કોને યાદ છે આ બચપણમાં ખાધેલો ‘ભાખરીનો લાડવો’? ભૂલી ગયા છો તો યાદ કરીએ આજે એને ફરી બનાવીને.

‘ભાખરીનો લાડવો’

સામગ્રી:
૨ નંગ ભાખરી,
૧ વાડકો ગોળ,
૧ચમચો ઘી
૧ચમચો ડ્રાયફ્રુટસ.

રીત:
સૌપ્રથમ ભાખરી લો, તમે ભાખરીનો લડવો બનાવવા માટે ભાખરી બનાવો તો પણ ચાલે ને બચેલી ભાખરી લેવી હોય તો પણ લઇ શકીએ છીએ.
હવે ભાખરીના હાથથી નાના નાના ટુકડા કરી લઈએ. જેથી પીસવામાં સહેલાઇ રહે.
હવે ટુકડા કરેલી ભાખરીને એક મિક્સચરમાં ક્રશ કરી લઈએ. જેથી ભાખરીનો એકદમ પ્રોપર ભૂકો થઈ જશે.
હવે એક પેન ગરમ કરી તેમાં ઘી ઉમેરો અને એકદમ ઘી ને ગરમ થઇ જવા દો.
હવે ગરમ થયેલા ઘીમાં અપડે ગોળ ઉમેરીશું. જો તમને જેટલું મીઠું પસંદ હોય એટલો વધારે ઓછો ગોળ પણ ઉમેરી શકો છો
ગોળ ઉમેર્યા બાદ તેની એકદમ પ્રોપર પાઇ બનાવવાની છે. તેને એકદમ સેખાઈ જય ત્યાં સુધી ગરમ થવા દો
હવે તે ગોળ અને ઘીની પાઇમાં ભુખો કરેલી ભાખરી ઉમેરો ધીમે ધીમે બધી ભાખરી ઉમેરી દો. અને એક વાતનું ધ્યાન રાખવું કે ભાખરી ઉમેરતી વખતે ગેસ બન્દ કરી દેવો
હવે એકદમ હલાવવું અને મિક્સ કરી લેવું
હવે તેમાંથી અપડે લડવા વળી લેવા ગોડ ગોડ.. અને જો એમનેમ લચકાની જેમ રાખો તો પણ ચાલે
હવે તેમાં ડ્રાયફ્રુટસ ઉમેરીને સર્વે કરો તો તૈયાર છે શિયાળા નો સ્પેશિયલ એવો ભાખરી નો ગરમ ગરમ લાડવો

નોંધ: ભાખરીનો ભુખો કરવા માટે મિક્સચરની જગ્યા એ હાથ વડે પણ ભૂકો કરી શકો છો. અને ડ્રાઈફસ તમને જે પણ ભાવતા હોય એ ઉમેરી ડેકોરેટ કરી શકો છો.

રસોઈની રાણી : મેધના સચદેવ (જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી