અમદાવાદમાં આયોજિત સેમીનારમાં બનેલી સત્ય ઘટના !

અમદાવાદમાં એકવાર ગુજરાતી મહિલાઓનો સેમીનાર યોજાયો હતો. જેમાં “પતિ સાથે કઈ રીતે સુંદર રીલેશનશીપમાં રેહવું જોઈએ” આ વિષય હતો.

ત્યાં હાજર બધાને પૂછવામાં આવ્યું કે આહિય બેઠેલામાંથી કોણ એવું છે જે પોતાના પતિને ખુબજ પ્રેમ કરે છે? તો ત્યાં હાજર બધી જ સ્ત્રીઓએ હાથ ઉંચો કર્યો.

પછી તેમને પૂછવામાં આવ્યું કે કોણે કોણે પોતાના પતીને છેલ્લી વાર ક્યારે “I Love You” કીધું હતું એ કહો ! તો તેમાંથી અમુક સ્ત્રીઓએ કહ્યું આજે, કેટલાકે કહ્યું, કાલે અને કેટલાક એ કીધું યાદ નથી..!

થોડી વાર બાદ…

બધી જ સ્ત્રીઓને પોતાનો ફોન હાથમાં લઇ “I Love You Sweetheart” નો મેસેજ પોતાના પતિને કરવા કહેવામાં આવ્યું ! ત્યારબાદ દરેક સ્ત્રીએ પોતાના ફોન એકબીજા જોડે એક્ષચેન્જ કરી દેવા કહ્યું અને કહ્યું હવે જોઈએ કોના ફોનમાં સામે શું રીપ્લાય આવે છે!!!

હવે તમે બધા વાંચી લો કેવા પતિઓના સામેથી કેવા જવાબ આવેલા !

૧. કોણ છે આ…?

૨. એય તબિયત બરાબર છે ને તારી?

૩.શું? શું કીધું?

૪. હે ભગવાન પછી ગાડી ઠોકી આવી કે શું?

૫.મને ખબર નથી પડતી શું થયું છે તને?

૬. પાછુ શું કર્યું આ વખતે હું તને માફ નહિ કરું

૭. ગાંડાવેડા છોડને બોલ કેટલા પૈસા જોઈએ?

૮.કામ માં છું તને અત્યારે જ મજાક સુઝે છે?

૯. પાછુ પીવાનું ચાલુ કર્યું?

૧૦. જેવલરી લેવી છે?

મિત્રો ! આ રમુજ આપ સૌને પસંદ આવી હોય અને તમારા હાસ્ય માટે અમે કારણ બન્યા હોઈએ તો આ વાત આગળ અચૂક શેર કરજો !!

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block