ફાફડા, પાપડી ગાંઠિયા જોડે કઢી તો બધા ખાતા હોય આ ચટણી જોડે સર્વ કરશો તો કઢી ભૂલી જશો.

કાચા પપૈયા ચટણી (Raw Papaya Chatni)

સામગ્રી:

૧ કપ ઝીણા સમારેલ કાચા પપૈયાના ટુકડા,
૨ ચમચી ખાંડ,
૩ લીલા મરચા,
૨ ચમચી જીરું,
૧/૨ લીંબુ,
ચપટી હળદર,

રીત:

– જરૂર પડે એટલું પાણી ઉમેરવું

– મિક્ષર જારમાં પપૈયા, ખાંડ, લીલા મરચા, જીરું, લીંબુનો રસ, હળદર અને મીઠું ઉમેરી પીસી લેવું.

.- આ ચટણીને ફ્રીજમાં ૧૦ દિવસ સુધી રાખી શકાશે.

– આ ચટણી ફાફડા ગાઠીયા જોડે ખાવાની મજા આવે.


– સિલ્વર સ્પૂન યુ ટયુબ પર રેસિપિનો ફૂલ વિડિઓ જુવો.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી