આજે રુચી બેન લાવ્યા છે ‘રવાની ખીર’ ની રેસિપી, આજે બનાવીને ટેસ્ટ કરજો! આવો ટેસ્ટ પહેલા નહિ કર્યો હોય.

રવાની ખીર

ઉત્તરાયણ માટે ઊંધિયું અને પૂરીની સાથે મીઠાઈમાં શું બનવાના ?? તેહવારો માં મને એવી જ વાનગી બનાવી ગમે જે ફટાફટ બની પણ જાય અને ખુબ જ સ્વાદિષ્ટ પણ હોય. આજે હું એવી જ એક એકદમ સરળ ખીરની રીત લાવી છું. આ ખીર ખુબ જ લોકપ્રિય છે .

આ ખીર તમે ગરમ અને ઠંડી , બેય રીતે પીરસી શકો. ઠંડીના દિવસોમાં ગરમ ભાવશે જયારે ઉનાળાના તડકામાં ઠંડી ઠંડી ખીર, આશા છે આપને પસંદ આવશે આ સરળ મિષ્ટાન ..

સામગ્રી :

• ૧ ચમચી ઘી,

• ૪-૫ ચમચી રવો,

• ૪ વાડકા દૂધ,

• ખાંડ , સ્વાદનુસાર,

• બદામ , કાજુ – નાના ટુકડા,

• કેસર તાંતણા,

• ૧/૨ ચમચી એલૈચી ભૂકો,

• ૧/૪ ચમચી જાયફળ ભૂકો,

• થોડી ચારોળી.

રીત :

non stick pan માં ઘી ગરમ કરો ..ઘી માં કાજુ , બાદમ સાંતળો.

હવે એમાં રવો ઉમેરો ને શેકો. રવો હલકા ગુલાબી રંગ નો થાય ત્યાં સુધી શેકો, રવો પોતાની સુવાસ છોડશે ..

હવે એમાં દૂધ , એલૈચી –જાયફળ ભૂકો , કેસર અને ખાંડને સરસ રીતે મિક્ષ કરો.

૪-૫ min માટે ઉકાળો.

બહુ ઉકાળવું નહિ તો એકદમ જાડુ થાય જશે .

ગેસ બંધ કરી ચારોળી, પિસ્તા નાખી સજાવટ કરો.

ને ગરમ , હુંફાળું કે ઠંડુ પીરસો.

રસોઈની રાણી : રુચિબેન શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.