ભાવનગરી મરચા આવી ગયા છે માર્કેટમાં, તો રાયતા મરચા બનાવવા છે ને ? તો આ રહી એની રેસિપી, આજે જ બનાવજો

રાયતા મરચાં (ભાવનગરી મરચાં)

રાયતા મરચાં એ અેક ગુજરાતનાં કાઠિયાવાડી લોકોનુ ખુબ જ પ્રખ્યાત અને ટ્રેડીશનલી બનતા રાયતા મરચાં છે.જે મોસ્ટલી બધાજ ગુજરાતીનાં ઘરોમાં બનતા હોય છે.આમ તો આ કોઈ પણ ડિશ સાથે સર્વ કરી શકાય છે પણ સ્પેશ્યલી આ મરચાંને કાઠીયાવાડી ડીશ(ઓળો -રોટલા, સેવ ટમેટા ,કાંદા ગાઠીયા ,ભરેલા રીંગણ બટેકા જેવા શાક સાથે સર્વ કરો ),થેપલા અને ખીચડી સાથે પણ સર્વ કરવામાં આવે છે. લોકો આ મરચાંને સ્ટફ કરીને બનાવે છે .અહીં મે ભાવનગરી મરચાં લઇને બનાવ્યા છે. આ મરચાં 1 મહીના સુધી ફ્રીઝમાં સારા રહે છે.

સામગ્રી:

100 ગ્રામ – ભાવનગરી મરચાં,
2 ચપટી હળદર,
1.5 tsp રાયના કુરીયા,
1/2 tsp મેથીનાં કુરીયા,
ચપટી હીંગ,
અડધા લીંબુનો રસ,
1 tsp – તેલ,
1/2 ચમચી મીઠુ.

રીત:

1) સૌ પ્રથમ ભાવનગરી મરચાંને ધોઈ કાપી બી કાઢી લો.4 ભાગમાં કટકા કરી લો.


2) ત્યારબાદ તેમાં મીઠું,હળદર અને રાયનાં કુરીયા નાખો.

3) એક સાઇડ મેથીના કુરીયા અને હીંગની ઢગલી કરો. બીજી સાઈડ 1 ચમચી તેલ ગરમ કરવા મુકો. એ ગરમ થઇ જાય એટલે મેથીના કુરીયા અને હીંગની ઢગલીમાં ગરમ તેલ નાખી દો.

4) થોડું ઠંડુ થઈ જાય એટલે બઘુ મિક્ષ કરી લો.પછી તેમાં લીંબુ નો રસ નાખી એર ટાઈટ ડબ્બામાં ભરી લો.


5) તો રેડી છે રાયતા મરચાં એને ઓળો -રોટલા, સેવ ટમેટા ,કાંદા ગાઠીયા ,ભરેલા રીંગણ બટેકા જેવા શાક સાથે સર્વ કરો

નોંધ: આ મરચા ફ્રીઝ માં 1 મહીના સુધી રાખી શકાય છે,ફ્રીઝમાં રાખવાથી તે લીલાને તાજા રહે છે.બગડતા નથી.

રસોઈની રાણી : ખુશ્બુ દોશી.સુરત

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી