રાઇસ મંચુરીયન (Rice Munchurian)

Leftover recipe

રાઇસ મંચુરીયન (Rice munchuriyan)

સામગ્રી :

૧ કપ.. રાઇસ
૧ કપ.. લાંબા સમારેલાં વેજીટેબલ્સ ( કોબીજ, ગાજર, કેપ્સીકમ, ડુંગળી )
૧/૨ કપ.. મેંદો (જરૂર મૂજબ)
૧/૨ કપ.. છીણેલાં વેજીટેબલ્સ (કોબીજ, કેપ્સીકમ, ગાજર)
આદુ-લસણ જીણાં સમારલાં
૩-૪ .. લીલાં મરચાં
૧/૨ ટી સ્પૂન.. આજી નો મોટો (ઓપ્શનલ)
મીઠુ ૨ ટે સ્પૂન.. તેલ
૧/૨ ટી સ્પૂન મરી પાવડર
૧ ટી સ્પૂન.. સોયા સૉસ
૧ ટી સ્પૂન.. ચીલી સૉસ
૧/૪ ટી સ્પૂન.. વિનેગર
૧/૨ ટી સ્પૂન.. કોર્ન ફ્લાર
તેલ.. તળવા માટે

રીત :

• મોટા બાઉલ માં રાંધેલો ભાત લઇ તેમાં મેંદો, છીણેલાં વેજીટેબલ્સ, ૨-૩
લીલાં મરચાં, આદુ-લસણ ૧ ટે સ્પૂન, મીઠુ, ૧/૨ ટી સ્પૂન આજી નો મોટો (ઓપ્શનલ), ૧/૪ ટી સ્પૂન મરી પાવડર, તેલ અને જરૂર મૂજબ પાણી ઉમેરી ખીરુ બનાવો.
• હવે ગરમ તેલ માં મંચુરીયન (ભજીયા/પકોડા) તળી લો.
• પેન માં ૧-૨ સ્પૂન તેલ લઇ આદુ-લસણ સાંતળો. આજીનો મોટો ઉમેરો. ફાસ્ટ ગૅસ રાખી ડુંગળી સાંતળો. પછી ગાજર, લીલાં મરચાં ૧-૨, કેપ્સીકમ, કોબીજ બધુ વારાફરતી ઉમેરી સાંતળો. • ક્રંચી થાય પછી એક બાઉલ માં ૧/૪ કપ પાણી લઇ તેમાં સોયા સૉસ, ચીલી સૉસ મિક્સ કરી પેન માં ઉમેરો. તેમાં ૧/૪ ટી સ્પૂન મરી પાવડર, મીઠુ ઉમેરી મંચુરીયન, વિનેગર ઉમેરો. થોડી વાર કુક કરવું બધું મિક્સ થાય એટલી વાર. ગૅસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો.

નોંધ:

ડ્રાય મંચુરીયન માટે કોર્ન ફ્લાર અને પાણી નું આ માપ લેવું .
ગ્રેવી વાળી કરવાં હોય તો ૨-૩ ટે સ્પૂન કોર્ન ફ્લાર માં ૧ કપ (જરૂર મૂજબ) પાણી ઉમેરવું.

રસોઇની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

આપ સૌ ને મારી રેસીપી કોમેન્ટ માં કેવી લાગી અચૂક જણાવજો !

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!