શિક્ષણનાં વ્યાપારીકરણ વચ્ચે મળેલું એક આશાનું કિરણ

રોજ સવારે છાપું આવે, અને એની સાથે આવે ઢગલાબંધ જાહેરાતો.. આમ તો જાહેરાતો ને વધુ-ઓછી નજરઅંદાજ કરીને આગળ વધવુંએ મોટાભાગનાં લોકોની જેમ મારો પણ નિત્યક્રમ હોય છે. પણ, આજે છાપાની સાથે આવતા જાહેરાતનાં કાગળોમાંના એક કાગળે મારું ધ્યાન લાંબા સમય સુધી ખેંચી લીધું. કોઇ આકર્ષક રંગો કે ગ્લોસી પેપરની નવી ડિઝાઇન ન હતી. પણ એમા રહેલી એક પ્રી-સ્કૂલ વિષેની આગવી વાતોએ મને ખરેખર જિજ્ઞાસુ કરી દીધો. ઉત્સુકતા વધતા, મેં જાહેરાતમાં આપેલ નંબર પર ફોન કર્યો અને વધુ માહિતી મેળવી, જે જાણીને મને ખરેખર અચરજ થયું. વર્તમાન શિક્ષણ વ્યવસ્થાના વ્યાપારીકરણથી જે અંધાધુંધી ફેલાઇ છે, તેમાં એક આવો પણ જાગૃત વર્ગ છે કે જે સદભાવનાથી નૂતન ભારતીય શિક્ષણ પ્રણાલી બનાવવા માટે કટિબદ્ધ છે અને શિક્ષણને વ્યાપારની દ્રષ્ટિએ ના જોતા તેને ખરેખર યજ્ઞીય કાર્ય બનાવવા પ્રયત્નશીલ છે.

શાર્દૂલ શિશુ વિહાર એ અમદાવાદમાં વસતા અમુક પ્રગતિશીલ યુવાનોએ (Doctors, Professors, CA, Govt. Officers, etc) વર્તમાન શિક્ષણ વ્યવસ્થાના વિકૃત પરિણામો જોઈ, ખૂબ research કરી, ૨-૫ વર્ષના બાળકો માટે એકદમ નૂતન ભારતીય શિક્ષણ પ્રણાલી બનાવી છે.

આ પ્રયત્ન, તેઓ પોતાના બાળકોની સાથે સાથે સમાજના દરેક બાળક સુધી લઇ જવા માંગે છે, કે જેથી તેઓ ભારતીય શિક્ષણ પરંપરામાં ભણી ભવિષ્યમાં ભારતને જગતગુરુ બનાવે. આ સંપૂર્ણ પ્રયત્ન નિઃસ્વાર્થ છે, અને એટલે જ ૫ Doctor, ૩ Professor અને ૨ CA પોતાનો સમય કાઢી “શિક્ષક” તરીકે જોડાયા છે. જ્યારે મેં આ વાત જાણી કે બિન-શિક્ષકો આ પ્રયોગમાં શિક્ષક તરીકે જોડાયા છે, ત્યારે શરૂઆતમાં તો બહુ ખટક્યુ, કારણકે ભુતકાળમાં આ પ્રકારનાં પ્રયોગો અયશસ્વી થવાનાં દાખલા છે — અને એ બધામાં મુખ્ય કારણ રહેલુ છે આવા હરખપદુડા પ્રોફેશનલ્સની અણઆવડત.. શિક્ષકની બુદ્ધિ-ચતુરાઇ કે હોંશિયારી કદાચ આવા બુદ્ધિજીવીઓ જેટલી ના હોય, પણ શિક્ષણની કલા કાંઇ રસ્તે રઝળતી નથી કે બધા 7-10 દિવસની ટ્રેનિંગમાં આત્મસાત કરી લે.. પરંતુ શાર્દૂલ શિશુ વિહારનાં ડો. દિશાબેન, ઉત્કર્ષભાઇ, તેમજ અન્ય મિત્રોને મળીને આ સંશયનું પણ સંપૂર્ણ નિરાકરણ થઇ ગયુ.

2 થી 5 વર્ષનાં બાળકો એકદમ સરળતાથી કોઇને ના ગાંઠે, પણ આ બાબતમાં એમની બાળકો જોડેની એકાત્મતા ઊડીને આંખે વળગે એવી હતી. માત્ર પોલિસી તરીકે આવુ વર્તન કરવું અને બાળકોને હ્રદયથી વ્હાલ આપવો એમા ઘણો ફરક હોય છે. અને એમને ડરાવ્યા, ધમકાવ્યા કે કોઇ દમદાટી કર્યા વગર એમની જોડે ગાઢ આત્મીયતા અને વ્હાલનો સંબંધ બાંધવો એ આજની કોઇ સ્કૂલમાં મને જોવા મળતુ નથી. અરે, સ્કૂલ કે શિક્ષકની ક્યાં વાત કરો છો, આજનાં મોડર્ન માં-બાપમાં એ ગજાની સહનશક્તિ અને સમજદારીનો સદંતર અભાવ સ્પષ્ટ જોવા મળે છે, અને એ ટોપિક પર તો જો લખવા બેસીએ તો આ લેખ પૂરો જ ના થાય!

બીજું જે મને શાર્દૂલ વિષે ગમ્યુ એ છે એમનો ક્લાસરુમની બહાર પ્રકૃતિને ખોળે લઇ જઇને બાળકોને પ્રવૃત્તિઓ કરાવાનો અભિગમ. અમદાવાદનાં વિવિધ જાહેર સ્થળો જેમ કે પાર્ક, તળાવ કિનારે, મોટા મંદિર, પિકનિક સ્પોટ્સ તેમજ પ્રાકૃતિક સૌંદર્યની જગ્યાએ બાળકોને નક્કી કરેલા દિવસો સુધી અનેક પ્રકારનાં જીવન-ઉપયોગી અનુભવો કરાવવાના. 2-4 દિવસ કે 15 દિવસ થાય ત્યારે વળી બીજા સ્થળે લઇ જઇ અને ત્યાંના અનુભવોથી પરિચિત કરાવવાનાં. 3-5 વર્ષનાં બાળકોને તો સંપૂર્ણપણે આવી જ રીતે ભણાવવાના, જ્યારે 2-3 વર્ષનાં બાળકો માટે વાલીની ઉપસ્થિતિમાં ઘર જેવા માહોલમાં જ પ્રવૃત્તિઓ કરાવવાની.

આ ઉપરાંત એવી બીજી ઘણી બાબતો છે કે જેમાં બીજી બધી પ્રી-સ્કૂલો કરતા શાર્દૂલ સાવ અલગ જ તરી આવે છે. બધી બાબતોની ચર્ચા આ લેખમાં કરવી મુશ્કેલ છે, પણ તમારી જાણ માટે અહીં એમના જ પોસ્ટરમાંથી લીધેલી અમુક વાતોની છણાવટ મૂકેલ છે.

શાર્દૂલ શિશુ વિહારમાં બાળકોને શું આપે છે?

• પ્રકૃતિનો ખોળો, વૃક્ષોનો છાંયો, બાગની લીલી ચાદર અને માટીનું ક્રીડાંગણ – આ વાતાવરણ જ બાળકના હૈયાને સાચી ઠંડક આપે છે.
• અમદાવાદ (કર્ણાવતી) ના ૩૬ વિવિધ સ્થળો પર લઇ જઇ વિશ્વામિત્ર – રામની વિશિષ્ટ પદ્ધતિવાળું શિક્ષણ.
• માતૃહ્રદય અને વાત્સલ્યથી ભરપૂર, નિઃસ્વાર્થ અને નિષ્ઠાવાન શિક્ષકો અમારા શિશુ વિહારનો પાયો છે.
• Left અને Right Brain Developmentને સરખું મહત્વ આપતી Multiple Intelligence વાળી ૫૦૦ થી વધુ Activities બાળકને Smart બનાવે છે.
• શારિરીક, ભાવાત્મક અને બૌદ્ધિક ક્ષમતાઓના વિકાસ માટે ૪૦૦ થી વધુ રમતો દ્વારા સંપૂર્ણ પંચકોષાત્મક વિકાસ.
• Photographic Memory અને Multiple Languagesના પાયા મજબૂત કરવા સંસ્કૃત ભાષાનો બૃહદ ઊપયોગ.
• ભગવાને દરેક બાળકને Unique અને શ્રેષ્ઠ બનાવ્યું છે પણ સમુદ્રની મહારાણી માછલીને પણ ચિત્તાની જેમ જમીન પર ઝડપથી દોડવાનું શિક્ષણ આપવું કેટલું યોગ્ય? – આ માટે બાળકની વિશિષ્ટ શક્તિ ઓળખી તેના માટેનું Personalized Curriculum.
• ૧૦૦૦થી વધારે વાર્તાઓ અને ગીતો દ્વારા સુસંસ્કાર સિંચન, ચારિત્ર્ય નિર્માણ, શ્રેષ્ઠ ભારતીય ચિંતન અને જીવનપ્રણાલી નિર્માણ કરવાનો અવસર.
• અનન્ય અને અમૂલ્ય ક્ષમતાવાન બાળકોના વિકાસ માટે શિક્ષક-માતાપિતાઓનું પખવાડિક અનાત્મલક્ષી અને તટસ્થ ચિંતન.

શાર્દૂલ શિશુ વિહારમાં બાળકોને શું નથી આપતા?

• AC નથી આપતા જેથી બાળક નિરોગી, સ્વસ્થ અને સહનશીલ બને.
• ૪ દિવાલોના Classroomનું બંધન નથી આપતા કારણકે પ્રકૃતિ/સૃષ્ટિ પોતેજ એક પાઠશાળા છે અને જીવન એક શિક્ષક છે.
• CCTVમાં નજરકેદ નથી કરતા કારણકે અમને અમારા શિક્ષકો ઉપર અપ્રતિમ શ્રદ્ધા અને વિશ્વાસ છે.
• Smart Class નથી આપતા કારણકે તે વ્યવસ્થામાં માત્ર ક્લાસ જ સ્માર્ટ રહી જાય છે, બાળકનો ખરો વિકાસ થતો નથી.
• Bagનું ભારણ નથી આપતા કારણકે સાચું જ્ઞાન તો હમેંશા હળવાશ પેદા કરે.
• Books આધારિત અભ્યાસક્રમ નથી આપતા કારણકે જ્ઞાન પુસ્તકના બે પૂંઠા વચ્ચે સીમિત ના હોય.
• Uniformનું બંધન નથી આપતા કારણકે અમે “વિવિધતામાં એકતા”માં માનીએ છીએ.
• શાળાકીય Homework નહીં, પરંતુ અમારું શીખવેલું જીવનમાં ઉતરે એ જ સાચું હોમવર્ક.
• Examની બીક અથવા હરિફાઈ નથી આપતા કારણકે દરેક બાળકમાં રહેલી ક્ષમતાઓ અનન્ય અને અમૂલ્ય છે, તેનું અંકન નહીં અમૂલ્યાંકન જ થઇ શકે.
• અમે જાત જાતની Fees નથી લેતા કારણકે શિક્ષણ મોલ/દુકાનમાં વેચાનારી વસ્તુ નથી કે જેનો વ્યાપાર કરી શકાય.

“અલ્યા ભઈ! આ બધું તો ઠીક પણ પૈસા કેટલા લો છો એ તો કહો” – મારી પાસેથી આ વાક્ય સાંભળીને ઉત્કર્ષભાઈ મર્માળુ હસી પડ્યા. મને મૂંઝાયેલો જોઈને બોલ્યા, “થોડા થોડા સમયે બધા વાલીઓ અને શિક્ષકો મિટિંગ કરશે કે જેમાં શિક્ષકો બધો ખર્ચ (balance sheet) વાલીઓ સમક્ષ મૂકશે અને એ ખર્ચ બધા વાલીઓ સરખે ભાગે વહેંચી લેશે. સાહેબ, શિક્ષણમાંથી પૈસા નથી કમાવાના અમારે!”

તમારા સૌની જાણ માટે અહીં એમની જાહેરાત મૂકેલ છે કે જે સવારનાં છાપા જોડે આવેલ:

Front Page

 

Back Page

આ નૂતન અને Powerful પદ્ધતિથી આપનાં બાળકને શિક્ષણ આપવા ઈચ્છતા હોવ, તો વધુ માહિતી માટે આજે જ શિક્ષકોનો સંપર્ક કરો.

ડો. દિશા પટેલ,
9427620816

ડો. રાઘવ પુજારા
9904469844

હવે, મારી વાત કહું તો,
જ્યારે શાર્દુલ શિશુ વિહારના પ્રાંગણમાંથી બહાર નીકળ્યો ત્યારે મેં તો મક્કમ નિર્ધાર કર્યો કે કોઈ મને પૂછશે કે બાળકોને કઈ સ્કૂલમાં મૂકવા જોઈએ – તો પ્રી-સ્કૂલ માટે તો હું શાર્દૂલ શિશુ વિહારનું જ નામ આપીશ. શિક્ષણમાં વાતો તો બધા જ કરે છે પરંતુ આવા પ્રયોગો ને પ્રોત્સાહન આપવું એ શિક્ષણ અને સમાજ પ્રત્યેની સાચી કૃતજ્ઞતા છે.

તમારું આ બાબતમાં શું માનવું છે એ કોમેન્ટમાં અચૂક જણાવજો. અને તમને પણ આ નવીન પદ્ધતિ વિષે જાણીને આનંદ થયો હોય તો બીજાને શેર કરી તમારું નાનું, પણ મહત્વનું, યોગદાન આપજો.

લેખક :- રાજ અઘારા

તા.ક. – મારા પરિવારજનોને શાર્દૂલની ટેગ-લાઇન તો મનમાં વસી ગઇ છે.. ॥ स्वयमेव मृगेंद्रता ॥

नाभिषेको न संस्कारः सिंहस्य क्रियते वने ।
विक्रमार्जितसत्त्वस्य स्वयमेव मृगेंद्रता ॥

सिंह को जंगल का राजा नियुक्त करने के लिए न तो कोई अभिषेक किया जाता है, न कोई संस्कार । अपने गुण और पराक्रम से वह खुद ही मृगेंद्रपद प्राप्त करता है ।

સિંહને જંગલનો રાજા નિયુક્ત કરવા માટે ન તો કોઇ અભિષેક કરવામાં આવે છે, ન તો કોઇ સંસ્કાર. પોતાના ગુણ અને પરાક્રમથી સિંહ સ્વયં જ મૃગેન્દ્રપદ પ્રાપ્ત કરે છે.

There is no official coronation ceremony held or any samskar/greetings performed to declare that Lion is the king of jungle. He becomes king by his own attributes and heroism (‘Parakram’).

ટીપ્પણી