રાઇસ દાલ વડા (Rice Daal Vada)

સામગ્રી :

૧ કપ.. ચોખા
૧/૩ કપ.. ચણા ની દાળ
૧/૨ કપ.. અડદ ની દાળ
મરી પાવડર
આદુ-મરચાં-લસણ ની પેસ્ટ (સ્વાદ મૂજબ)
મીઠુ
૧ ટી સ્પૂન.. આખુ જીરૂ
ચપટી.. સોડા(ખારો)
૬-૮.. મીઠાં લીમડા નાં પાન (જીણાં સમારેલાં)
કોથમીર

રીત :
૧. ચોખા-દાળ ને ધોઇ ને ૨-૩ કલાક પલાળી રાખો. (સમચ હોય તો વધારે સમય પલાળી રાખવું.)
૨. એકદમ ઓછુ પાણી લઇ કકરુ ક્રશ કરી ખીરુ તૈચાર કરી લો. (વડા ઉતારતા ફાવે તેટલું ઢીલુ રાખવું)
૩. ચમચાં થી ખીરા ને ૪-૫ મિનિટ ફીણી લો જેથી ખીરુ હલકુ પડી જશે. (ખીરુ હલકુ પડશે તેથી વડા સોફ્ટ બનશે)
૪. હવે સામગ્રી મૂજબ બધો મસાલો ખીરા માં ઉમેરી ગરમ તેલ માં વડા ઉતારો. ગોલ્ડન થવા દેવાં.
૫. વડા ને કોઇ પણ મનપસંદ ચટણી કે સૉસ સાથે ગરમ ગરમ સર્વ કરો.

નોંધ : ચોખા-દાળ નું માપ વધારે ઓછું લઇ શકાય. બીજી કોઇ પણ મનપસંદ દાળ ઉમેરી શકાય.

રસોઇ ની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી અચૂક જણાવજો !

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block