તીખું ખાવાનાં શોખીનો ખાસ વાંચો આ તમારા માટે જ છે, ‘ લસણીયા બટાકા અને તળેલા ભૂંગળા’

લસણીયા બટેકા અને ભુંગળા

લસણીયા બટેકા અને ભુંગળા એક ભાવનગર સાઈડ મળતી પ્રખ્યાત વાનગી છે. જે ઓથેન્ટીક રીતે બનાવ્યુ છે.

સામગ્રી:

10-15 બેબી પોટેટો,
2-3 tbsp લાલ મરચું,
1 tbsp ધણાંજીરુ પાવડર,
ચપટી હળદર,
6-7 કળી લસણ,
5-6 ટીપા લીંબુ જ્યુસ,
મીઠું સ્વાદ મુજબ,

રીત:

લસણની ચટણી બનાવવા:

1) લસણ,લાલ મરચું અને મીઠુ નાખી ખાંડી લો/મિક્ષરમાં પીસી લો.


2)બેબી પોટેટો ને બાફી છાલ કાઢી નાંખી રેડી કરો

3 )તેમાં લસણની જે પેસ્ટમાં પણી નાંખી લિકવીડ જેવી બનાવી એમાં નાખી દો.

4) એક પેન માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં બટેટા નાખો.
4)તેમાં લાલ મરચું,ધાણાજીરૂ,હળદર અને મીઠુ નાખી હલાવી લો.અને પછી તેમાં લીંબુનાં ટીપા નાખો જેથી તેલ ઉપર દેખાવા લાગે.5-6 મિનીટ ઉકળવા દો.

ગરમા ગરમ સર્વ કરો. લસણીયા બટેકા અને ભુંગળા સર્વ કરો.

રસોઈની રાણી: ખુશ્બુ દોશી,સુરત.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી