‘વેજીટેબલ પરાઠા’ : શાકભાજીના ઉપયોગથી બનતા આ પરોઠા બાળકો ટેસ્ટ અને હેલ્થ બંને આપશે, તો આજે બનાવો છો ને ?

વેજીટેબલ પરાઠા

આલુ પરાઠા બધા જ બાળકોને ભાવતા હોય છે જો આપણે એકલા બટેટાના સ્ટફિંગ બદલે વેજીટેબલનું પણ જોડે સ્ટફિંગ કરીએ તો ટેસ્ટ તો સરસ આવશે જ અને હેલ્થી પણ થઇ જશે.

બાળકોના ટિફિનમાં આપી શકાય એવા સરળ વેજીટેબલ પરાઠાની રીત આ મુજબ છે.

સામગ્રી:

કણક માટે:-

3 કપ ઘઉંનો લોટ,
2 ચમચી તેલ,
મીઠું સ્વાદાનુસાર,
પાણી.

સ્ટફિંગ માટે:-

3 બાફેલા બટેટા,
1/4 કપ બાફેલા વટાણા,
1/4 કપ બાફેલા ગાજર,
1/4 કપ બાફેલી ફણસી,
1/4 સમારેલું કેપ્સિકમ,
1 સમારેલી ડુંગળી,
1 ચમચી આદુ મરચાંની પેસ્ટ,
2 ચમચા સમારેલી કોથમીર,
1 ચમચી તેલ,
હિંગ ચપટી,
1 ચમચી મરચું,
1 ચમચી ધાણાજીરુ,
1/2 ચમચી હળદર,
1/8 ચમચી ગરમ મસાલો,
1/4 ચમચી આમચૂર પાવડર,
મીઠું સ્વાદાનુસાર,
2 ચમચાં ટોસ્ટનો ભૂકો’

ઘી પરાઠા શેકવા માટે.

રીત:-

સૌ પ્રથમ ઘઉંના લોટમાં તેલ અને મીઠું નાખી ને મિક્સ કરો. હવે પાણીની મદદથી સોફ્ટ કણક બાંધી લો. આ કણકને 30 મિનિટ રેસ્ટ આપો એનાથી પરોઠા વધુ પોચા બને છે.

એક કડાઈમાં એક ચમચી તેલ મુકો અને તેમાં હિંગ અને હળદર ઉમેરો.

 

ત્યાર બાદ સમારેલી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી ને સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો. ગેસ બંધ કરો અને ઠંડુ થાય પછી ઉપયોગમાં લો.

હવે એક બીજા બાઉલ માં બાફેલા બેટેટા, વટાણા, ગાજર, ફણસી લો.

તેમાં સાંતળી ને રાખેલા ડુંગળી અને કેપ્સિકમ ઉમેરો. બધા મસાલા મરચું, ધાણાજીરું, આમચૂર, ગરમ મસાલો, આદુ મરચાં ની પેસ્ટ ઉમેરો. કોથમીર પણ ઉમેરો.

બધું બરાબર પાઉભાજી ક્રશર થી ક્રશ કરી ને મિક્સ કરો અને ટોસ્ટ નો ભૂકો ઉમેરો. ફરી થી બધું મિક્સ કરો. સ્ટફિંગ તૈયાર છે.

પરોઠા વણવા માટે:-

ઘઉંની કણક માંથી રોટલી ના કરીએ એવા લુઆ કરો. હવે 2 લુઆ લો માંથી 2 એકસરખી જાડી નાની રોટલી વણો.

એક રોટલી પર થોડું સ્ટફિંગ મૂકી ને વચ્ચે સ્પ્રેડ કરો. કિનારી એ થોડું પાણી લગાવો અને બીજી રોટલી ઉપર મુકો. કાંટા ની મદદ થી કિનારી બંધ કરો. ફોટો માં બતાવ્યા મુજબ.

હવે થોડું અટામણ લઇને હલકા હાથે પરાઠું વણી લો.બધા પરોઠા આ રીત થી તૈયાર કરો.

ગરમ તવા પર પરોઠા બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ઘી લગાવી ને શેકી લો.

આ પરાઠાને દહીં, ચટણી, સોસ, રાયતું કે સૂપ સાથે સર્વે કરો. બાળકોને ટિફિનમાં ચીઝ સ્પ્રેડ સાથે પણ આપી શકાય.

નોંધ:- બટેટા અને બધા શાક થોડા વહેલા બાફી લેવા જેથી તે સ્ટફિંગને ચીકણુંના બનાવે. બાફેલા શાક પાણી પોચા ના હોવા જોઈએ. બને તો બધું વરાળે બાફો. સ્ટફિંગ વહેલા બનાવી ને ફ્રીઝ માં મૂકી શકાય છે.જેથી પરોઠા માં સ્ટફિંગ સરસ થાય છે.

ટોસ્ટના ભૂકા ને બદલે ફ્રેશ બ્રેડ નો ભૂકો પણ લેવાય અથવા કોર્નફ્લેક્સનો ભૂકો પણ લેવાય.
તમને ગમતાં બીજા શાક ઉમેરી શકાય.

ભાજીપાવનો મસાલો પણ ઉમેરી શકાય છે .એનાથી ટેસ્ટ સારો આવે છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી