વિચાર્યા કર્યા વિના કરેલા કામનું પરિણામ..

7735_joke-4એક કંપનીમાં નવા સીઇઓ આવ્યા. સીઇઓ કામ બાબતે બહુ કડક હતા. તેમને ઓછું કામ કરતા કર્મચારીઓ પ્રત્યે સૂગ હતી.

એક દિવસ ઓફિસની મુલાકાતે નીકળેલા સીઇઓએ એક યુવાનને દિવાલ પર કંઇક વાંચતા જોયો.

સીઇઓ એ છોકરા પાસે ગયો અને તેને કહ્યું- તારો પગાર કેટલો છે?

પેલા યુવાનને આ સાંભળી થોડી નવાઇ લાગી, પણ તેણે જવાબ આપ્યો- 10,000 રૂપિયા.

સીઇઓએ પેલા છોકરાનાં હાથમાં 10000 રૂપિયા મૂકતા કહ્યું- અહીંથી જતો રહે અને ક્યારેય પાછો ના આવતો, મને કામ ચોર લોકો પ્રત્યે નફરત છે.

આ ઘટનાથી ખુશ થતાં સીઇઓએ ત્યાં હાજર અન્ય સ્ટાફને પૂછ્યું- આ છોકરો અહીંયા શું કામ કરતો હતો?

સ્ટાફમાંથી એક કર્મચારી બોલ્યો- સર, એ પિઝા ડિલીવરી બોય હતો અને પીઝા આપીને એ પેમેન્ટની રાહ જોતો હતો!

સીઇઓ તરત પોતાની કેબિનમાં!

 

ટીપ્પણી