“ઈડલી ચાટ” ચાતમાં પણ બનાવો કૈક નવું, તો બાળકો ને તો મજા પડી જાય.

ઈડલી ચાટ

ચાટનું નામ સાંભળતા જ બધાના મોમાં પાણી આવી જાય છે.  એમાં પણ કંઈક નવું હોય તો બાળકો ને તો મજા પડી જાય.

ખૂબ જ ઝડપથી બની જતી ક્રિસ્પી ઈડલી ચાટની રેસિપી આજે હું લઇને આવી છું. એટલે હવે જ્યારે ઈડલી બનાવો તો ચોક્કસથી થોડી વધુ બનાવજો આ ચાટ બનાવા માટે.

ઈડલી ચાટ માટેની સામગ્રી:

4-5 ઈડલીના કટકા,
તેલ તળવા માટે.

ચાટ માટે:-

1 કપ વલોવેલું દહીં,
મીઠું સ્વાદાનુસાર,
ખાંડનો ભૂકો સ્વાદાનુસાર,
મરચું સ્વાદાનુસાર,
2 ચમચા ફણગાવેલા મગ અને મઠ ( ના હોય તો બાફેલા પણ લઈ શકો),
1 ચમચો દાડમના દાણા,
2 ચમચા ડુંગળી સમારેલી,
સેવ,
કોથમીર-ફુદીનાની ચટણી,
ખજૂર-આંબલીની ચટણી,
કોથમીર સમારેલી.

સર્વ કરવા માટે ટૂથપીક

ઈડલી ચાટ બનાવાની રીત:-

સૌ પ્રથમ ઈડલીના કટકા કરી લો. બહુ નાના કટકા ના કરવા એક માંથી ચાર ભાગ જ કરો જેથી એમાં ટૂથપીક ભરાવીને સર્વ કરવું સરળ રહે.

બધા ઈડલીના કટકાને ગરમ તેલમાં એકદમ આછું ગુલાબી થાય ત્યાં સુધી તેજ આંચ પર તળી લો. અને તેને પેપર નેપકીન પર નીકાળી લો જેથી વધારાનું તેલ નીકળી જાય.

દહીંમાં ખાંડનો ભૂકો અને મીઠું નાખીને મિક્સ કરી લો.

હવે એક પ્લેટમાં ઈડલીના કટકા ગોઠવી લો. એની ઉપર દહીં ઉમેરો.હવે ફણગાવેલા મગ-મઠ ભભરાવો.

હવે મીઠી ચટણી, લીલી ચટણી, દાડમ ના દાણા, ડુંગળી સમારેલી ઈડલી ઉપર ઉમેરો.

ત્યાર બાદ મરચું છાંટો. કોથમીર અને સેવ નાખી ને બધી ઈડલી પર ટૂથપીક ભરાવો અને ક્રિસ્પી ચાટ સર્વ કરો.

નોંધ:- તમે તમને ગમતું કાઈ પણ ચાટમાં ઉમેરી શકો છો. ફણગાવેલા કઠોળની બદલે બાફેલા મગ અને ચણા પણ લઇ શકો છો. દહીં અને ચટણી તમારા સ્વાદ મુજબ વધુ ઓછું કરી શકો છો.

તમે ઈડલીના તળો અને આમ જ ઉપયોગમાં લઇ શકો છો. બસ થોડી પાપડી પૂરી ઉમેરો એટલે એનાથી ક્રિસપી રહશે ચાટ.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી