ઘર માં ભાત વધ્યો છે તો ચિંતા છોડો ચાલો બનાવીએ વધેલા ભાત માંથી રાઈઝ પોટેટો કટલેટ(ટીક્કી)…

“રાઈસ પોટેટો કટલેટ(ટીક્કી)”

સામગ્રી:

૧ કપ રાંધેલો ભાત,
૨-૪ મિડીયમ બોઇલ્ડ પોટેટો,
૧-૨ ચમચી આદુ-મરચાં ની પેસ્ટ,
૧/૨ ચમચી ખાંડ,
૧ કપ મૈંદો,
૧-૨ ચમચી કોર્નફલોર,
૧ -૨ ચમચી કોથમીર,
પા ચમચી ગરમ મસાલો,
૨ ૧/૨ ચમચી બ્રેડ ક્રમ્સ,
૧ લીંબુ નો રસ,
મીઠુ ટેસ્ટ મુજબ,

રીત:

•સૌ પ્રથમ એક બાઉલ માં પોટેટો બરાબર મેસ કરી લો. હવે તેમાં રાંધેલો ભાત ,આદુ-મરચાં ની પેસ્ટ
ખાંડ, થોડો મૈંદો , કોર્નફલોર, કોથમીર, ગરમ મસાલો,બ્રેડ ક્રમ્સ ,મીઠુ ટેસ્ટ મુજબ અને લીંબુ નો રસ નાંખી બરાબર મિક્ષ કરી ટીક્કી રેડી કરો.
•હવે એક ડીશ માં મિક્ષ કરેલા મેંદો અને કોર્નફલોર માં બંન્ને બાજુ રગદોળી લો.
• નોન સ્ટીક તવા પર ગોઠવી લો.બધી ટીક્કી પર તેલ લગાવી લો. નીચે લાઇટ બ્રાઉન થાય એટલે તેને ફેરવી બીજી સાઇડ તેલ લગાવો.બંન્ને સાઇડ થઇ જાય એટલે કે-ચપ અને લીલી ચટણી સાથે સર્વ કરો
•તો રેડી છે ગરમાગરમ રાઈસ પોટેટો કટલેટ (ટીક્કી)….

રસાેઇ ની રાણી : ખુશ્બુ દોશી (સુરત)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી