રુચીબેનનાં હાથનું “દમ આલુ” આજે જ ટ્રાય કરો! ગરમા ગરમ રોટલી સાથે જમવાની મજા જ કઈ ઓર આવશે!!!!!

દમ આલું

બોલો બટેટાની આ વેરાઈટી કોને ના ભાવે ?ગરમાગરમ , મસાલેદાર ગ્રેવીમાં એકદમ સોફ્ટ નાની બટેટી અને સાથે ગરમાગરમ પરોઠા… નાના મોટા બધાને બટેટા તો ભાવે જ અને એમાય આવા ટેસ્ટી હોય તો કોન ના પાડે !!

આ એક પંજાબી શાક છે પણ આખી દુનિયામાં લોકપ્રિય છે .. ખાલી ટામેટાની ગ્રેવીમાં બટેટા નાખવાથી દમ આલું ના બને.. અસલ ટેસ્ટ છે એના મસાલાઓનો .. તો ચાલો જોઈએ રીત.. આશા છે પસંદ પડશે આપને .

સામગ્રી :

• ૧૨-૧૪ નાની બટેટી,
• ૨ વાડકા મોટા સમારેલા ટામેટા,
• ૪ મોટી ચમચી તેલ , શક્ય હોય તો રાઈનું તેલ,
• ૨ લવિંગ ,
• ૧ નાનો તજનો ટુકડો,
• ૨ એલૈચી,
• મીઠું ,
• ૧/૨ ચમચી ખાંડ,
• ૧/૨ ચમચી હળદર,
• ૧ ચમચી લાલ મરચું , શક્ય હોય તો કાશ્મીરી,
• ૫ ચમચી બારીક સમારેલી કોથમીર ,

પેસ્ટ બનવા માટે

• ૧ મોટો વાડકો ડુંગળીના મોટા ટુકડા,
• ૨ લીલા મરચા,
• ૬-૮ લસણની કળી,
• ૧/૪ વાડકો કાજુ ,
• ૧.૫ ચમચી વરીયાળી,
• ૧/૨ ચમચી હળદર,
• ૩ સુકા લાલ મરચા,
• ૧ ચમચી જીરું,

રીત :

1. સૌ પ્રથમ બટેટીની છાલ ઉતારી પાણીમાં પલાળી દો. forkની મદદથી નાના કાણા કરો . આમ કરવાથી બટેટી બાફશે સરસ અને મસાલાની ફ્લેવર પણ સરસ ચડશે ..નાની બટેટીના બદલે આપ મોટા બટેટાના ટુકડા પણ લઇ શકો.

.
2. બટેટી ને ૪-૫ min માટે પાણીમાં બાફી લો . પાણીમાં મીઠું ઉમેરવું.

.. ત્યારબાદ ચાયણીમાં લઇ વધારાનું પાણી નીતારી લેવું ..
3. બટેટા થોડા ઠરે એટલે તેલમાં શેલો ફ્રાય કે ડીપ ફ્રાય કરી લેવા .. બટેટા ણો કલર હલકો બ્રાઉન થાય ત્યાં સુધી તળવા.


4. ટામેટાને મિક્ષેરમાં ક્રશ કરી પ્યુરી બનાવી લેવી .


5. પેસ્ટ માટેની સામગ્રી ભેગી કરી એકદમ સ્મુધ પેસ્ટ બનાવો .


6. કડાયમાં તેલ ગરમ કરો . હવે તેમાં એલચી , લવિંગ અને તજ ઉમેરો . હવે તેમાં ડુંગળી ની પેસ્ટ ઉમેરી ૩-૪ min માટે શેકો .


7. હવે તેમાં ટામેટા પ્યુરી ઉમેરો. બરાબર મિક્ષ કરો અને ૫ થી ૭ min માટે પકાવો. વચ્ચે હલાવતા રેહવું .

8. હવે આ ગ્રેવીમાં મીઠું , હળદર, લાલ મરચું , કોથમીર , ખાંડ ઉમેરી માધ્યમ આંચ પર ૨ થી ૫ min માટે શેકો .

9. હવે તેમાં તળેલા બટેટા અને ફ્રેશ ક્રીમ ઉમેરો. ૧ વાડકો પાણી ઉમેરી મિક્ષ કરો અને ઢાંકીને ગ્રેવી થોડી જાડી થઇ ત્યાં સુધી પકાવો . આમ કરવાથી ગ્રેવીની બધી ફ્લેવર બટેટામાં પણ ચડી જશે અને વધુ સ્વાદિષ્ટ લાગશે .


10. કોથમીરથી સજાવટ કરો અને ગરમ ગરમ પીરસો .. તૈયાર છે દમ આલું.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી