“રેડ વેલ્વેટ કપ કેક” – ઘરે જ બનાવી સરપ્રાઈઝ આપો તમારા પ્રિયજનને…

“રેડ વેલ્વેટ કપ કેક”

સામગ્રી :

* ૧ કપ મેદો,
* ૨૦૦ ગ્રામ કન્ડેનસ મિલ્ક,
* ૧ ટે.સ્પૂન કોકો પાવડર,
* ૨ ટે.સ્પૂન રેડ ફૂડ કલર,
* ૩/૪ કપ છાશ ( મોળી ),
* ૧/૨ ટે.સ્પૂન મિલ્ક પાવડર,
* ૧/૨ ટે.સ્પૂન પાવડર સુગર,
* ૧/૨ ટે.સ્પૂન બેકીંગ પાવડર,
* ૧/૨ ટે.સ્પૂન સોડા,
* ૨ ટે.સ્પન બટર ( રૂમ ટેપરેચર),
* ૧ ટી.સ્પૂન વેનીલા એસેન્સ,

રીત :

* એક બાઉલમાં મેદો, સુગર, સોડા ,બેકીગ પાવડર , મિલ્ક પાવડર, કોકો પાવડર ચાળીલો.
* હવે બીજા એક બાઉલમાં કન્ડેનસ મિલ્ક, બટર , એસેન્સ , કલર મિકસ કરી બીટર થી બીટ કરો પછી તેમા મેદા વાળી સામગ્રી એડ કરી છાશ નાખી ફરી બીટ કરી કેક જેવુ બેટર તૈયાર કરો.
* હવે આ બેટર ને કપ કેકના મોલડમાં નાખી પ્રી હીટ ઓવન માં ૧૮૦ ડ્રીગ્રી મા ૧૫ થી ૨૦ મિનિટ માટે બેક કરો.
* બેક થયા પછી ઠંડુ થાય એટલે મનગમતુ ફ્રોસ્ટીગ કરી તમારા Valentine ને સવૅ કરો.

નોંધ:

* તમે કેક ઉપર આઈસીગ સુગર એકલુ પણ છાટી શકો છો.
* ચીઝ ક્રીમ, બટર , એસેન્સ, આઈસીગ સુગર મિકસ કરી બીટ કરી ફ્રોરસ્ટીગ કરી શકો છો.
* ફ્રોસ્ટીગ પર સીલ્વર બોલસ કે મલ્ટી કલર બોલ્સ થી ગ્રારનિશ કરી શકો છો.

* મારી રેસ્પી ગમી હોય તો Facebook અને whats-app પર like અને share જરૂર કરી મારો ઉત્સાહ વધારજો.

રસોઈની રાણી – કાજલ શેઠ ( મોડાસા )

ટીપ્પણી