સંક્રાંતને બનાવીએ ખાસ! ચાલો હેલ્ધી સ્ટાઈલમાં ‘તલ-અળસીની ચીક્કી’ બનાવીએ,

તલ-અળસીની ચીક્કી 

સંક્રાંત આવી રહી છે અને જો ઘરમાં ચીક્કીના બને તો ઉતરાણની મજા અધુરી છે. આમ પણ ગુજરાતીઓ માટે તો મકરસંક્રાંત પોતાની ઓળખ રજુ કરતો તહેવાર છે. તો ચાલો સૌ સંક્રાંતને બનાવીએ ખાસ…હેલ્ધી સ્ટાઈલમાં….આપણે કાળા તલ અને અળસીના ફાયદાઓ તો જાણીએ જ છીએ… બંને આપણા શરીરને જરૂરી શક્તિ પુરી પાડનાર છે. તો આજ ફાયદાઓને પામવા આજે બનાવીએ અને સૌ સાથે મળીને ખાઈએ તલ-અળસીની ચીક્કી…

સામગ્રી –
– 1/2 કપ કાળા તલ,
– 1/4 કપ અળસી,
– 60 – 75 ગ્રામ સાકર (સાકર મીઠાશ માટે વધારી શકાય),

રીત –
– કઢાઈમાં તલ ને શેકી લો.

– તલ શેકાય કે કાઢી ઠંડા કરો અને કઢાઈમાં અળસીને શેકી લો.

– અળસી શેકાય કે કાઢી ઠંડા કરો અને કઢાઈ માં સાકર લઈ પાક બનાવવા હલાવો.

– સાકર ઓગળે અને પાક માટે તૈયાર થાય ત્યાં સુધી હલાવો.

– સપાટી પર સાકરના પાકનું ટીપું પાડી ચેક કરો.

– પાક તૈયાર થાય કે તલ અને અળસીને તેમાં ઉમેરો.

– બધું બરાબર મિક્સ કરો.

– સપાટી પર આરાલોટ છાંટી ચીક્કી પાથરી ઝડપથી વણો.

– કાપા પાડો.

– ઠંડા થાય કે તૈયાર.

રસોઈની રાણી: ઉર્વી શેઠિયા (મુંબઈ)

મિત્રો, આપ સૌને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટમાં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block