રેસ્ટોરન્ટ સ્ટાઈલ પાલક પનીર (Restaurant Style Palak Paneer)

સામગ્રી:

250 ગ્રામ પાલક
1-2 લીલા મરચા
7-8 લસણની કળી
1/2 ઇંચ આદું
1 ઝીણી સમારેલ ડુંગળી
1 ઝીણું સમારેલ ટમેટુ
1/2 ટી સ્પૂન જીરું
1/2 ટી સ્પૂન હળદર
1/2 ટી સ્પૂન લાલ મરચું
ચપટી હિંગ
1/2 ટી સ્પૂન ગરમ મસાલો
1 તજ
200 ગ્રામ પનીર
1/2 કપ પાણી
2 ટે સ્પૂન ઘી/ બટર
મીઠુ

રીત:

સૌ પ્રથમ પાલકને ધોઈ 4 કપ પાણીમાં 2-3 મિનીટ માટે બ્લાનચ કરી ઠંડા પાણીમાં કાઢી લેવી, જેથી પાલકનો કલર જળવાઈ રહેશે.
પછી નિતારી મિક્સર જારમાં લઈ આદું, 2-3 કળી લસણ અને લીલા મરચા ઉમેરી પેસ્ટ બનાવવી.
પછી એક પેનમાં ઘી કે બટર લઈ જીરું અને તજનો વઘાર કરી ડુંગળી ઉમેરી લાલ થાય ત્યાંસુધી સાંતળવી.
પછી બાકી રહેલ લસણની કળીની ઝીણી કટકી કરી ઉમેરવી.
પછી ટમેટા ઉમેરી નરમ પડે ત્યાંસુધી સાંતળવા.
પછી હળદર, મરચું, હીંગ ઉમેરી મિક્સ કરી પાલકની ગ્રેવી ઉમેરી બરાબર મિક્સ કરવું.
પછી પાણી અને મીઠુ ઉમેરી 6-7 મિનીટ ઉકળવા દેવું.
પછી તેમાં ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી, પછી ફ્રાય કરેલ પનીરનાં ટુકડા ઉમેરી 1-2 મિનીટ કૂક કરવું.
તો તૈયાર છે પાલક પનીર.

રેસિપી – સેફ સંદીપ ચાવલા (અમદાવાદ)

આપ સૌ ને મારી આ વાનગી કેવી લાગી અચૂક કોમેન્ટ માં કહેજો !

ટીપ્પણી