રાઈસ પોપ્સ – ઘરે મહેમાન આવના હોઈ અને સ્ટાર્ટરમાં કંઈક અલગ બનાવું હોઈ તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો

રાઈસ પોપ્સ

બપોરે જમ્યા પછી ભાત વધવા એ સામાન્ય છે પણ પછી એ ભાત માંથી શું બનાવું એ મોટો પ્રશ્ર્ન છે. પછી આપણે વિચારીએ કે ભાત વધારી નાખીએ અને વધાર્યા પછી ઘર માં લોકો માટે એક કોમન રેસિપી બની ગઈ.હવે એમાં કંઈક નવું લાવવા બનાવો રાઈસ પોપ્સ

સ્ટાર્ટર માં પણ બનાવી શકો.અથવા બાળકો ને ટિફિન માં પણ આપી શકો 4 કે 5 વાગ્યે નાસ્તા માં પણ બનાવી શકો તેવા ટેસ્ટી અને સહેલાઇ થી બની જાય તેવા

સામગ્રી:


1 મોટો વાટકો રાંધેલ ભાત
1 વાટકી ચણા નો લોટ
2 નંગ ડુંગળી
1 નંગ લીલા મરચા ઝીણા સમારેલ
કોથમીર
3 થિ 4 લીલું લસણ ઝીણું સમારેલ
મીઠુ સ્વાદ અનુસાર
ચપટી લાલ મરચા પાવડર
તેલ તળવા માટે

બનાવની રીત :
ઍક બાઉલ મા ભાત લો,તેમાં ચણા નો લોટ નાખી, તેમાં મીઠું, મરચું પાવડર, ઝીણી સમારેલી ડુંગળી,ઝીણા સમારેલા લીલા મરચા,કોથમીર,લીલું લસણ ઉમેરો હવે બધુ સરખી રીતે હાથે થી મિક્સ કરી લો.

બધું જ એકદમ મસળીને મિક્સ કરો.

ત્યારબાદ, બધું સરખી રીતે મિક્સ થાય એટલે હળવે હાથે એકદમ ગોળ આકારમાં બોલ વાળી લો.

હવે ઍક પેન મા તેલ ગરમ થાવા મૂકો તેલ ગરમ થાય એટ્લે તેમાં બોલ નાખી ડીપ ફ્રાય કરી ગોલ્ડન બ્રાઉન તળી લો.

હવે તેમાં ટૂથપીક લગાડી સોસ કે ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો

તૌ ત્યાર છે રાઈસ પોપ્સ

નોંધઃ આમાં તમે તમારા મનગમતા શાક પણ ઉમેરી શકો.

બાળકો શાક ના ખાતા હોઈ એ શાક આમાં ઉમેરી ટુથપિક માં લગાડી લોલીપોપ બનાવી બાળકો ને આપવું બાળકો ખુશ થઈ ને ખાશે.

ઘરે મહેમાન આવના હોઈ અને સ્ટાર્ટર માં કંઈક અલગ બનાવું હોઈ તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો બધા ને ખૂબ જ પસંદ આવશે.

અને હા હવે ભાત વધ્યા હોઈ તો એ તો ચિંતા જ નઈ કે શું બનાવું એક વાર ટ્રાય કરશો એટલે બીજી વખત તો આ રેસીપી માટે તમે ખાસ વધારે ભાત બનાવશો એટલી ટેસ્ટી રેસીપી છે આ

તો એક વાર જરૂર ટ્રાય કરજો.

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી