આજે આપણે માવાના પેંડા બનાવીશું, તમે તૈયાર છો ને ?

માવાના પેંડા

પેંડા તો આપણી પરંપરાગત અને સદાબહાર મીઠાઈ કહેવાય. કોઈ પણ શુભ પ્રસંગ હોય તો ગુજરાતીમાં મીઠાઈ તો પેહલા હોય.. એમાં પણ પેંડાથી જ મીઠું મોઢું કરાવવાનું હોય. માર્કેટમાં તો કેટલી જાત જાતના પેંડા મળે છે પરંતુ આજે હું લાવી છું ઘરે પેંડા બનાવની સરળ અને ઝટપટ રેસીપી.માવાના પેંડા હેલ્દી પણ છે અને ટેસ્ટી પણ…

સામગ્રી:

૨ વડકા જેટલો માવો,
૧ વાડકો ખાંડ,
૧/૨ ગ્લાસ પાણી.

ગાર્નિસીંગ માટે:

બદામ,
કાજુ.

રીત:

માવાના પેંડા બનાવવા ખુબ જ સરળ છે અને બોવ જ ઓછી સામગ્રીમાં બની જાય છે.

તેના માટે અપડે લાઈસુ માવો અને ખાંડ આપડે જેટલા પણ પેંડા બનાવવા હોય તેટલો માવો તેમજ ખાંડ લાઇ શકીએ છે
હવે અપડે માવા ને ખમણી વડે છીણી લાઇ એ. માવાના પેંડા બનાવતી વખતે ટાઈમ ના હોય તો તેને છીણવી ના હોય તો તેનો હાથ વડે ભૂકો પણ કરી શકીએ છે.. પણ એક વાત નું ધ્યાન રાખવું કે માવા ની કણી ના રહી જાય. નહીંતર પ્રોપર પેંડા નાઈ વડે.
હવે આવી જ રીતે બધો માવો છીણી લો અથવા તો ભૂકો કરી લો અને બાજુમાં મૂકી દો.
હવે ચાસણી બનાવવાની તૈયારી કરીશુ. અપડે ખાંડ ડૂબે એટલું પાણી લાઈસુ ૧, વાડકો ખાંડ છે તો ૧/૨ વાડકો પાણી આપડે લઈસુ . અને તેને ગરમ મુકીસુ. હવે તેમાં પાણી ગરમ થઇ જાય એટલે ખાંડ ઉમેરીસુ.
હવે ધીમી આંચ ઉપર ચાસણી બનાવવા માટે તેને હલાવતા રહેવું જેથી એની પ્રોપર ચાસણી બની જાય
હવે તે ચાસણી માં ધીમે ધીમે માવો ઉમેરી બધો જ માવો ઉમેરી દો.

હવે તે માવાને ચાસણી સાથે મિક્સ કરવા માટે તેને ચલાવતા રેહસું જેથી આ મિક્સ થઈ જાય અને પેંડા વડે એટલું ઘટ્ટ થાય જય
હવે તેને ઠંડુ થવા મૂકી દો. ઠંડુ થઈ જય અને પેંડા વડે એવુ થઈ જાય એટલે હાથ વડે તેના પેંડા વળી લો

હવે તે પેંડા ગરમ હોય ત્યાં તેના પર કાજુ મૂકી દબાવી દો.
તો તૈયાર છે ઝટપટ બનતા માવા ના પેંડા.
નોંધ: પેંડા બનાવવાનું મિક્સરણ ઢીલું હોય તો તેને થનડું થવા દઈ પછી જ પેંડા વળવા જેથી તે વળી જાય. અથવા તો થોડી વાર વધારે ગરમ કરી તેને ઘટ્ટ કરી લેવું.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી