આમાંથી નીકળવાનો એક સરળ ઉપાય એ છે કે આપણું ધ્યાન ‘સ્વ’માંથી ઈશ્વર તરફ કે બીજાં લોકો તરફ વળે.

જાતને પૂછવાનો એક સવાલ : શું હું આ ભૌતિક પ્રલોભનો કે વિખ્યાતિ માટે જીવું છું ?
શું હું દબાણમાં આવી નિર્ણયો લેવા સર્જાયો છું ? પસ્તાવો, કડવાશ, ભૌતિકવાદી માનસિકતા ? કે પછી મારે, ઈશ્વરે માટે નક્કી કરેલા લક્ષ્યો પર ધ્યાન આપવું જોઈએ ?

સવારે ઊઠીને હું મારા પલંગ પર બેસીને કહું છું, ” હે ઈશ્વર! મને આજના દિવસે બીજું કઈ મળે કે ન મળે, પણ તને અને તારા પ્રેમને હું વધુ સમજવા માંગુ છું.”
ભગવાને મને અહીં કોઈ ‘કરવાના કામ’ની યાદી સાથે મોકલ્યો નથી. ‘હું કોણ છું’ એના કરતાં ‘હું શું કરું છું’ તેની સાથે ભગવાનને વધુ નિસ્બત છે.
અને એટલેજ આપણને ‘માણસ’ કહેવામાં આવે છે, ‘કર્તા’ નહીં.

-આનંદની પળોમાં-ઈશ્વરની પ્રશંસા કરવી.
-મુશ્કેલીની પળોમાં-ઈશ્વરનું શરણું સાધવું.
-શાંતિની પળોમાં-ઈશ્વરની આરાધના કરવી.
-દુઃખની પળોમાં-ઈશ્વર પર વિશ્વાસ રાખવો.
-દરેક પળે બસ, ઈશ્વરનો આભાર માનવો.

અને જો આને તમે આગળ નહીં મોકલો, તો પણ કશું ખોટું થવાનું નથી.

લેખન-સંકલન : રૂપલ વસાવડા.

ટીપ્પણી