“રાઈસ ઉત્તપમ”, ખીરા વગર બનતા ઈન્ટસ્ટન્ટ ઉતપમ….રાહ કોની જુઓ ફટાફટ બનાવો

 

રાઈસ ઉત્તપમ (Rice Uttapam)

ઘર માં ભાત વધ્યો છે તો ચિંતા છોડો ચાલો બનાવીએ વધેલા ભાત માંથી રાઈઝ ઉત્તાપમ……આ એક ખુબજ સરળ વાનગી છે આજે જ ટ્રાય કરો લેફ્ટ ઓવર રાઈઝ ઉત્તપમ .

સામગ્રી:

૧ થી ૨ કપ રાંધેલો ભાત(લેફ્ટ ઓવર),
૨ મીડીયમ કાંદા સ્લાઈઝ કરેલા,
૨ ટમેટા,
૨ કેપ્સીકમ,
લીલા મરચાં ઝીણા કાપેલા,
૧-૨ ચમચી આદુ-મરચાંની પેસ્ટ,
૨ કપ રવો,
1 કપ ચોખાનો લોટ,
2 ચમચી ચણાનો લોટ,
૨-૩ કપ છાશ/ દહીં ( બંને માંથી જે હોય તે લઇ શકાય),
મીઠુ સ્વાદ મુજબ,
2 ચમચી જીરૂ,
ચપટી હળદર,
કોથમીર,
તેલ/ઘી.

રીત:

એક બાઉલમાં રવો લઈને એમાં 1 કપ ચોખાનો લોટ અને 2 ચમચી ચણાનો લોટ એડ કરો.

ભાત નાંખી મિક્સ કરી તેમાં મીઠું અને છાશ/ દહીં ( બંને માંથી જે હોય તે લઇ શકાય) નાંખી મિક્સ કરી લો.અહીં મે ખાટી છાશ વાપરી છે.

આ છાશ સાથે મિક્ષ કરી ખીરું રેડી કરો.

હવે ૨ મીડીયમ કાંદા સ્લાઈઝ કરેલા, ટમેટા, કેપ્સીકમ અને લીલા મરચાં બારીક સમારી લો

કાંદા સ્લાઈઝ કરેલા, ટમેટા, કેપ્સીકમ અને લીલા મરચાં આદુ-મરચાંની પેસ્ટ ,જીરુ, હળદર અને મીઠું નાખી હલાવી લો.

કોથમીર અને રાઈસ નાંખી બરાબર હલાવી લો. ૧/૨ કલાક રાખી મુકો.

હવે નોન સ્ટીક પેનમાં નાના-નાના ઉત્તપમ આ રીતે મુકાે. ને તેના પર તેલ લગાવો. એક પેન માં ૪-૫ કરવાથોડા પાછળ ની સાઈડ થી બ્રાઉન થાય એટલે સાઈડફેરવી લો.

10) બીજી બાજુ ફેરવી લીધા પછી અે સાઈડ પણ તેલ લગાવી બ્રાઉન કલર થાય ત્યાં સુઘી શેકી ગરમાગરમ સર્વ કરો..

11) તો રેડી છે રાઈઝ ઉત્તપમ, ગરમાગરમ સર્વ કરો.તમે કેચપ અને કોથમીરની ચટણી સર્વ કરી શકાય.

રસોઈની રાણી : ખુશ્બુ દોશી. (સુરત)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી