“તવા ઢોકળા” – હવે જયારે ઢોકળા બનાવો તો આ રીતે બનાવજો, ઘરમાં બધાને પસંદ આવશે.

તવા ઢોકળાં

ઢોકળા એટલે આપણાં ગુજરાતીઓની જમવાની ઓળખાણ આપતી સ્પેશિયલ વાનગી. ઢોકળા તો આપણને બધાને ભાવે છે. અને આપણે તેને ઢોકળિયામાં બનાવીએ છે. પરંતુ આજે હું લઇ ને આવી છું તે જ ઢોકળાં તવા પર બનાવવાની એક રીત. જેને આપણે ટોમેટો સોસ કે લસણની ચટણી જોડે ખાઈ શકીએ છીએ.

સામગ્રી:

ખીરું બનાવવા માટેની સામગ્રી:

૧ ગ્લાસ છાશ.
૧ વાડકો ચોખાનો જાડો લોટ,
૧/૨ વાડકો ચણાની દાળનો જાડો લોટ,
૧/૨ ચમચી સાજી ના ફૂલ,
૧/૨ ચમચી હળદર,
૧ ચમચી નમક,
૧ ચમચો તેલ.

ઢોકળા બનાવવા માટેની સામગ્રી:

૧ નંગ ટમેટુ,
૧ નંગ ડુંગળી,
૨ નંગ મરચા,
૩ નંગ લીલું લસણ,
થોડી કોથમીર,
તેલ,
મરચું પાઉડર.

રીત:
સૌપ્રથમ તવા ઢોકળા માટેનું ખીરું તૈયાર કરવું. તેના માટે એક બાઉલમાં છાશ, ચોખાનો જાડો લોટ, ચણાની દાળનો લોટ, નમક અને હળદર ઉમેરી પ્રોપર મિક્સ કરી . એક રાત સુધી આથો આવવા માટે મૂકી દો

હવે તેમાં ઢોકળા કરવાના હોય ત્યારે તેમાં સાજીના ફૂલ ઉમેરો.
ત્યારબાદ તેલ ગરમ કરી તેમાં ઉમેરી પ્રોપર મિક્સ કરી દો.
અને ખીરું એકદમ તૈયાર છે .ઢોકળા બનાવવા માટે…
હવે આપણે તવા ઢોકળા બનાવવા માટે ટમેટા, ડુંગળી, લસણ, કોથમીર અને મરચા લઈશુ
હવે તવા ઢોકળા માટે એક પેન ગરમ કરો. ગરમ થઈ ગયા બાદ તેમાં તૈયાર કરેલું ખીરુ પાથરી દો.
હવે તે પાથરેલા ખીરા ઉપર ડુંગળી, ટામેટા, લસણ, અને કોથમીરને પાથરી લોઅને તેલ મૂકી તેને પ્રોપર શેકાવા દો
હવે તેને બીજી બાજુ ફેરવી શેકવા દો. જેથી તે કાચું ના રહી જાય
હવે તેને બને બાજુ શેકી લઇ તૈયાર કરો તવા ઢોકળા
ટામેટો સોસ જોડે સર્વ કરો

નોંધ:આવી જ રીતે આપણે ઢોકળિયામાં પણ રેગુલર ઢોકળા બનાવી શકીએ છે.જેને લસણની ચટણી તેમજ તેલ જોડે પણ ખાઈ શકાય છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી