સુખડી
સુખડી બધાના ઘરમાં બનતી એવી મીઠાઈ છે. સુખડી ને અપડે ગોળપાપડીથી પણ ઓળખીએ છે.
શિયાળો આવે અને સુખડી ઘરમાં ના બને એવું તો કેમ થાય ? શિયાળામાં અડદિયા તો ખાઈ એ જ છીએ પરંતુ આજે બનાવીએ કૈક અલગ કે જે ખૂબ જ ટેસ્ટી પણ છે.
સમગ્રી:
૧ વાડકો ઘઉંનો જાડો લોટ,
૧ વાડકો ગોળ,
૧ વાડકો ઘી,
૨ ચમચી ગુંદ,
૧/૨ વાડકો ડ્રાયફ્રુઇટ્સ.
રીત:
બધી જ આપેલ સામગ્રી અલગ અલગ વાટકીમાં અલગ લઇ લઈએ…જેથી બનાવતી વખતે સરળ રહે.

સૌપ્રથમ એક પેનમાં ઘી ગરમ મુકો. ઘીને એકદમ ગરમ થવા દેવું

ઘી ગરમ થઇ ગયા બાદ તેમાં ઘઉંનો જાડો લોટ ઉમેરો. આપડે જેટલો પણ પાક કે સુખડી બનાવવી હોય એટલો લોટ ઉમેરી શકીએ છે.

ઘીમાં લોટ ઉમેર્યા બાદ તેને પ્રોપર મિક્સ કરી દેવું.

હવે તે મિક્સચરને ચમચા વડે હલાવતા રહેવું જેથી તે પ્રોપર મિક્સ પણ થઇ જાય અને ચોંટે નહીં.

લોટ પ્રોપર સેકાઈ ગયા બાદ તેમાં અપડે ગુંદ ઉમેરીસુ. ગુંદ એકદમ સેખાઈ જવો જોઈએ અને તેને મિક્સ કરી દેવો

હવે ડ્રાયફ્રુઈટ્સનો ભૂકો કરી લઇ આમાં ઉમેરી લાઈસુ. તમે તમારા પસંદીદા ડ્રાયફ્રુઈટ્સ ઉમેરી શકો છો.

હવે ડ્રાયફ્રુઈટ્સ ઉમેર્યા બાદ તેને પ્રોપર મિક્સ કરી દો અને હવે તેમાં ગોળ ઉમેરો અને ગોળને પણ એકદમ. મિક્સ કરી 

હવે એક થાળીમાં ઘી લગાડી તેમાં બધુ જ મિશ્રણ પાથરી લો. હવે તેને થનડું થવા માટે રાખી દો
ઠંડુ થઈ ગયા બાદ તેમાં કટર વડે આકા પાડી લો

તો તૈયાર છે શિયાળાની સ્પેશિયલ સુખડી જેને આખા ડ્રાયફ્રુઈટ્સ જોડે સર્વે કરીશુ

નોંધ: સુખડી બનાવતા વખતે ધ્યાન રાખવું કે તે નીચે બેસી ના જાય તો તેને ધીમી આંચ ઉપર હલાવતા જ રહેવું
રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.