સાવધાન – સફેદ વાળ – યંગસ્ટર્સમાં તેજ ગતિથી ફેલાઈ રહી છે આ બીમારી, જાણો તેનાથી બચવાના ઉપાય..

આપણે બધા જાણીએ છીએ, કે આપણી વાયની સાથે સાથે શરીર પણ વૃદ્ધ થવા લાગે છે અને તેની સીધી અસર આપણા શરીર પર દેખાય છે. જેમ કે ચહેરાની કરચલીઓ, હાડકાની નબળાઈ, ઘૂંટણમાં દર્દ થવું, વાળ સફેદ થવા. આમાં વૃદ્ધત્વ જે સૌથી વધુ ઝળકાઈ આવે છે, તે કરચલીઓ અને સફેદ વાળ હોય છે. એક સમય હતો, જ્યારે કે આ બાબતો વધુ ઉંમરના લોકોમાં જ જોવા મળતી, આજકાલ આ બાબતો બીમારીના રૂપે યુવાઓમાં જોવા મળે છે. જો તમારા વાળ પણ ઓછી ઉંમરમાં સફેદ થવા લાગ્યા છે, તો તે ચિંતાના વિષય છે. આજકાલ બધા માટે પર્સનાલિટી બહુ જ ખાસ બાબત હોય છે. પરંતુ વાળ જ નહિ બચે, તો હેર સ્ટાઈલ ક્યાંથી કરશો. તેથી આજથી જ તમારા વાળની સંભાળ રાખવાની શરૂઆત કરી દો.

સફેદ વાળ થવાના મુખ્ય કારણમાનવામાં આવે છે કે, લાંબા સમય સુધી તાવ રહેવા પર વાળ સફેદ થવાનો ખતરો રહે છે. તેથી તાવનો જલ્દીથી જલ્દી ઈલાજ કરવું બહુ જ જરૂરી છે. વાળ સંફેદ થવા પાછળ અન્ય બીમારીઓ પણ કારણભૂત બની શકે છે. જેમ કે, કુપોષણ, રક્તની કમી સાથે જોડાયેલા અન્ય રોગ, વિટામિન-12ની ખામી અને વધુ પડતી ચિંતા કરવી. જો તમે પણ ફેશનેબલ હેરસ્ટાઈલ રાખવા માટે અનેક પ્રકારના કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, તો તમને જણાવી દઈએ કે, તેનાથી તમારા વાળ પર બહુ જ ખરાબ અસર પડે છે. ખાસ કરીને હેર ટ્રીટમેન્ટ કરાવવાથી.શેમ્પુ, ડાઈનો રંગ કે તેલનો વધુ પડતો ઉપયોગ તમારા વાળને વધુ સફેદ કરી શકે છે. આ તમામને વિપરિત તમારે આયુર્વેદિક શેમ્પૂ, વગર કોઈ કેમિકલની ડાઈ કે રંગ અને સુગંધ વગરના તેલનો ઉપયોગ કરવો જોઈએ.

વાળને સફેદ થતા આવી રીતે બચાવો વાળને સફેદ થવાથી બચાવવા માટે સંતુલિત ભોજન, વાળની યોગ્ય સફાઈ રાખવી જરૂરી છે. અનેક લોકોને આ વાત મજાક લાગે છે, પરંતુ તે સાચું છે કે જો તમે એક કે બે સફેદ વાળ હોવાથી તેને તોડી દેશો તો વધુ સફેદ આવવાની શરૂઆત થશે.

માનસિક તણાવથી બચીને રહો અને કોઈ વાતની ચિંતા ન કરો. આહારમાં દૂધ, પનીર, પાલક, લીંબુ, આંવલા, સફરજન, સંતરા, મોસંબી, લીલા શાકભાજી, તાજા ફળ, અંકુરિત અનાજ અને ભોજનમાં મીઠા લીમડાના પાનનો ઉપયોગ શરૂ કરી દો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી