ચાલો આજે બનાવીએ ‘મૈસુર મસાલા ઢોસા’ જે બને છે બહારથી કરકરા અને અંદરથી સોફ્ટ

મૈસુર મસાલા ઢોસા

સામગ્રી :

ઢોસાના ખીરા માટે:

૨ કપ ચોખા,
૧/૨ કપ અડદ દાળ,
૧ ચમચી સુકી મેથી (નાખવી હોય તો),

મૈસુર ચટણી :

મસાલા માટે:

૩-૪ બાફેલા બટેકા,
૧-૨ ડુંગળી,
૨ ચમચી આદુ મરચા લસણની પેસ્ટ,
હળદર,
મીઠું,
૧ ચમચો તેલ,
૧/૨ ચમચી રાઈ,
૧ ચમચી અડદ દાળ,
૧.૫ ચમચી ચણાની દાળ,
લીમડાના પાન,

રીત:

-સૌ પ્રથમ રાતે ચોખા,અડદ દાળ,મેથી બરાબર ધોઈને પલાળી લેવા.

-બીજે દિવસે સવારે મિક્ષરમાં સાવ બારીક પીસી લેવું. પછી ૭-૮ કલાક આથો આવા મૂકી દેવું.(જેવું વાતાવરણ પછી તે પ્રમાણે મુકવું.) તો તૈયાર છે ઢોસાનું ખીરું.

-હવે એક કડાઈમાં તેલ લઇ તેમાં રાઈ,અડદ દાળ,ચણાની દાળ,લીમડાના પાન નાખી હલાવી,આદુ મરચા લસણની પેસ્ટ,હળદર,ડુંગળી સાંતળી તેમાં મીઠું,બટેકાનો માવો મિક્ષ કરવો. તો તૈયાર છે ઢોસાનો મસાલો.

-હવે તવા પર તેલ કે બટર લગાવી ખીરાના ૨ ચમચા રેડી ઢોસો બનાવવો.પછી મૈસુર ચટણી તેના પર લગાવી મસાલો પાથરવો.

તો તૈયાર છે ગરમ ગરમ સંભાર,નાળીયેર,ડુંગળી ટમેટાની ચટણી જોડે સર્વ કરવા મૈસુર મસાલા ઢોસા.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી