હોટેલ જેવા જ ટેસ્ટિ સ્પ્રિંગ ઢોંસા જાતે જ ઘરે બનાવો બાળકો ખુશ થઇ જશે…

સ્પ્રિંગ ઢોંસા એક એવી આઇટમ છે જે નાનાથી લઈ વૃદ્ધો સુધીને ખુબ જ પસંદ આવે છે. આ એક સાઉથ ઇન્ડિયન રીનોવેટેડ ડિશ છે. સામાન્ય રીતે આપણે મસાલા ઢોંસા, પનીર ઢોંસા ઘરે બનાવીને ખાતા હોઈએ છીએ પણ મોટે ભાગે સ્પ્રિંગ ઢોંસા ઘરે બનાવવાનું ટાળતા હોઈએ છીએ. પણ આજે અમે તમને સ્પ્રિંગ ઢોંસાની સરળ રેસીપી જણાવીએ છીએ જેથી કરીને તમે તેને ઘરે જ બનાવી શકો અને ઘરના તમામ સભ્યોને ખુશ કરી શકો. ચાલો જાણીએ સ્પ્રિંગ ઢોંસાની રેસીપી.

સામગ્રી

ઢોંસાનું ખીરુ (જરૂર પ્રમાણે)

½ કપ – સમારેલી સ્પ્રિંગ ઓનિયન એટલે કે લીલી ડુંગળી,
1 કપ – જીણા સમારેલા ગાજર,
1 કપ – સમારેલા કેપ્સીકમ,
2-3 ચમચી – સેઝવાન સોસ,
1 નાની ચમચી – વેનેગર,
1 ચમચી – લસણ,
3 ચમચી – બટર,
સ્વાદ પ્રમાણે મીઠું,
અને 1 કપ બાફેલી નૂડલ્સ.

બનાવવાની રીત

સૌપ્રથમ એક પૉન લો તેમાં બટર નાખી ધીમા ગેસ પર લસણ અને ડુંગળી ઉમેરી તેને સાંતળી લો.

ત્યાર બાદ તેમાં ગાજર અને કેપ્સિકમ મિક્સ કરીને સાંતળી લો. હવે તેમાં શેઝવાન સોસ, સોયાસોસ, મીઠુ વિનેગર અને બાફેલી નૂડલ્સ મિક્સ કરી લો.

હવે તેને ગેસ પરથી ઉતારી લો.

ત્યાર બાદ ઢોંસા માટેનો નોનસ્ટિક તવો લઈ તેને ગરમ કરવા મુકી દો.

તવો બરાબર ગરમ થાય એટલે તેના પર ઢોંસાનું ખીરુ ફેલાવી દો.

તેના પર વેજિટેબલ્સ અને નૂડલ્સ વાળુ મિક્સચર પાથરી દો તેને બરાબર સીજવા દો હવે તેનો રોલ વાળી લો.

તેને એક પ્લેટ પર લઈ કાપી લો.

તૈયાર છે સ્પ્રિંગ ઢોંસા. તેને તમે સંભાર સાથે સર્વ કરી શકો છો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી