રુચીબેનની રેસિપી અનુસાર ફટાફટ બની જશે ‘કોથમીરની તીખી ચટણી’

કોથમીરની તીખી ચટણી

આ ચટણી એક સર્વ સામાન્ય છે, જે લગભગ દરેકના ઘરે બનતી હોય છે. આ ચટણી તમે સેન્ડવીચ, કટલેટ, ભેળ, ફરસાણ, ચાટ કે દાળ ભાત સાથે પણ ખાય શકાય છે.

મારા ઘરે તો દર ૭-૮ દિવસે આ ચટણી તો બને જ. હા, દરેકની બનવાની રીત અલગ હોય. આપ જ કહો કાળી પડેલી કે બેસ્વાદ ચટણી કોને ભાવે? સાચું ને ?

તીખાશ એ આ ચટણી નો મૂળ સ્વાદ છે. પણ, સાથે મીઠું અને ખટાશ પણ સરભર હોય તો એનો રંગ ઓર જામે. આ ચટણીને ફ્રીઝમાં ૮-૯ દિવસ સુધી એકદમ તાજી રાખી શકાય છે. જો તમે એને ફ્રીઝમાં નાના ડબ્બામાં ભરીને સાચવો અને જરૂર પ્રમાણે જ બહાર કાઢો તો આ ચટણી મહિનાઓ સુધી સાચવી શકાય છે.

આજે હું અહી આપને મારી રીત બતાવીશ. આશા છે કે તમને પસંદ પડશે . રીતની આખરમાં અમુક મુદ્દા અચૂક વાંચજો જે ચટણીને સ્વાદિષ્ટ અને લાંબો સમય તાજી બનાવી રાખવામાં મદદ કરશે.

સામગ્રી :

• ૨ પણી તાજી કોથમીર,
• ૮-૧૦ તીખા લીલા મરચા (વધારે ઓછા સ્વાદ અને મરચાની તીખાશ પ્રમાણે),
• મુઠીભર શીંગ દાણા,
• ૧/૨ ચમચી સંચળ,
• ૨.૫ ચમચી લીંબુનો રસ,
• મીઠું,
• ૧/૪ ચમચી ખાંડ,

સામગ્રી :

૧. સૌ પ્રથમ કોથમીરને સાફ કરી ધોઈ લો .

૨. થોડી કોરી પડે એટલે મોટી મોટી સુધારી લો.

૩. મિક્ષેરમાં પેહલા શીંગ અને લીલા મરચાને અધકચરા વાટી લો.

૪. હવે એમાં કોથમીર નાખો.

૫. પછી એમાં મીઠું , સંચળ, ખાંડ અને લીંબુ ઉમેરો.

૫. થોડું થોડું પાણી ઉમેરી એકદમ જીણી વાટી લો. પાણી એકસાથે અને વધારે ઉમેરવું નહિ .

૬. કાચની બોટલ કે એર ટાઈટ ડબ્બામાં ભરી ફ્રીઝમાં રાખો.

નોંધ :

• ચટણી માટેની કોથમીર હમેશા તાજી અને લીલી પસંદ કરવી. કરમાય ગયેલી કે પીળી પડેલી કોથમીર કદી પણ બ્રાઈટ અને લીલો કલર લાંબા સમય માટે નહિ આપે .

• એકદમ ઠંડુ(બરફ કે ફ્રીઝ નું ) પાણી ચટણી વાટવા માં વાપરવાથી પણ ચટણી નો કલર વધારે સમય માટે જાળવી શકાશે ..

• પૂરતા પ્રમાણ માં મીઠું અને લીંબુ નું પ્રમાણ પણ ચટણી ને લીલીછમ રાખશે .

• ચટણી ને વપરાશના સમયે જ ફ્રીઝ માંથી કાઢો અને ફરી તુરંત ફ્રીઝ માં મૂકી દો . તાપમાનમાં ફેરફાર પણ ચટણીને કાળી અને બેસ્વાદ બનાવી દે .

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી

 

 

ટીપ્પણી