અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો, અને ચપટીમાં કરી દો ડાયાબિટીસને કંટ્રોલમાં…

શરીરમાં ઊર્જાનો સ્ત્રોત શુગર સ્ટાર્ચ હોય છે, જ્યારે શુગર સ્ટાર્ચને ઊર્જામાં પરિવર્તિત કરનાર ઈન્સુલિનની શરીરમાં ઊણપ થઈ જાય છે તો ડાયાબિટીસના લક્ષણ શરૂ થઈ જાય છે. શરીરમાં સર્કરાનું સ્તર વધવાથી આંખો અને કિડની પણ પ્રભાવિત થાય છે. એક અહેવાલમાં જાણવા મળ્યુ છે કે, ભારતમાં 95 ટકા લોકોને ટાઈપ-ટૂ પ્રકારનો ડાયાબિટીસ જોવા મળે છે. એક અંદાજ પ્રમાણેભારતમાં 6.5 કરોડ લોકો ડાયાબીટીસથી ઓછા-વત્તા પ્રમાણમાં પિડાઈ રહ્યાં છે. ડાયાબિટીસના વધતા દર્દીઓ પર કાબૂ મેળવવામાં નહીં આવે તો 2030 સુધી આ આંકડો વિરાટ સંખ્યાએ પહોંચે તેવો અંદાજ છે.

ડાયાબિટીસના કારણે શરીરના વિવિધ ભાગો એટલે કે આંખ, કિડની, હૃદય પર તેની આડ અસર થઈશકે છે, તેનાથી બચવા ડાયાબિટીસને કંટ્રોલ રાખવો ખુબ જરૂરી છે. આપણા શરીરમાં ખાસ કરીને પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટનું સંયોજન અનેપ્રમાણ વ્યવસ્થિત હોવું જોઈએ. સારામાં સારું પ્રોટીન તેલ વગર ફણગાવેલા કઠોળ, ઓછા ફેટનું દૂધ અને તેની બનાવટની વસ્તુઓ, બદામ, પીસ્તા, અખરોટ એ ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. ડ્રાયફૂટના કારણે મગજનો વિકાસ પણ સારા એવા પ્રમાણમાં થાય છે.

ડાયાબિટીસને કંટ્રોલમાં કરશે આ ઘરગથ્થુ ઉપાયો

રિસર્ચ જણાવે છે કે, તજશરીરનો સોજો ઓછો કરે છે તથા ઈન્સુલિન લેવલને નિયંત્રિત કરે છે. ગરમ પાણીમાં એક ચપટી તજ પાઉડર મિક્સ કરી પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં થઇ જાય છે.– દરરોજ ભોજનની સાથે બે-ત્રણ તાજા લીલા મરચા ખાવાથી ડાયાબિટીસમાં લાભ થાય છે. લીલા મરચામાં વિટામિન સીનો સારો સ્ત્રોત હોવાથી પાચક પણ હોય છે તથા કબજીયાતને દૂર કરે છે.

– 1 ગ્લાસ પાણીમાં ભીંડાના ટુકડા કરી આખી રાત પલાળી દો. સવારે ખાલી પેટ આ પાણી ગાળીને પીવો.

– અળસીમાં ફાઇબર સારી માત્રામાં હોય છે જે શરીરનું શુગર અને ફેટ એબ્સોર્સ કરવામાં મદદ કરે છે.– રોજ સવારે 1 ચમચી શેકેલી અળસી ખાઓ, પછી 1 ગ્લાસ નવશેકુ પાણી પીવો. જો તમે આ પ્રયોગ સતત એક મહિનો કરશો તો ડાયાબિટીસમાંથી રાહત મેળવી શકશો.

– રોજ લીલાં શાકભાજી ખાવાથી ડાયાબિટીસ થતો નથી. પાલક, કોબીજ, વગેરેનું સલાડ પણ લાભકારી થાય છે.

– લીલા પાંદડાવાળા શાકભાજી, આમળા, હળદર, ડુંગળી, લસણનું સેવન કરવાથી ડાયાબિટીસમાંથી રાહત મળે છે.

– રોજ બપોરે મોળી પાતળી છાસ બનાવીને પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. જો કે એક વાતનું ખાસ ધ્યાન એ રાખવુ કે, દહીં ઘરનું જમાવેલુ હોવુ જોઇએ.

– સફરજન, દાડમ, સંતરા, મોસંબી, ટેટી જેવા ફળો કાચા ટમેટા, કાકડી, મુળા, મોગરી, ગાજર, કોબીજ, ક્રીમ વગેરેનો વેજીટેબલ સુપ, ટામેટાનો રસ, સોડા, લીલા નારિયેળનું પાણી, ખાંડ વગરના પીણા, મલાઈ વગરનું દૂધવગેરે છૂટથી લઈ શકાય.

– જો તમને ડાયાબિટીસ હોય અને તે શરૂઆતના સ્ટેજ પર હોય તો અત્યારથી કાચા કેળા ખાવાનું શરૂ કરી દો. તે ડાયાબિટીસ કંટ્રોલ કરવાની ઔષધિ છે.

– ડાયાબિટીસના દર્દી માટે કસરત બહુ અગત્યતા ધરાવે છે. ડાયાબિટીસના દર્દીએ શારિરીક શ્રમ અને નિયમિત કસરતને દિનચર્યા ભાગ તરીકે અપનાવવા જોઈએ.

લેખન સંકલન : નિયતી મોદી

ઘણાં મિત્રોને ઉપયોગી થશે આ ટીપ્સ તેઓ તેમના માતા પિતા માટે પણ વાપરી શકશે તો શેર કરવાનું ભૂલતા નહિ…
દરરોજ આવી અનેક અવનવી અને ઉપયોગી ટીપ્સવાંચવા માટે ફોલો કરો અમારું પેજ.

ટીપ્પણી