જયારે પણ પીઝાની વાત આવે એટલે ‘ચીલી ફ્લેક્ષ’ તો જોઈંએ જ, તો બનાવો હવે એ પણ ઘરે

રેડ ચીલી ફ્લેક્ષ

રેડ ચીલી ફ્લેક્ષ. જયારે પણ પીઝા ની વાત આવે એટલે ચીલી ફ્લેક્ષ તો જોઈંએ જ. બારે પીઝા ખાઈએ તો ચીલી ફ્લેક્ષ જોડે હોય જ છે. પરંતુ હવે અપડે ઘરે જ પીઝા બનાવતા હોઈએ છે. તો બારે થી ચીલી ફ્લેક્ષ ની બોટલ લેવી. તે ફ્રેશ હોય ક નહિ ? તે અપડે નથી જાણતા.. તો તેના કરતા અપડે ઘરે જ બોવ સરળ રીતે ચીલી ફ્લેક્ષ બનાવી શકીએ છીએ. અને માર્કેટ માં લાલ મરચા બોવ જ સરળતા થી મળે છે. તો ચલો આજે અપડે બનાવીએ ચીલી ફ્લેક્ષ જે ને અપડે સરળતા થી સ્ટોર પણ કરી શકીએ છીએ.

સામગ્રી:

૧૦૦ ગ્રામ લાલ સુકા મરચા.

રીત:

સૌપ્રથમ ચીલી ફ્લેક્ષ બનાવવા માટે અપડે લઈશું લાલ સુકા મરચા. મરચા પ્રોપર સુકા છે કે નહિ તે ચેક કરવા માટે અપડે તેને વચ્ચે થી તોડી અને ચેક કરી લઈશું.

ત્યાર બાદ બધા જ મરચા ના ડાનદલા કાપી અને એક પેન ગરમ કરીશું. પેન ગરમ થઇ ગયા બાદ અપડે મરચા ને ધીમી આંચ ઉપર મરચા ને સેકી લઈશું. ગેસ ની આંચ ધીમી રાખવી નહીતર મરચા કાળા પડી જશે અને ઓરીજીનલ લાલ કલર વયો જશે.

હવે તેને ગેસ બંદ કરી એક પ્લેટ માં કાઢી લઈશું. અને ઠંડુ થવા માટે મૂકી દઈશું.ને  ઠંડુ થઇ ગયા બાદ તેના નાના નાના ટુકડા કરી લઈશું જેથી તેને સરળતા થી ક્રસ કરી શકીએ.

હવે તેને મિક્ષ્ચર માં પીસી લઈશું. તેના માટે મરચા ના કટકા ને પવાલા માં ભરી દઈશું. મરચા ને પીસવામાં બોવ ધ્યાન રાખવાનું છે. તેને એક ધારું નથી પીસ્તા રેહવાનું. જરા જરા વાર માટે મિક્ષ્ચર ને ચાલુ બંદ ચાલુ બંદ કરતુ રેહવું જેથી મરચા નો સાવ જીનો ભૂકો ના થઇ જાય.

હવે તે પીસાઈ ગયા બાદ તેને પ્લાસ્ટિક ની કે કોઈ પણ બોટલ માં સ્ટોર કરી તેને મહિનાઓ સુધી વાપરી શકીએ છીએ.

તો તૈયર છે ચીલી ફ્લેક્ષ જેને લાલ આખા મરચા વડે ગર્નીશ કરી સેર્વ કરીશું.

નોંધ: ચીલી ફ્લેક્ષ સ્ટોર કરવા હોય તેના માટે મરચા એકદમ સુકા હોવા જરૂરી છે અને તેને સાવ ભૂકો નથી કરવાનો થોડા કની વાળા રાખસું.

ચીલી ફ્લેક્ષ પીઝા માં તો ખુબજ સરસ લાગે જ છે પરંતુ તેને કોઈ પણ બીજી ડીશ માં પણ વાપરી તેનો સ્વાદ વધારી સ્કાય છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી