દવાઓ વગર બાળકની હાઇટ વધારવી છે? તો આ આસન છે બેસ્ટ…

દરેક માતા-પિતાને પોતાના બાળકની હંમેશ માટે ચિંતા થતી રહેતી હોય છે. કોઇ માતા-પિતાને શારિરિક રીતે ચિંતા થતી હોય તો કોઇને માનસિક ચિંતા થતી હોય છે. જો કે ઘણા બાળકોની હાઇટ નેચરલી વધી જાય છે ત્યારે ઘણા બાળકોની હાઇટનો શારિરિક વિકાસ અટકી જતો હોય છે. આમ, ઓછી હાઇટ બાળકની પર્સનાલિટી પર તો ઇફેક્ટ કરે જ છે પણ સાથે-સાથે બાળકને ઘણી બધી બાબતોનો પણ સામનો કરવો પડે છે. ઓછી હાઇટવાળા બાળકને સ્કૂલમાં કોઇ ચીડાવતું હોય છે તો કોઇ તેને ઠીંગણો કહીને પણ ચીડાવતા હોય છે, જે કારણોસર તે ઘણી વાર ડિપ્રેશનમાં આવી જાય છે.

આમ, જો તમે તમારા બાળકનો શારીરિક વિકાસ ઝડપથી કરવા ઇચ્છો છો તો નાનપણથી જ તેના ડાયટ પર અને સાથે-સાથે તેને એક્સેસાઇઝ કરાવવા પર ધ્યાન આપો. જો તમને લાગે કે, ઉંમર પ્રમાણે તમારા બાળકની હાઇટ ઓછી છે તો તમારે પહેલેથી જ તેની પર ધ્યાન આપવુ જોઇએ. આમ, જો આ બાબતમાં મોડુ થઇ જાય તો તમે ગમે તેટલા પ્રયત્નો કરશો તો પણ તમને જોઇએ તે પ્રમાણમાં રિઝલ્ટ મળી શકશે નહિં. માટે જો તમારા બાળકની હાઇટ ઓછી છે તો હવે તમારે ગભરાવાની જરૂર નથી કારણકે તમારી આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને કેટલાક આસન વિશે જણાવીશું જે તમારા બાળકની હાઇટમાં તો વધારો કરશે પણ સાથે-સાથે તેની સ્માર્ટનેસમાં પણ ડબલ વધારો કરશે.

તાડાસનસૌ પ્રથમ બન્ને પગ ભેગા કરીને ઉભા થઈ જાઓ. ત્યારબાદ હાથની આંગળીઓને એકબીજા સાથે જોડી દો. હવે શ્વાસ ભરો અને હાથને ઉપરની તરફ ઉઠાવો અને પગના પંજા પર શરીરનો ભાર લાવતા એડીઓ પણ ઉઠાવો. શ્વાસ સામાન્ય રાખો અને સંપૂર્ણ શરીરને બની શકે તેટલું વધારે ઉપરની તરફ ખેંચો. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ પોઝિશનમાં રહો. રોકાયા પછી શ્વાસ નીકાળો અને હાથને સાઈડથી નીચેની તરફ લઈ આવો. જો કે તાડાસન કરતી વખતે એક વાતનુ ખાસ ધ્યાન એ રાખો કે, આ આસન કરતી વખતે બહુ ઉતાવળ ના કરો અને પગ પર બેલેન્સ જાળવી રાખો.

હલાસનસૌપ્રથમ ચત્તા સૂઈ જાવો. પછી બંને હાથ શરીરની પાસે જમીન પર અનેબંને પગ સીધા લાંબા રાખો. ત્યારબાદ બંને પગને જમીનથી 30 અંશને ખૂણે, પછી 60 અંશને ખૂણે અને છેવટે કાટખૂણે વાળો. હવે બરડા સુધીના ભાગને જમીનથી ઊંચો લઈ જઈ પગને વાળી અંગૂઠા જમીનને અડે તેમ ધીરે ધીરે માથા તરફ લઈ જાવો. આમ, જાંઘનો ભાગ માથા પર આવે ત્યાં સુધી પગ વધુને વધુ પાછળ લઈ જવાથી હળના જેવી આકૃતિ થશે. માથાનો અને ખભાનો પાછલો ભાગ અંગૂઠા અને હાથ જમીનને અડેલા રહેશે. આસનની પૂર્ણ સ્થિતિમાં શરીરનું પૂરેપૂરું વજન કરોડરજ્જુના શરૂઆતના ભાગ પર આવશે.આ સ્થિતિમાં જેટલો સમય રહેવાય તેટલું રહો અને પછી ધીમેથી મૂળસ્થિતિમાં આવો. ધ્યાન રહે કે, શરૂઆતમાં આસનનો સમય દસ-પંદર સેકન્ડ જેટલો રાખો. એક અહેવાલ અનુસારઆ આસનમાં ત્રણથી પાંચ મિનિટ સુધી રહી શકાય.

ત્રિકોણાસનસૌ પ્રથમ ઉભા થઈને બન્ને પગને બની શકે તેટલા પહોળા કરો. બન્ને હાથને ખભાથી પેરલલ સાઈડમાં ઉઠાવો. લાંબા-ઉંડા શ્વાસલો અને શ્વાસ નીકાળતા નીકાળતા કમરને લેફ્ટ સાઈડમાં ફેરવો અને આગળની સાઈડ ઝુકીને, ડાબા હાથથી પગના પંજાને ટચ કરવાનો પ્રયત્ન કરો. પંજો સરળતાથી ટચ થઈ જાય તો હથેળી અને પગના પંજાને બહારની તરફ જમીન પર ટેકવી દો. સાથે જ જમણો હાથ આકાશની તરફ ઉઠાવો અને ઉપરની તરફ ખેંચો. ગરદનને ઉપરની તરફ ફેરવો અને ઉપરવાળા હાથ તરફ જુઓ. આ જ રીતે બીજી બાજુ કરો. બન્ને બાજુથી આ આસન 3-4 વારકરો. આ આસન કરતી વખતે એક વાતનુ ખાસ ધ્યાન એ રાખો કે, કમરને સરળતાથી જેટલી આગળની તરફ ઝુકાવી શકો તેટલી જ ઝુકાવો વધુ પ્રમાણમાં બળ ના આપો.

ભુજંગાસનસૌ પ્રથમ પેટના બળે ઉંધા સુઈ જાઓ અને હાથને ખભાથી નીચે રાખીને કોણીને ઉઠાવો. પાછળથી બન્ને પગને ભેગા રાખો. હવે શ્વાસભરો અને આગળથી માથા અને છાતીને નાભિ સુધી ઉપર ઉઠાવો. હવે માથાને ઉપરની તરફ ઉઠાવીને શ્વાસની ગતિ સામાન્ય રાખો અને શક્ય હોય ત્યાં સુધી રોકાયેલા રહો. પછી શ્વાસ છોડતા છોડતા પાછા નોર્મલ સ્થિતિમાં આવો.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચવા અને જાણવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી