જાણો એડીનો દુ:ખાવો થવા પાછળના કારણો અને તેના ઉપાયો

જાણો એડીનો દુ:ખાવો થવા પાછળના કારણો અને તેના ઉપાયો

યુવા હોય કે વૃદ્ધ પરંતુ હવે સાંધાનો દુ:ખાવો દરકેવર્ગના લોકોમાં સામાન્ય બનતો જાય છે. પહેલા સામાન્ય રીતે 45થી 50ની વયવટાવી ચુકેલા લોકોને જ પગની એડીમાં દુ:ખાવો કે તકલીફ રહેતી હતી પરંતુ હવે 25થી 35 વયના યુવા વર્ગમાં પણ આ તકલીફ સામાન્ય જોવા મળી રહી છે.એક અહેવાલ અનુસાર યુવા વર્ગમાં વધી રહેલા વર્કલોડના કારણે આ પ્રોબ્લેમ્સ હવે સામાન્ય થતાં ગયા છે. એડીનો દુ:ખાવો ઘણાં બધા જુદા જુદા કારણોસર થઇ શકે છે પરંતુ સૌથી સામાન્ય કારણ ‘ પ્લાન્ટરફેસાઇટીસ તરીકે ઓળખાતો પગની પાનીની અંદર આવેલ પડનો સોજો હોય છે. તો જાણી લો તમે પણ આજે પગની એડીનો દુ:ખાવો થવા પાછળના કારણો અને તેના ઉપાયો વિશે…

એડીનો દુ:ખાવો થવાના કારણો

1. ગાદી વગરના બુટ-ચપંલ પહેરનારા લોકોને આ સમસ્યા વધુ પ્રમાણમાં થાય છે
2. લાંબો સમય કઠણ સપાટી પર ઉભા રહીને કામ કરનારાઓ
3. લાંબો સમય દોડનારાઓ
4. વધુ વજન ધરાવનારાઓ
5. જેમના પગના સ્નાયુઓ અક્કડ હોય અથવા પગના હાડકાની કમાન વધુ સપાટ કે ઊંડી હોય એમને વધુ રહે છે
6. પગનું હાડકુ વધી જવું
7. શરીરમાં પોષક તત્વોની ઉણપ
8. ડાયાબિટીસ કે સ્થૂળતા
9. વધારે સમય ઊભા રહેવાથી

એડીના દુ:ખાવાને દૂર કરવાના ઉપાયો

દોડવા કે ઝડપથી ચાલવાને બદલે તરવાની કે સાઇકલ ચલાવવાની કસરત કરવાથી એડીના દુ:ખાવામાં રાહત થાય છે.
એડીના દુ:ખાવામાંથી રાહત મેળવવા સૌ પ્રથમ એક બરફનો ટુકડો લો અને તેને 15 મિનિટ સુધી દુખતા ભાગ પર ઘસો. આ પ્રયોગ સતત એક મહિનો કરવાથી દુ:ખાવાથી રાહત મેળવી શકશો.

દુખાવો ખૂબ વધારે થતો હોય તો તમારી જાતે કોઇ પણ પ્રકારની દવાઓ લેવાનુ ટાળો. ડોક્ટરની સલાહ મુજબ જ દવા લેવાનો આગ્રહ રાખો.એડીના દુ:ખાવામાંથી રાહત મેળવવા બુટ, ચંપલની ડીઝાઇનમાં ફેરફાર કરો કારણકે તેનાથી પણ ઘણી વાર દુખાવામાં રાહત થતી હોય છે.

હિલવાળા ચંપલ પહેરવાનું ટાળો. તમને જણાવી દઇએ કે, સતત હિલ પહેરવાથી પગમાં અનેક ઘણી તકલીફો ઊભી થાય છે.

અતિશય દુ:ખાવો હોય ત્યારે વધારે પડતું ચાલવાનું ટાળવું. ઘરમાં ખુલ્લા પગે ચાલવાને બદલે પોચાં સ્લીપર્સ પહેરી રાખવા. શરીરનું વજન જરૂરિયાત કરતા વધારે હોય તો ઓછુ કરવા પ્રયત્ન કરવો.એક વાસણમાં એલોવેરાના રસને ધીમી આંચ પર ગરમ કરો. હવે તેમાં નવસાર (ખાર) અને હળદર મિક્સ કરી લો. જ્યારે તે પાણી શોષી દે તો ગેસ બંધ કરી દો અને નવશેકુ થાય એટલે એક કોટનના ટૂકડા પર રાખી દો. હવે તેને એડી પર પટ્ટીની જેમ બાંધી દો. જો કે એક વાતનુ ખાસ ધ્યાન રાખો કે આ ઉપાય તમારે રાત્રે સુતા પહેલા કરવાનો રહેશે. સતત એક મહિનો આ ઉપાય કરવાથી દુ:ખાવામાંથી રાહત મેળવી શકશો.પગના તળિયાની નીચે પ્લાસ્ટીકની એક નાનીબોટલ મૂકી દો. ત્યારબાદ એક મિનિટ સુધી તેને આગળ-પાછળ રોલ કરો. જો તમે આ એક્સેસાઇઝ વારંવાર કરશો તો તમને આ દુ:ખાવામાંથી રાહત મળી જશે.

દિવસમાં 1 વાર એક ચમચી દૂધની સાથે એક ચમચી અશ્વગંધાનું ચૂર્ણ મિક્સ કરીને સેવન કરો. પછી તરત જ એક કપ નવાયું દૂધ પી લો. આમ કરવાથી દુ:ખાવામાં રાહત મળે છે.

એલોવેરા, આદુ અને કાળા તલ મિક્સ કરીને એડી પર લગાવવાથી દુ:ખાવામાંથી છૂટકારો મેળવી શકાય છે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ટીપ્સ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી