‘ચાઈનીઝ પરોઠા’: આજે ટ્રાય કરો! બાળકોને ખુબ જ મજા આવશે ખાવાની

ચાઈનીઝ પરોઠા 

સામગ્રી :

૧/૨ કપ મેંદો,
૧/૨ કપ ઘઉં નો જીણો લોટ,
૨ ચમચા તેલ,
મીઠું સ્વાદ અનુસાર.

સ્ટફિંગ માટે :

૨ ચમચા બારીક ખમણેલી કોબી,
૧ ચમચો બારીકખમણેલી ડુંગળી,
૧ ચમચો બારીક ખમણેલું ગાજર,
૧ ચમચો બારીક કાપેલુ કેપ્સીકમ,
૧ ચમચી બારીક કાપેલી ફંસી,
૧ ચમચો નુડલ્સ,
૧ ચમચો સોયા તેલ,
૧ ચમચી વિનેગર,
૨ ચમચી ચીલી સોસ,
૧ ચમચી આજીનોમોટો,
મીઠું સ્વાદાનુસાર.

બનાવવાની રીત :

પરાઠાની સામગ્રી મિક્ષ કરી પરાઠાનો લોટ બંધો.

તેમાંથી રોટલી વણો. સ્ટફિંગ માટે નું તેલ ગરમ મુકો.

તેમાં બધા વેજીટેબલ સાંતળો. તેમાં મીઠું તથા આજીનોમોટો નાખી મિક્ષ કરો.

તેમાં વિનેગર અને ચીલી સોસ મિક્ષ કરો.

બાકીની બધી સામગ્રી તેમાં નાખી મિક્ષ કરો.

એક રોટલી પર સ્ટફિંગ સ્પ્રેડ કરી, બીજી રોટલી ઉપર મૂકી હલકા હાથે સહેજ થેપો.

રોટલીની કિનાર કાંટા ચમચી થી પ્રેસ કરો.

તવી માં તેલ થી બદામી શેકો.

ચાઇનીઝ પરોઠા ગરમ ગરમ પીરસો.

રસોઈની રાણી : નિકિતા મોદી (અમેરિકા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી